________________ 3 છે? અને પ્રિય બોલનારને કણ પરા હોય છે? (47). હવે આપ મને કનકપુરને માર્ગ બતાવે કારણકે હું ત્યાં જવાની ઉત્કંઠા રાખું છું. . દ્વિજે કહ્યું : અરે કુમાર, તે માર્ગ તે અત્યંત કઠીન છે, અને રસ્તામાં પુષ્કળ ભય છે. તેથી તમે ત્યાં જશે નહિ. આ કુમારે પૂછ્યું તે માર્ગમાં ભય છે તે મને કહો. ભૂદેવે કહ્યું : કુમાર ! તમારી જિજ્ઞાસા છે તે સાંભળે. કેટલેક દૂર જતાં ઘણી ડાળીઓ ને પાંદડાંવાળું વડનું ઝાડ છે, તેની અક્કેક ડાળી ખૂબ જ લાંબી છે. તે વડની ઉપર ચારે દિશામાં ઘણી વિદ્યાઓ સિદ્ધ કરેલા ચાર ગીઓ રહે છે. તે ચાર ચગીઓ તમને જુએ નહિ તેની સંભાળ રાખજે, કારણકે તે મનુષ્યને બહુ ઉપદ્રવ કરનારા છે. તેથી તમારે બીજે રસ્તે નગરમાં જવું જોઈશે. કુમારને આથી જરા પણ ભય ન લાગ્યું. તેણે કહ્યું: તે રસ્તે જતાં મારા મનને જરા પણ સંકેચ થતો નથી, કારણકે મને પુણ્યનું શરણ છે. કહ્યું છે કે, वने रणे शत्रुजलाग्निमध्ये / महार्णवे पर्वतमस्तके वा // सुप्तं प्रमत्तं विषमस्थितं वा। रक्षति पुण्यानि पुराकृतानि॥४८॥ અર્થાત–વનમાં, યુદ્ધભૂમિ ઉપર, શત્રુની સમીપે, પાણી કે અગ્નિમાં, મોટા દરિયામાં અથવા પર્વતની ટોચ ઉપર સૂતાં કે બેભાન દશામાં હોઈએ ત્યારે પહેલાં કરેલાં પુણ્ય આપણું રક્ષણ કરે છે. (48) - વળી, .. P.P. Ac. Gunratchais Giul Saradhak Trust