________________
પ્રસિદ્ધ થયા.
આ પદવીની વિશેષતા એ હતી કે. આ પદવીમાં પૂજ્યશ્રીના ઉપકારોથી ભાવિત બનેલા કટોસણનરેશે પણ આ મહોત્સવમાં કૃતજ્ઞભાવે ધનરાશિ અર્પણ કરી હતી. તેઓએ કટોસણ નરેશને પ્રતિબોધ પમાડી પર્યુષણ મહાપર્વના દિવસોમાં ૮ અમારીનું પ્રવર્તન કરાવ્યું હતું અને ફરમાન લખી આપ્યું હતું અને જ્યાં સુધી કટોસણ નરેશ હતા ત્યાં સુધી દર વર્ષે પર્યુષણમાં ૮ દિવસ અમારી પ્રવર્તન કરાવી જૈન ધર્મની પતાકા લહેરાવી.
વિશેષ પૂ. લબ્ધિવિજયજી મ.સા.ને ગણિપદવી, પંન્યાસપદવી, ઉપાધ્યાયપદવી અને આચાર્યપદવી એમ ચાર ચાર પદવી એક દિવસે પ્રાપ્ત થઈ હતી આ તેઓના પ્રબલ પુણ્યોદયનું સૂચક હતું.
આચાર્યપદવી પછી ગુરૂસેવામાં તત્પર તેઓ ગુરૂદેવની સાથે જ વિચર્યા ને.. પૂજ્યપાદ કમલસૂરીશ્વરજી મહારાજા જલાલપુરમાં સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી તેઓની પરમ સમાધિ અને શ્રેષ્ઠ સેવાથી એમણે પોતાની જાતને ધન્ય બનાવી.
સૂરિમંત્રની પાંચેપાંચ પીઠીક વિધિપૂર્વક આરાધી તેઓ પરમ પ્રભાવક સૂરિશ્રેષ્ઠ બન્યા. તેઓને વાસક્ષેપના પ્રભાવથી ત્યારે અને આજે પણ સર્વત્ર લબ્ધિને નિર્વિઘ્નતાનો અનુભવ થતો હતો.
તેઓશ્રીના અનેક શિષ્યો હતા. જેમાં ૬-૬ પ્રભાવક શિષ્યોએ આચાર્યપદવી પ્રાપ્ત કરી. અપૂર્વ શાસન પ્રભાવનાઓ કરી હતી.
• જેમાં પ્રથમ હતા ગુણોથી ગંભીર પરમ વ્યાખ્યાતા પ.પૂ. આ.ભ. ગંભીરસૂરિશ્વરજી મ.સા. તો
|
કિ દીક હ હ હ હ હ કિ કિ ઉકિ કિ છી છી પી
(૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org