________________
9 ક ક રિ વીર વરિ વીર ધીર હિ કિ વીર ર ર ર ર ર ક કિ ઉર ]િ
• દ્વિતીયવાદ – ઈશ્વરકર્તુત્વ ૧૯૬૬-૬૭ પંજાબમાં રોપડ ગામે શિવરામશાસ્ત્રી સાથે સંસ્કૃતમાં કલાકો સુધી.
તૃતીયવાદ -૧૯૬૭-૬૮ પંજાબ મુલતાન ગામે - વેદ ઈશ્વરોક્ત છે. મોટા પંડિતો સાથે સંસ્કૃત સહિત બીજી ભાષાઓમાં.
ચતુર્થવાદ – નરસંડા ૧૯૭૦-૭૩ ગુજરાત. આર્યસમાજી પ. અનંતકૃષ્ણન સાથે મૂર્તિપૂજા વિષયક – ૪ કલાક સુધી.
પંચમવાદ - ૧૯૭૪ વટાદરા, ગુજરાત - સંન્યાસી મુકુંદસ્વામી વેદ અને જૈન ધર્મવિષયક.
આ સિવાય પંજાબમાં દિગંબર સાથે, તેરાપંથીઓ, સ્થાનકવાસીઓ અને મુસલમાનો સાથે નાના-મોટા અનેક વાદો થયા હતા અને એ બધામાં તેઓ વાદ વિજેતા બન્યા હતા. આમ પૂજ્યશ્રી વાદિઘટમુદ્ગર બન્યા. શાસનની જયપતાકા ગગનમાં લહેરાવી હતી. આમ પાંચેય વાદોમાં સર્વત્ર વિજય પામનારા આ છેલ્લી શતાબ્દીના તેઓ એકમાત્ર વાદવિજેતા સૂરિદેવ હતા. તો પોતાની પ્રકાંડ પ્રતિભાથી હારી ગયેલા પંડિતજીને પણ પંડિતજીની વાત સિદ્ધ કરી આપીને પંડિતજીના પણ દિલ જીતી લેનારા તેઓ વાદી વિજેતા પણ હતા.
તેઓશ્રીની સાહિત્યગંગાએ ઉર્દુ ભાષામાં લખાયેલ “મૂર્તિમંડન' નામના પુસ્તકથી પ્રવાસ આદર્યો હતો. તત્ત્વ અને ન્યાય બંને બાબતોને સ્પર્શતો તત્ત્વન્યાય વિભાકર ગ્રંથ.. આગમ અને અંગસૂત્રના સારા રૂપે સૂત્રાર્થ મુક્તાવલી, કથાભિલાષીઓ માટે મેરુ, ત્રયોદશી કથા, વૈરાગ્ય રસિકો માટે “વૈરાગ્ય રસ મંજરી' સમ્મતિ તર્ક જેવા પ્રૌઢ ન્યાયગ્રંથમાં પ્રવેશ કરવા સમ્મતિ તત્ત્વ સોપાન ચૈત્યવંદન સ્તુતિ ચતુર્વિશતિકાને આબાલવૃદ્ધને ભાવવિભોર કરતી નૂતન સ્તવનાવલી,
જિક હરિ હરિ રે ?
? ? ? ?
? ? ? ?
COM)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org