________________
કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) ઉત્સર્ગમાર્ગમાં પ્રવર્તાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) અપવાદ માર્ગને બતાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) ઉભયને (ઉત્સર્ગ અને અપવાદ એમ બન્નેને) જણાવનારા હોય છે.
જિન આગમમાં આવાં વિવિધ પ્રકારનાં સૂત્રો હોય છે. આ બધાં જ સૂત્રો ગંભીર ભાવોને ધારણ કરનારા છે. અર્થાત્ મહાન્ બુદ્ધિથી જ તેના અભિપ્રાયોને જાણી શકાય તેમ છે. અલ્પબુદ્ધિવાળા જીવો માટે શાસ્ત્રો એ બાળકના હાથમાં રહેલા શસ્ત્રની જેમ પોતાનો જ ઘાત કરનાર થાય છે. માટે જ શાસ્ત્રમાં ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર નિશીથસૂત્રના અર્થને ધારણ કરનાર સાધુને જ આપ્યો છે અર્થાત્ શાસ્ત્રો એ ગીતાર્થોનો વિષય છે. સંવિગ્ન ગીતાર્થ મુનિઓ જ શાસ્ત્રોમાં રહેલા ઉત્સર્ગ અને અપવાદનો તે તે સ્થાને ઉપયોગ કરીને સૂત્રાનુસારી પ્રરૂપણા કરી શકે છે સંવિગ્ન ગીતાર્થ સિવાયના જીવો વિપરીત પ્રરૂપણા દ્વારા સ્વ-પરને સંસારમાં રખડાવનારા થાય છે. ઉત્સર્ગના સ્થાને અપવાદને સેવે, અને અપવાદના સ્થાને ઉત્સર્ગને સેવે તે તીર્થંકર ભગવંતોની આજ્ઞાના વિરાધક છે. અને દીર્ઘ સંસારમાં રખડનારા છે. માટે દ્રવ્યક્ષેત્ર-કાળાદિને આશ્રયીને ઉત્સર્ગથી સંઘનું હિત થતું હોય તો ઉત્સર્ગને સેવવો અને અપવાદથી સંઘનું હિત થતું હોય તો અપવાદનું સેવન કરવું એ જ જિનશાસન છે. એ જ મોક્ષમાર્ગ છે એ જ સ્યાદ્વાદ છે. - સાદ્વાદ માર્ગના પ્રરુપક આવા “રત્નાકરાવતારિકા” જેવા ગ્રંથો વિશિષ્ઠ બુદ્ધિના સર્જક છે. આવા ગ્રંથોના અધ્યયન દ્વારા સ્વાવાદ સિદ્ધાન્ત આત્મામાં પરિણામ પામે છે તેના પરિણામે અનેકવિધ ગંભીર આશયવાળા સૂત્રોના સાચા રહસ્યને પામી શકાય છે. એ દ્વારા સ્વ-પરનું સુંદર કલ્યાણ સાધી શકાય છે. માટે ઉત્તમ જીવો આ ગ્રંથના પઠનપાઠનથી એકાંતવાદને ત્યજીને સ્યાદ્વાદ પરિણતિવાળા બની સ્વ-પરના કલ્યાણને સાધે એટલા માટે જ પ્રસ્તુત ગ્રંથના અનુવાદનો પરિશ્રમ કરવામાં આવેલ છે. તેને યોગ્ય જીવો સફળ કરે એ જ શુભેચ્છા.
લિ.
આચાર્ય વિજય હેમચંદ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org