________________
૭ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મા આવ મનમાં ચિંતવે કે પુત્ર હજીં ભૂખ્યો દીસે,
માટે ફરી બથી ખીર પીરસી, “ખાઈ જા” બોલી રીસે. ૧૨ અર્થ :- ખીર બાળકને પીરસી માતા પાડોશમાં ગઈ. ત્યાં તેને કામવશ રોકાવું પડ્યું. તેટલામાં એક મહિનાના ઉપવાસી મુનિ તેના ઘરે આવી ચઢ્યા. બાળ સંગમે વિચાર્યું કે મુનિ મહાત્માને અડઘી ખીર વહોરાવું. એમ ઘારી આપવા જતાં બધી ખીર સરી પડી તો પણ તે બાળ સંગમ રાજી થયો. રડીને બનાવેલી ખીર આપીને પણ પુણ્યોદયે તે મનમાં હર્ષ પામ્યો. પછી તે થાળીમાં ચોટેલ ખીર ચાટવા લાગ્યો. તેટલામાં માએ આવી જોતાં મનમાં ચિંતવ્યું કે પુત્ર હજી ભૂખ્યો જણાય છે તેથી વધેલી બઘી ખીર તેને પીરસી રીસમાં આવીને મા બોલી “લે ખાઈ જા' બધું. I/૧૨ા
આકંઠ ખાથી બાળકે, રાત્રે અજીર્ણ થતાં મૅઓ, ગોભદ્રને ત્યાં પુત્ર શાલિભદ્ર નામે તે હઓ. હે!શાલિ-સંયત, માત તારી જ પૂર્વભવની, ડોસી એ,”
એ સાંભળી કરી પારણું બન્ને થયા ઉદાસી તે. ૧૩ અર્થ - બાળક સંગમે આકંઠ એટલે ગળા સુધી તે ખીર ખાવી. તેથી રાત્રે અજીર્ણ થવાથી તેનું મૃત્યુ થયું. તે બાળક ગોભદ્ર શેઠને ત્યાં શાલિભદ્ર નામે અવતાર પામ્યો.
હે સંયત એટલે સંયમી શાલિભદ્ર! એ ડોશીમાં તારી જ પૂર્વભવની માતા છે. એ સાંભળીને પારણું કરી બન્ને ઉદાસી એટલે વૈરાગ્યભાવને પામ્યા કે અહો! આ સંસારની કેવી ક્ષણિકતા છે. પૂર્વભવમાં ખાવાના પણ સાંસા અને આ ભવમાં દેવતાઈ રિદ્ધિ. કર્મનું કેવું વિચિત્રપણું. હવે એ કર્મનો સર્વથા નાશ જ કરવો યોગ્ય છે, જેથી ફરી આવા ઉદય કદી આવે નહીં. ||૧૩ા.
આજ્ઞા લઈ અંતિમ અનશન વ્રત ઘરી એકાનમાં, ધ્યાને ઊભા વૈભારગિરિના શુદ્ધ નિર્જન સ્થાનમાં. ભદ્રા પ્રભુ પાસે જતાં, વંદન કરી પૂછે : “કહો,
શું શાલિભદ્ર ન આવિયા મુજ ઘેર ભિક્ષાર્થે અહો!” ૧૪ અર્થ - હવે ભગવાન મહાવીરની આજ્ઞાથી બન્ને અંતિમ અનશન વ્રત ધારણ કરીને એકાંત એવા વૈભારગિરિના શુદ્ધ નિર્જન વનમાં જઈ ધ્યાનમાં ઊભા રહી ગયા. ભદ્રા માતા પ્રભુ પાસે આવી વંદન કરીને પૂછવા લાગ્યા કે પ્રભુ! શાલિભદ્ર કયા કારણથી મારે ઘેર ભિક્ષાર્થે આવ્યાં નહીં, તે કહો. ૧૪
અનશન સુઘી પ્રભુએ કહી તે વાત સુણી ગિરિ પર ગઈ, દર્શન કરી નિજ ભૂલની માગે ક્ષમા ગળગળી થઈ; શ્રેણિક પણ આવી ચઢ્યા વંદન કરીને વીનવે :
“માતા સમાન ન તીર્થ બીજું; મુનિ, જુઓ માતા રૂંવે.” ૧૫ અર્થ - ભગવાને અનશન લીઘા સુધીની બધી વાત કહી. તે સાંભળીને માતા વૈભારગિરિ પર ગઈ. તેમના દર્શન કરીને પોતાની ભૂલ માટે ગળગળી થઈને ક્ષમા માગવા લાગી. શ્રેણિક રાજા પણ ત્યાં આવી ચઢ્યા અને વંદન કરીને મુનિને વીનવવા લાગ્યા કે માતા સમાન કોઈ બીજું તીર્થ નથી. તમારી માતા રડે છે માટે મુનિ તેમના તરફ દયા લાવીને જરા નજર કરો. I/૧૫