________________
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગ-૧
રાજાના ભંડારી જેવું છે. રાજા દાન આપવા ઇચ્છે છતાં ભંડારી તેમાં વિઘ્નો ઉપસ્થિત કરે તેના જેવું છે. અંતરાય કર્મના પાંચ ભેદ :–
૮૯
૧. દાનાંતરાય ઃ— જે કર્મના ઉદયથી દ્રવ્ય અને સુપાત્ર મળ્યું હોય, દાનનું ફળ પણ જાણતો હોય છતાં આપવાની ઇચ્છા ન થાય તે. દાતા મળ્યો હોય, વસ્તુ મળી હોય, માંગણી પણ કરી હોય છતાં દાન આપી ન શકે.
૨. લાભાંતરાય ઃ— જગતની ઘન, અલંકાર વગેરે ભૌતિક વસ્તુઓ કે સામગ્રીની ઇચ્છા કરે પણ પ્રાપ્તિ ન થાય તે. દાતા મળ્યો હોય, વસ્તુ મળી હોય, માંગણી પણ કરી હોય છતાં ન મળે તે.
૩. ભોગાંતરાય :– ખાવાપીવાની બધી સામગ્રી હોય છતાં રોગાદિના કારણે તેનો ભોગવટો ન કરી શકે તે. ભોજન વગેરે એકવાર જ ભોગવાય તેને ભોગ કહે છે.
૪. ઉપભોગાંતરાય ઃ— જે વસ્તુ વારંવાર ભોગવાય તેને ઉપભોગ કહેવામાં આવે છે. વસ્ત્ર, અલંકાર આદિ સામગ્રી હોવા છતાં જે કર્મના ઉદયે તેનો ઉપભોગ કરી શકે નહીં તે ઉપભોગાંતરાય કર્મ. ૫. વીર્યંતરાય :– શારીરિક શક્તિ હોવા છતાં તપ, વૈયાવચ્ચ વગેરે શુભ કાર્યો કરવામાં ઉત્સાહ ન જાગે, વીર્ય ફોરવી ન શકે તે વીર્યંતરાય કર્મ.
અંતરાય કર્મબંધના કારણો :
જિનપૂજાદિ કે દાનાદિમાં અંતરાય કરવાથી તથા હિંસાદિમાં પ્રવૃત્તિ કરવાથી અંતરાય કર્મનો જીવને બંધ થાય છે. માટે કોઈ પણ શુભ કાર્યમાં અંતરાય કરવારૂપ પ્રવૃત્તિ કરવી નહીં. ।।૧૯।। બથી એક-સો-વીસ પ્રકૃતિ બંઘની હો લાલ પ્રકૃતિ
એ સામાન્ય ગણાય, નહીં એક જીવની. હો લાલ નહીં ૨૦
અર્થ :– જ્ઞાનાવરણાદિ આઠેય કર્મોની મળીને કર્મબંધ થવા યોગ્ય એવી ૧૨૦ પ્રકૃતિઓ થઈ. તે નીચે પ્રમાણે છે :—
૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨૬ મોહનીય, ૪ આયુષ્ય, ૬૭ નામકર્મ, ૨ ગોત્ર અને ૫ અંતરાયકર્મની મળીને કુલ ૧૨૦ પ્રકૃતિઓ થઈ. એ બધી પ્રકૃતિઓનું વર્ણન પૂર્ણ થયું.
સર્વ જીવોના સામાન્યપણે એ ભેદ કહ્યા અર્થાત્ સર્વ જીવોની અપેક્ષાએ ૧૨૦ થી વધારે પ્રકૃતિઓનો બંધ થશે નહીં. એક જીવ માત્રની અપેક્ષાએ અત્રે વાત નથી, અર્થાત્ પ્રત્યેક જીવને ૧૨૦ પ્રકૃતિઓનો બંધ હોય જ એમ કહેવાનો આશય નથી.
વિશેષ ગુણસ્થાન ક્રમે બંઘના પ્રકાર
ગુણસ્થાન એટલે શું? તો કે આત્માના સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રરૂપ ગુણોમાં ઓછાવત્તાપણાની અવસ્થાનું નામ ગુણસ્થાન છે. ગુણોના ઓછાવત્તાપણાનું કારણ મોહનીય કર્મ અને મન,વચન,કાયાના યોગ છે. તેના આધારે ચૌદગુણસ્થાનક કહ્યા છે. તેમાં પ્રથમના ચાર ગુણસ્થાનક તો દર્શનમોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. અને બાકીના પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુઘીના આઠ ગુણસ્થાનક તે ચારિત્રમોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે અને તેરમું તથા ચૌદમું ગુણ