________________
(૬૫) પરિષહ-જય
૧ ૫૩
સુખદ કદી ગૃહવાસ ન ચિંતે ભિક્ષાથી મુનિ કંટાળીને;
ઔષથ, ચાકરી, અનુકૂળતા પ્રારબ્ધપણે વ્રત પાળી લે. ૧૬ અર્થ :- ૧૪. ચાચના પરિષહ - મહાવ્રતને સાઘનાર એવા મુનિ આપ્યા વિણ કંઈ લે નહીં, એવો મુનિનો આચાર છે. જ્યારે વ્યવહારમાં કહેવત છે કે માગ્યા વગર મા પણ આપતી નથી. છતાં ઘરબાર સૌ તજી એવું દુષ્કર અને પરાધીન સંયમ જીવન જીવીને મુનિ મુક્તિને મેળવે છે. તેઓ ભિક્ષા માંગવાથી કંટાળીને સુખને દેવાવાલો એવો ગૃહવાસ સારો છે એમ કદી ચિંતવે નહીં. પણ ઔષઘ કે પોતાની ચાકરી કે બીજી અનુકૂળતાઓ પ્રારબ્ધ પ્રમાણે મળી રહેશે એમ માનીને મુનિ વ્રત પાળી સુખે આરાધના કરે છે. ૧૬ાા.
ભિક્ષા ના નિર્દોષ મળે તો અધિક લાભ તપથી મુનિ માને, ખેદ મહંત નહીં મન ઘારે, ના દીનતા મુખ ઉપર આણે; એક વખત આહાર મુનિ લે, અંતરાય યોગે ન મળે તે,
ઋષભ પ્રભુએ બાર માસ સુથી ઘરી ઘીરજ અ-લાભ મળે તે. ૧૭ અર્થ:- ૧૫. અલાભ પરિષહ :- મુનિઓને શુદ્ધ આહારની ભિક્ષા ન મળે તો તપની વૃદ્ધિ થઈ એમ માને. પણ મનમાં તે મહાત્માઓ ખેદ કરે નહીં કે મુખ ઉપર દીનતા એટલે ગરીબાઈ લાવે નહીં. દિવસમાં એક જ વખત મુનિઓ આહાર ગ્રહણ કરે એવી ભગવાનની આજ્ઞા છે. તેથી પરમકૃપાળુદેવે પ.પૂ.પ્રભુશ્રીજી આદિ સાતે મુનિઓને દિવસમાં એક જ વખત ભોજન કરવાની આજ્ઞા કરી હતી. તે એક વખત પણ અંતરાય કર્મનો ઉદય હોય તો શુદ્ધ આહાર પ્રાપ્ત ન પણ થાય. જેમ શ્રી ઋષભદેવ ભગવાનને અંતરાય કર્મના કારણે બાર માસ સુથી ભિક્ષા મળી નહોતી છતાં ઘીરજ ઘારણ કરીને સમભાવમાં રહ્યા હતા. ||૧૭
વ્યાધિ-વેદના આવી પડે તો આત્મપરાયણ મુનિ વેઠી લે, ઔષઘ આદિ ઇચ્છે ના તે સાચી સાધુતા સાથી લે; સનકુમાર હતા રાજર્ષિ, સોળે રોગ ભયંકર ભારે,
દેવ દવા કરવા આવ્ય કહે: “કર્મ-રોગ શું તું નિવારે?” ૧૮ અર્થ :- ૧૬. રોગ પરિષહ - વ્યાર્થિવેદના કર્મના ઉદયે આવી પડે ત્યારે આત્મજ્ઞાની મુનિઓ આત્મામાં પ્રજ્ઞાને સ્થિર રાખી વ્યાધિને સમભાવે વેદી લે છે; પણ ઔષઘ આદિની ઇચ્છા કરતા નથી. એવા સાચા સાધુ ખરેખર આત્મસાધનાને સાથે છે. સનકુમાર ચક્રવર્તીપણું છોડીને મુનિ બન્યા પછી તે રાજર્ષિને સોળ ભયંકર ભારે રોગનો ઉદય થયો. ત્યારે દેવ તેમની પરીક્ષા કરવા અર્થે વૈદ્યનું રૂપ લઈને દવા કરવા આવ્યો ત્યારે સનત્કુમાર રાજર્ષિ કહે : શું તું મારો આ કર્મરૂપી રોગ નિવારી શકે? ત્યારે તે દેવ પણ ચૂપ થઈ ગયો કેમકે કર્મ રોગથી તો પોતે પણ પીડિત છે. ૧૮
સૂકાં તૃણ ને સંખળા ખુંચે, ગોખરુ કઠિન, કાંકરી, કાંટા, રજ ઊડી આંખોમાં પડતી, ફાંસ તીરસમ જ્યાં પગ ફાટ્યા; વસ્ત્ર, પગરખાં, મદદ ન ઇચ્છે, કામીસમ કંઈ ના ગણકારે, મુક્તિ-સ્ત્રીમાં ચિત્ત નિરંતર રાખે તે મુનિ ભવ તરી, તારે. ૧૯