Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 573
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫ ૫૩ મહાવિદેહે રે ચક્રવર્તી થશે, થશે અહીં મહાવીર તીર્થકર તે રે ચોવીસમાં થઈ, સિદ્ધપદ લેશે સ્થિર.” જાગો અર્થ - વળી મહાવિદેહ ક્ષેત્રે ચક્રવર્તી થશે. તેમજ અહીં ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીસમાં તીર્થંકર થઈ સ્થિર એવા સિદ્ધિપદને પામશે. IIકરા આજ્ઞા લઈને રે મરીચિ વંદવા, વંદતા વદતાં રાયઃ “પ્રભુ કહે કે રે મહાવીર નામના, તમે થશો જિનરાય. જાગો અર્થ - પ્રભુની આજ્ઞા લઈ ભરતેશ્વર મરીચિને વાંદવા ગયા. તે વંદન કરતા એમ બોલ્યા : પ્રભુ ઋષભદેવ એમ કહે છે કે તમે મહાવીર નામના જિનરાજ થશો. I૯૩ના મહાવિદેહે રે ચક્રવર્તી થશો, આદિ નારાયણ આપ, તીર્થકરની રે શક્તિ ગણી નમું, વરશો પૂજ્ય પ્રતાપ”. જાગો. અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં તમે ચક્રવર્તી થશો. તથા ભરતક્ષેત્રમાં પ્રથમ નારાયણ એટલે વાસુદેવ થશો. તીર્થંકર થઈ પૂજ્યતાને પામશો એવા તમારા પ્રતાપ અને શક્તિને માન આપી હું તમને નમન કરું છું. ૯૪. જાય અયોધ્યા રે ભરત ભૃપાલ તે; મરીચિ અતિ મલકાય, નાચે, કૂદે રે કુલમદ પોષતાં, સમ્યક ભાવો ભુલાય - જાગો અર્થ :- પછી ભરત રાજા અયોધ્યામાં ગયા. પણ મરીચિ પોતાને મળનારી એવી ઉચ્ચ પદવીઓને સ્મરી બહુ મલકાયો. તે પોતાન ઇક્વાકુ કુળમદને પોષણ આપતો સમ્યક ભાવોને ભૂલી જઈ ખૂબ નાચ્યો, કૂદ્યો અને કહેવા લાગ્યો. ૯પા. “આદિ દાદા, પ્રથમ ચક્રી પિતા, હું ચક્રી વાસુદેવ, તીર્થકરની રે પદવી ય આવશે, અહો! દેવાધિદેવ.” જાગો. અર્થ - મારા દાદા આદિ એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ, મારા પિતાશ્રી ભરતેશ્વર તે પહેલા ચક્રવર્તી, હું ચક્રી અને વાસુદેવ થઈશ. વળી અહો! દેવાધિદેવ તીર્થંકરની પણ મને પદવી પ્રાપ્ત થશે. અમારુ ઈક્વાકું કુળ કેટલું ઊંચુ છે. ૯૬ના એમ મળે તે રે ચઢીને બાંઘતા, કર્મો લાંબાં અપાર, ગિરિથી ગંગા રે પડી ઉદધિ જતાં શતમુખ બનતી, વિચાર. જાગો અર્થ - એમ મરીચિએ મદમાં ચઢીને અપાર લાંબા કાળના કર્મો બાંધી દીધા. જેમ ગિરી ઉપરથી ગંગા નદી નીચે પડીને ઉદધિ એટલે સમુદ્રમાં ભળતાં તેના સેંકડો મુખ બની જાય તેમ મરીચિના સેંકડો ભવ વધી ગયા. I૯ળા. ભરતે સ્વપે રે મેરુગિરિ ડોલતો દીઠો અચાનક એમ, પૅછે પ્રભાતે રેપુરોહિત-રત્નને “આવ્યું સ્વપ્ન આ કેમ?” જાગો અર્થ - ભરતેશ્વરે સ્વપ્નામાં અચાનક મેરુપર્વતને ડોલતો દીઠો. પ્રભાતમાં રત્ન જેવા પુરોહિતને પૂછ્યું કે મને આવું સ્વપ્ન કેમ આવ્યું? I૯૮

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623