Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 595
________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭૫ માનવદેહમાં દેવલોક જેવા આત્માને ભુલાવે તેવા સુખ નથી અને નરક જેવા દુઃખ નથી પણ મધ્યમ છે. માટે જીવ જો ઘારે તો આ દેહમાં સમ્યક્દર્શન પામી આત્માનું પરમપિત કરી શકે. ૧૪ જે જે મોક્ષ ગયા ભેંતકાળે, તે તે નરભવ લહી ગયા; વર્તમાનમાં મોક્ષ જતા તે, નરરૂપે જ કૃતાર્થ થયા; ભાવિકાળે જનાર જે જન મોક્ષે તે પણ નર બનશે; એવો યોગ કદાચિત આવે, આવેલો વહી જાય નશે - ૧૫ અર્થ - જે જે જીવો ભૂતકાળમાં મોક્ષે ગયા, તે સર્વ નરભવ પામીને ગયા. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રથી મોક્ષે જાય છે તે પણ મનુષ્યદેહને પામી કેવળજ્ઞાન પ્રગટાવી કૃતકૃત્ય થઈને જાય છે. ભવિષ્યકાળે પણ જે જીવો મોક્ષે જનાર છે તે મનુષ્યદેહને ઘારણ કરશે. એવો માનવદેહનો જોગ આપણી જેમ કદાચિત આવે, પણ જો આઠ મદના નશામાં જીવ રહે તો તે વ્યર્થ વહ્યો જાય છે. ૧૫ ઘનમદ, રૅપમદ, બળમદ, કુળમદ, જ્ઞાનાદિક-મદથી ભૂલે, તે જન નરભવ હારી પાછા લખચોરાશીમાં રૂલે; દુર્લભ આવો યોગ ફરીથી મળવો દુર્લભ ગણી કરો સકળ, સુઘર્મ આરાથી પ્રીતે, ભવ-સંકટ સૌ પરિહરો. ૧૬ અર્થ :- ઘનમદ, રૂપમદ, બળમદ, કુળમદ, જ્ઞાનમદ, જાતિમદ, ઐશ્વર્યમદ અને તપમદ એ આઠ મદમાં રહી, જે સદ્ગુરુ આજ્ઞાએ ઘર્મકર્તવ્યની આરાઘનાને ભૂલે તે જીવ મનુષ્યભવને હારી જઈ ફરીથી લખચોરાશી જીવયોનિમાં રઝળે છે. માટે આવો જોગ ફરીથી મળવો દુર્લભ જાણી હવે પ્રીતિપૂર્વક રત્નત્રયરૂપ સઘર્મને આરાથી આ માનવદેહને સફળ કરો તથા ચારગતિરૂપ સંસારમાં ભોગવવા પડતા સર્વ સંકટોને પરિહરો. ૧૬ સમ્યજ્ઞાન તણી ગંગામાં સ્નાન કરીને શુદ્ધ બનો, સગુસેવા અમૂલ્ય મેવા-ભક્ષણ, ભૂષણ ગુણ ગણો; સુંદર સમતા-શધ્યા વિષે, આત્મ-રતિ, સતી-ઉપભોગે કૃતકૃત્યતા સમજ સમજે; ચૂકે નહિ ઉત્તમ યોગે.” ૧૭ હવે રત્નત્રયરૂપ સઘર્મની આરાધના કેવી રીતે કરવી તે સગુરુ જણાવે છે : અર્થ - સમ્યજ્ઞાન એટલે સદ્ગુરુ બોઘ દ્વારા આત્મા વગેરેની સાચી સમજણ મેળવવારૂપ જ્ઞાનગંગામાં સ્નાન કરી, વિષયકષાયરૂપ મેલને ઘોઈ પ્રથમ શુદ્ધ બનો. પછી સગુરુ સેવા એટલે તેમની આજ્ઞાને અમૂલ્ય એવા સમાન માની તેનું ભક્ષણ કરો, અર્થાત્ તેમની આજ્ઞામાં સદાય રહો. તેથી ક્ષમા આદિ જે ગુણો પ્રગટે તેને આત્માના આભૂષણ માનો. પછી આત્મજ્ઞાન થયે સુંદર સમતારૂપી શય્યામાં, આત્મામાં રમણતા કરવારૂપ સતીનો ઉપભોગ કરી પોતાને કૃતકૃત્ય માનો. દશ દ્રષ્ટાંતે દુર્લભ એવો આ માનવદેહ મળવાથી તેમજ પરમકૃપાળુ સદગુરુદેવનો ઉત્તમ યોગ પ્રાપ્ત થવાથી મળેલી એવી અમૂલ્ય તકને સમજુ પુરુષો કદી ચૂકે નહીં, પણ તેનો અપૂર્વ લાભ લે. II૧૭ના “ઘર, ઘંઘા, ઘન, સ્વજન ગણી હું મારાં, માયા ઘરી ફરતો; તે તો સાથે કોઈ ન આવે; બંઘ નિરંતર હું કરતો.

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623