________________
(૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧
પુનર્જન્મની સિદ્ધિ સહજે અથવા યોગાભ્યાસ વડે, સદ્ગુરુ-શાસ્ત્ર શ્રદ્ધા આવ્યું, સાત્ત્વિકતા તેવી સાંપડે; સાત્ત્વિકતા તેવી આ કાળે દુર્લભ, તેથી ન નિઃશંકા, ત્રિવિધ તાપની મૂર્છા ઝાઝી, નહિ સત્સંગતિ-ઉત્કંઠા. ૯
અર્થ :— પૂર્વના આરાધનથી કોઈને પુનર્જન્મની સિદ્ધિ સહજે થાય છે અથવા યોગાભ્યાસવડે પણ થાય છે. વૈજનાથ યોગાભ્યાસના અભ્યાસી હતા. “એમણે કહેલું કે પરમકૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે ‘એમણે તમને મિથ્યા કહ્યું નથી’ (૨૧૨) વૈજનાથ શ્વાસોચ્છવાસ રોકતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાના ભવ જાણી શકતા. પૂર્વભવમાં કૃપાળુદેવ નેપાળમાં રાજકુમાર હતા, એમ કહેલું.'' (બો.૨ પૃ.૩૦૩)
સદ્ગુરુના બોધેલા શાસ્ત્રોમાં શ્રદ્ધા આવવાથી પણ તેવી અંતરાત્મામાં સાત્વિકતા સાંપડે છે કે જેથી પુનર્જન્મની જીવને શ્રદ્ઘા થાય. પણ તેવી સાત્વિકતા એટલે ભાવોની નિર્મળતા આ કળિકાળમાં આવવી દુર્લભ છે. તેથી જીવ પરભવ વિષે નિઃશંક થઈ શકતો નથી. તેમજ આ પંચમકાળમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધતાપની મૂર્છા વિશેષ હોવાથી તથા સત્સંગ કરવાની વિશેષ ઉત્કંઠા ન હોવાથી આત્મામાં એવી પવિત્રતા પ્રગટતી નથી. ।।૯।।
સ્વમાન ને વિપરીત માન્યતા પરભવ-પ્રતીતિ ખાળી દે, જિજ્ઞાસું જીવો એ વાતો અતિ ઉત્સાહે ટાળી દે; નિઃશંક પ્રતીતિ પરભવની જો ઊપજે જીવને કોઈ રીતે, આત્મહિત કરવા પ્રેરાશે, દીર્ઘ-વૃષ્ટિથી તે પ્રીતે. ૧૦
૫૭૩
અર્થ :— પોતાનું અભિમાન અને પદાર્થનું વિપરીત શ્રદ્ધાન, એ પરભવ પ્રત્યે થતી શ્રદ્ધાને ખાળે
–
છે અર્થાત રોકે છે. પણ જિજ્ઞાસુ જીવો તો અતિ ઉત્સાહથી સદ્ગુરુના બોધબળે આત્મા છે, તે નિત્ય છે વગેરે જાણી, પરભવ પ્રત્યેની વિપરીત માન્યતાને ટાળી દે છે. જો કોઈ રીતે પણ જીવને પરભવની નિઃશંક પ્રતીતિ ઊપજે તો તેની દીર્ઘદૃષ્ટિ થશે, કે જો હું આ ભવમાં પાપ કરીશ તો પરભવમાં મારી દુર્ગતિ થશે. એમ વિચાર આવવાથી તે આ ભવમાં પ્રેમપૂર્વક આત્મહિત કરવા માટે પ્રેરાશે. ।।૧૦।।
એમ વિચારી અનુમાનાદિ પ્રમાણથી સુજ્ઞો સાથે ૫૨ભવ-સિદ્ધિ બુદ્ધિબળથી, જિજ્ઞાસું તે આાથે; જાતિ-વૈ૨ જીવોમાં દેખો, વિચિત્ર રૂપ-ગુણ-સંપત્તિ,
પરભવને જો ના માનો તો કયા કારણે ઉત્પત્તિ? ૧૧
અર્થ :– જેને આત્મહિત કરવું છે, એવા સુજ્ઞ પુરુષો તો પોતાના બુદ્ધિબળે અનુમાન પ્રમાણથી આગમ પ્રમાણથી કે ઉપમાન (દૃષ્ટાંત) પ્રમાણથી પરભવની સિદ્ધિ કરે છે. પછી જિજ્ઞાસુ જીવો પરભવ સુધારવા માટે સદ્ગુરુની આજ્ઞાનું આરાધન કરે છે.
જાતિ વૈર સાપ અને નોળિયામાં કે મોર અને સાપમાં કે બિલાડી અને ઉદરમાં પ્રત્યક્ષ જોઈએ છીએ. એ પૂર્વ સંસ્કાર ન માનીએ તો શું માનવું? તેમજ લાખો મનુષ્યો હોવા છતાં તેમના રૂપ જુદા, ગુણોમાં તફાવત તથા ઘનસંપત્તિમાં કે શરીર સંપત્તિમાં પણ વિચિત્રપણું જોવામાં આવે છે. જેમકે કોઈ