Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 601
________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮ ૧ “મને બતાવો ક્રમ એવો કે ત્રિવિઘ તાપથી હું ઊગરું, આ સૌ સુણી મૂંઝાયો છું; આપ વિના કહે કોણ ખરું? જીતી બાજી હારી બેસે, તેમ ગયો નર ભવ હારી, જે ઑવવાનું બાકી હો તે હવે લઉં હું સુંઘારી.”૯ અર્થ - જિજ્ઞાસુ કહે : હે પ્રભુ! હવે મને એવો ક્રમ બતાવો કે તે પ્રમાણે વર્તી હું આ ત્રિવિધતાપની બળતરાથી બહાર આવું. આ જગતના સર્વ જીવોની મોહરૂપી મદિરાવડે વિપરીત થયેલી સ્થિતિને સાંભળી હું મુંઝાઈ ગયો છું. આપ વિના મને સત્ય હકીકત બતાવનાર કોણ છે? કોઈ જીતેલી બાજી હારી બેસે તેમ આ મારો મનુષ્યભવ હું હારી ગયો છું. પણ જે કંઈ જીવવાનું હજી બાકી હોય તે આપના કહેવા પ્રમાણે વર્તીને મારું જીવન સુધારી લઊં. લા. કરુણામૂર્તિ કરી કણા, બોઘા-દશા દર્શાવે છે, સંક્ષેપે આઠ દૃષ્ટિને ક્રમે કરી સમજાવે છે : “મિત્રાદ્રષ્ટિ હિત વર્ષાવે, સગુરુ-યોગ કરાવી દે, લેષ તજી જીંવ વંદન-દાને યોગ-બીજ ઉલ્લાસે લે. ૧૦ અર્થ – તેના પ્રત્યુત્તરમાં કરુણાની મૂર્તિ એવા પ્રભુ કરુણા કરીને બોઘદશાનું તારતમ્ય દર્શાવે છે કે કેવી રીતે આત્મદશા વઘારવી, કેવા કેવા ગુણો પ્રગટાવવા કે જેથી જીવને સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થાય; અને અંતે કેવળજ્ઞાન પામી જીવનો મોક્ષ થાય. તેના માટે સંક્ષેપમાં ક્રમપૂર્વક શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રચિત આઠેય યોગ દ્રષ્ટિની અત્રે સમજ આપે છે. પહેલી મિત્રાદ્રષ્ટિ :- જ્યારે જીવને સાચા આત્મઅનુભવી સગુરુનો યોગ થાય ત્યારે તે મિત્રાદ્રષ્ટિમાં આવ્યો ગણાય. સદગુરુ મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી સાચા મિત્ર છે. તેથી ભવ્યજીવનું હિત કેમ થાય તેવા બોઘની તે વર્ષા કરે છે. તે બોધને પામી આત્માર્થી જીવ પણ સર્વ પ્રત્યે અદ્વેષભાવ લાવી શ્રી ભાવાચાર્યની વિનયપૂર્વક વંદના કરે છે. તથા તેમને આહાર ઔષઘાદિનું દાન આપી ઉલ્લાસપૂર્વક યોગના બીજને તેમને પાસેથી ગ્રહણ કરે છે. જે સાઘનો આત્માને મોક્ષની સાથે જોડે અથવા સમકિત પ્રાપ્ત કરાવે તે યોગ કહેવાય છે. તે યોગના બીજ મુખ્યત્વે ત્રણ છે. તેમાં શ્રી જિનેશ્વર વીતરાગદેવને સંસારસુખની ઇચ્છાથી રહિત થઈ માત્ર મોક્ષાર્થે નિષ્કામભાવે વંદન કરવા તે યોગનું પ્રથમ બીજ કહેવાય છે. તથા ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા અથવા આજ્ઞા ઉઠાવવી તે બીજું યોગનું બીજ ગણાય છે. તેમજ સાચો વૈરાગ્યભાવ ઉત્પન્ન થવાથી મારા જન્મ મરણ કેમ નાશ પામે એવો જે ભાવ ઊપજવો તે યોગના બીજનું ત્રીજું લક્ષણ કહેવામાં આવે છે. વળી આગળની ગાથામાં મિત્રાદ્રષ્ટિ વિષે જણાવે છે. ||૧૦ગા. તૃણના ભડકા સમો બોથ ત્યાં, અસર રહે ના પછી ઝાઝી, અપૂર્વકરણની નિકટ જતો ર્જીવ મોહનીંદ બનતી આછી; સગુરુ-યોગે યોગ અવંચક, બોઘબળે અવ્યક્ત બને; વ્રત પણ પાળે, શુભ કાર્યોમાં ખેદ ઘરે ના, પ્રબળ મને. ૧૧

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623