Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 613
________________ (૧૦૮) પૂર્ણાલિકા મંગલ ૫૯૩ મોક્ષસુખરૂપી સુખડીના સ્વાદને પામશે. તે ભવ્યાત્મા પરમકૃપાળુ પ્રભુ પ્રત્યેના પ્રેમથી અર્થાતુ ભક્તિથી અનંતકાળની અનંત કલ્પનાઓનો જય કરી શાશ્વત મોક્ષપદને પામશે. તે મોક્ષસુખનું વર્ણન કરવા કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ નથી. તે સુખને જે અનુભવે તે જ જાણે; બીજો કોઈ જાણવા સમર્થ નથી. ૨૪ ‘હિતાર્થી પ્રશ્નો' નામના બે પાઠોમાં શ્રી ગુરુએ શિષ્યના કલ્યાણ અર્થે મોક્ષમાર્ગનો ક્રમ કેમ આરાઘવો તેની સંકલનારૂપ આઠેય દ્રષ્ટિનો ક્રમ સમજાવ્યો. હવે આ ૧૦૮માં પાઠમાં ‘પૂર્ણાલિકા મંગલ' એટલે “૧૦૮ પાઠરૂપ મણકાની માલિકા એટલે માળા પૂર્ણ કરનાર માંગલિક કાવ્ય લખે છે. ગ્રંથમાં “આઘમંગલ' તે ગ્રંથ પૂર્ણ થવા માટે; “મધ્યમંગલ' ઉત્સાહ ટકી રહેવા માટે અને અંત્યમંગલ' તે ભણીને ભૂલી ન જવા માટે કરવામાં આવે છે; તે નીચે પ્રમાણે છે : (૧૦૮) પૂર્ણ માલિકા મંગલા (શિખરિણી છંદ) લધુ, લાંબી માળા, પ્રભુ-ચરણ-સેવા મન ઘરી, રચી ઉત્સાહે આ, પરમ-ગુરુ-ભક્તિ-રસ-ભરી; સદા મારે ઉરે સહગુણઘારી ગુરુ રહો, કૃપાળું રાજેન્દ્ર, પરમ ઉપકારી પ્રભુ અહો! ૧ અર્થ - મોટા પુસ્તકની અપેક્ષાએ લઘુ એટલે નાની અને નાની પુસ્તકાની અપેક્ષાએ લાંબી એવી આ પ્રજ્ઞાવબોઘની ૧૦૮ પાઠરૂપ મણકાની માળાને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણની સેવા એટલે તેમની આજ્ઞાને ઉઠાવવાનો ભાવ હૃદયમાં રાખી, પરમગુરુની ભક્તિરસથી ભરેલી એવી આ માળાને ઉત્સાહથી હું રચવા પામ્યો છું. સદા મારા હૃદયમાં એવા સહજ આત્મગુણઘારી શ્રીગુરુનો જ નિવાસ રહો. કૃપાના અવતાર એવા રાજેન્દ્ર અર્થાતુ રાજાઓમાં ઇન્દ્ર સમાન સગુરુ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ સત્ય મોક્ષમાર્ગ બતાવી મારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. માટે અહો! તે મારા પરમ ઉપકારી છે. ન જાણું હું શાસ્ત્રો, પ્રવીણ નહિ કાવ્યાદિ-કલને; ન ભાષા-શાસ્ત્રી હું, રસિક રસ-અભ્યાસ ન મને; ન પૂર્વાભ્યાસે હું નિશદિન રહું મગ્ન કવને, છતાં ચેષ્ટા આવી, ગુરુગુણગણે રાગથી બને. ૨ અર્થ - હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની લઘુતા દર્શાવતા કહે છે કે હું કંઈ સર્વ શાસ્ત્રોનો જાણકાર નથી કે કાવ્ય અલંકાર આદિ કલામાં પ્રવીણ નથી. નથી હું ભાષા શાસ્ત્રને જાણનારો કે નથી હું નવ રસનો રસિક અભ્યાસી. તે નવ-રસ આ પ્રમાણે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ અને શાંતરસ છે. હું કંઈ પૂર્વ અભ્યાસથી નિશદિન કવન એટલે કવિતા કરવામાં મગ્ન નથી.

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623