Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 611
________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૯૧ નહીં; તેમ જેને ધ્યાનનો અનુભવ નથી એવા સ્ત્રીપુરુષોને તે અતીંદ્રિય સુખનો ખ્યાલ આવી શકે તેમ નથી. આત્મધ્યાનમાં પરમસુખ અનુભવાતું હોવાથી આ દ્રષ્ટિવાળા યોગી, બને તેટલો વખત અપ્રમત્તપણે આત્મધ્યાનમાં સ્થિર રહે છે. જેમ ચાક ફેરવીને દંડ લઈ લેવામાં આવે છતાં ચાક ફર્યા કરે, તેમ ધ્યાન થઈ રહ્યા પછી પણ કષાયો શાંત થવાથી ધ્યાનના સંસ્કારનો પ્રવાહ અમુક વખત સુધી રહે, તેને અસંગ ક્રિયા કહે છે. આ અસંગ અનુષ્ઠાન, પ્રાપ્ત થયેલી દશાને ટકાવનારું તથા આગળ ઉપરની દશાને પ્રાપ્ત કરાવનારું હોવાથી મહત્વનું છે. આ દ્રષ્ટિમાં આવેલ મહાત્માનો પ્રસાદદોષ જવાથી અપ્રમત્ત ગુણસ્થાનમાં રહેલ આ યોગીની જ્ઞાનદશા તે જુદા પ્રકારની હોય છે; ત્યાંથી આગળ વધી શ્રેણી માંડીને જીવ મુક્તદશાને પામે છે. ll૨૦ાા પરાષ્ટિમાં હોય સમાધિ, બોઘ શશી સમ શોભે રે, અપ્રતિપાતી, ઊંચે ચઢતી દશા વઘુ અક્ષોભે રે; શુક્લધ્યાને શ્રેણી માંડે, કરે કર્મ-ક્ષય ઝટકે રે, મોહરહિત મુનિવરકંઠે કેવલશ્રી-માળા લટકે રે. ૨૧ અર્થ - આઠમી પરાષ્ટિ –આ આઠમી દ્રષ્ટિનું નામ પરા છે. આ દ્રષ્ટિમાં આવેલ યોગીઓની દશા સર્વોત્કૃષ્ટ હોવાથી પરા નામ સાર્થક છે. પરા એટલે સર્વોત્કૃષ્ટ. આ દ્રષ્ટિમાં યોગનું સમાધિ નામનું અંગ પ્રગટે છે. ધ્યાનની ઉચ્ચ કોટીનું નામ સમાધિ છે. ધ્યેયનો તન્મયપણે અનુભવ તે સમાધિ છે. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર સાતમા ગુણસ્થાનને અંતે જ્યારે શ્રેણી માંડે ત્યારે સમાધિમાં આરૂઢ થયેલા યોગીઓ આ આઠમી દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે. ત્યારે પૂર્ણપણે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવારૂપ તત્ત્વપ્રવૃત્તિ નામનો ગુણ પ્રગટે છે અને આસંગ એટલે આસક્તિ નામનો દોષ દૂર થાય છે. સાતમી દ્રષ્ટિમાં જેમ ધ્યાન માટે પ્રીતિ અથવા આસક્તિ હતી તે અહીં નથી, અથવા સમાધિ રાખવી એવો પણ ભાવ નથી. વિના પ્રયાસે સહજપણે તે થાય છે. આ દ્રષ્ટિમાં બોઘનો પ્રકાશ પૂર્ણચંદ્રની શીતળ ચાંદની જેવો આલ્હાદક હોય છે, અર્થાત્ અપૂર્વજ્ઞાન સાથે અપૂર્વ શાંતિ અનુભવાય છે. પુનમના ચંદ્ર ઉપર જેમ આછું વાદળ આવ્યું હોય અને તેની પાર જેમ ચંદ્ર દેખાય એવો આત્માનો અનુભવ શ્રેણીમાં હોય છે. પછી પવન આવે ને વાદળું ખસી જાય તો પૂર્ણપણે ચંદ્ર પ્રકાશે છે તેમ સમાધિના કારણે સર્વ ઘાતિયા કર્મ ક્ષય થઈ શ્રેણીના અંતે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ક્ષપક શ્રેણીમાં અપ્રતિપાતી એટલે જ્યાંથી પાછું પડવાનું નથી એવી ઉપર ચઢતી દશા ક્ષોભ પામ્યા વગર વઘતી જાય છે. તથા શુક્લધ્યાનવડે શ્રેણી માંડે તેમાં કર્મનો ક્ષય ઝટકામાં એટલે શીધ્ર કરે છે. તેથી મોહરહિત થયેલા એવા મુનિવરના કંઠમાં કેવળજ્ઞાનરૂપી વરમાળા આવીને લટકે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારે ઘાતીયા કર્મનો ક્ષય થાય છે. અને તેના ફળસ્વરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંતભોગ, અનંત ઉપભોગ અને અનંતવીર્ય એ નવ ફાયિક લબ્ધિઓ બારમા ગુણસ્થાનકના અંતે પ્રગટ થાય છે. પછી તેમા ગુણસ્થાનમાં આવે છે. મારવા દિવ્ય ધ્વનિથી અતિ ઉપકારી, દે ઉપદેશ ઘણા જનને, ઑવન-જાગૃતિ અર્પે વિચરી, ઉત્સાહિત કરી જનમનને,

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623