________________
(૧૦૮) પૂર્ણમાલિકા મંગલ
ઉત્તમ ગુણોરૂપી અનુપમ લતાઓનો ઊછેર થવા લાગ્યો.
કરી રક્ષા-વાડો, સુર્નીતિ-નીકમાં પુણ્ય-નીરના, પ્રવાહો રાખે તે સતત વહતા, યોગ્ય ઘટના; ખરે પાનાં જૂનાં, નવીન ઊભરાતાં પ્રતિ-ઋતુ, ભુલાતી વાતો ત્યાં નવીન રચના-ચક્ર ફરતું. ૬
અર્થ :— તે વ્રતોરૂપી વૃક્ષોની રક્ષા માટે પ.પૂ.પ્રભુશ્રીજીએ અનેક નિયમોરૂપી વાડોની ગોઠવણ કરી. તથા સુનીતિ એટલે સદાચારરૂપી નીક એટલે પાણી જવાનો રસ્તો કરી, તેમાં પુણ્યરૂપી જળના પ્રવાહો સતત વહેતા રહે એવો સવારથી સાંજ સુધીનો ભક્તિ સ્વાધ્યાયનો આરાઘના ક્રમ આપી યોગ્ય ઘટના એટલે યોગ્ય રચના કરી. જેથી જેમ વૃક્ષના જૂના પાન પ્રતિ ઋતુએ ખરી જઈ નવીન ઊભરાય છે, તેમ જુના રાગદ્વેષમોહવાળા કષાય ભાવો ભુલાઈ જઈ, નવીન વૈરાગ્ય ઉપશમના ભાવોની રચનાનું ચક્ર ફરતું થયું, અર્થાત્ સત્સંગ ભક્તિના યોગે હવે નિત્ય નવીન ઉત્તમ ભાવોની શ્રેણી ઊગવા લાગી.
વીતે વર્ષો એવાં, નર્વીન વય જેવા સમયમાં, રૂડાં ખીલ્યાં પુષ્પો, વિવિઘ વિટપે દૃશ્ય બનતાં; ભલા ભાવો ભાળી ગુરુજન રીઝે એ જ કુસુમો, દયાળુ સંતો તે નિજ ક૨ વિષે ઘારી વિમો. ૭
૫૯૫
અર્થ :– પછી પ.પૂ.પ્રભુશ્રીજીના યોગે વર્ષો એવી રીતે વીતવા લાગ્યા કે જાણે નવીન યુવાવયમાં જેમ આનંદમાં સમય વ્યતીત થતો હોય તેમ થવા લાગ્યું. તે સમયે સુંદર ભાવોરૂપી પુષ્પો ખીલવા લાગ્યા અને વિવિધ પ્રકારની વિચારધારારૂપ વિટપે એટલે ડાળીઓ ઉપર તે પુષ્પો દેખાવા લાગ્યા. તેવા ઉત્તમ ભાવોરૂપ પુષ્પોને ભાળી પ.પૂ.પ્રભુશ્રીજી જેવા ગુરુજનો રાજી થયા. એ જ સુંદર ભાવોરૂપી કુસુમો એટલે ફૂલોને ગ્રહણ કરી હે દયાળુ સંત આરાધકો તમે આ દુઃખમય સંસારથી વિરામ પામો, વિરામ પામો એવી જ્ઞાનીપુરુષોની સર્વને શિક્ષા છે.
ઘરે અંગે કોઈ, સુખકર ગણી રમ્ય રમણી, વળી માળી કોઈ, ભી કુસુમ-પાત્રે નરમણિ કને લાવી દેતો, મનહર ઋતુ-વર્ણન કરી; ભલા ભાવે ભક્તો પ્રભુ-ચરણ પૂજે ફૂલ ઘરી. ૮
અર્થ ઃ– તે સુંદર ફૂલોને કોઈ રમ્ય રમણી એટલે સુંદર સ્ત્રી, પોતાના નાશવંત દેહની સુંદરતાને વધારવા તે ફૂલોને સુખકારી જાણી પોતાના અંગમાં અંબોડા આદિ રૂપે ઘારણ કરે છે. જ્યારે કોઈ માળી તે ફૂલોને છાબડીમાં ભરી નરમણિ એટલે નરોમાં મણિ સમાન એવા રાજા પાસે લાવી તે તે ઋતુના ફૂલોનું મનહર વર્ણન કરી તેને આપે છે. જ્યારે ખરા ભગવાનના ભક્તો તો પ્રભુના ચરણમાં તે ફૂલોને ઘરી ભાવભક્તિથી તેમની પૂજા કરે છે.
ઘણાંયે વેરાતાં કુસુમ ભૂમિ સુવાસિત કરે, સુસંગે શોભે તે, બહુ વરસ હર્ષા સહ સરે;