Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 610
________________ ૫૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ છે. અન્યમુદ્ એટલે બીજી અન્ય અપ્રયોજનભૂત વસ્તુથી રાજી થવારૂપ જે દોષ હતો તે હવે એક આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાનો ભાવ જાગવાથી તે દોષ દૂર થાય છે. હવે એક વીતરાગ શ્રતમાં જ અનન્ય પ્રેમ હોવાથી જેમાં આત્માર્થ ન હોય એવા બીજા શાસ્ત્રો તેને છાશ બાકળા જેવાં લાગે છે. જેમ બીજાં કામમાં ગુંથાવા છતાં પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પ્રિય પતિમાં સ્થિર રહે છે, તેમ સમ્યકજ્ઞાન પ્રત્યે જેના મનમાં અત્યંત પ્રેમ વર્તે છે એવા સમ્યદ્રષ્ટિ મુમુક્ષુનુ મન સદા જ્ઞાની પુરુષોના વચનોમાં તલ્લીન રહે છે. જેમ ઉત્તરસંડામાં પરમકૃપાળુદેવ આખી રાત પરમકૃતનું અદ્ભુત રટણ કરતા. તેમાં તલ્લીનતા એવી રહેતી કે ડાંસ મચ્છર ઘણા કરડે તો પણ શરીરનું કંઈ ભાન કે લક્ષ તેમને રહેતું નહીં. એમ સતબોઘનું માહાભ્ય ખરેખર લાગે ત્યારે દેહાદિ અન્ય સર્વને તે ભૂલી જાય છે. તે સ્વાધ્યાય અને ધ્યાનમાં રહે છે. શ્રુત તે સ્વાધ્યાય છે અને આત્માનો અનુભવ કરવો તે ધ્યાન છે. આ દ્રષ્ટિવાળાને શ્રી ગુરુના યોગે નિરંતર સ્વરૂપમાં રમણતા કરવાની દ્રઢ ઘારણા હોવાથી તેનું મન ભોગોમાં રાચતું નથી. ૧૯ પ્રભાષ્ટિમાં રવિ-તાપ સમ બોઘ સુનિર્મલ ધ્યાને રે, પરવશતા ફૅપ દુઃખ ટળે ત્યાં સ્વાથીન સુખ તે માણે રે; ક્રિયા અસંગ કરે ત્યાં યોગી, કષાય શાંત થવાથી રે, જાગે જ્ઞાનદશા ત્યાં જાદી, પ્રમાદ-દોષ જવાથી રે. ૨૦ અર્થ - સાતમી પ્રભાવૃષ્ટિ – આ દ્રષ્ટિમાં રવિ-તાપ એટલે સૂર્યના પ્રકાશ જેવું બોઘનું બળ હોય છે. તે જ્ઞાનની અત્યંત નિર્મળતા સૂચવે છે. આ દ્રષ્ટિમાં શ્રુતકેવળી જેવું જ્ઞાન હોઈ શકે છે. પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવને શ્રુતકેવળી પણ કહેતા. આ દ્રષ્ટિમાં યોગનું ધ્યાન નામનું અંગ પ્રગટે છે તેથી આ દ્રષ્ટિવાળાને ધ્યાનમાં અત્યંત પ્રીતિ હોય છે. પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં સમ્યક્દર્શનની નિર્મળતા દર્શાવી ત્યાં ચોથું ગુણસ્થાન ઘટે છે. તથા છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં શ્રુતજ્ઞાન એટલે સ્વાધ્યાયની મુખ્યતા દર્શાવી. ત્યાં પાંચમું, છછું ગુણસ્થાન ઘટે છે. અને આ સાતમી પ્રભાદ્રષ્ટિમાં ચારિત્રની અત્યંત નિર્મળતારૂપ ધ્યાનની મુખ્યતા છે તેથી સાતમું ગુણસ્થાન ઘટે છે. આ દ્રષ્ટિમાં તત્ત્વની પ્રતિપતિ નામનો ગુણ પ્રગટે છે. પ્રતિપતિ એટલે શુદ્ધાત્મસ્વરૂપ જેમ છે તેમ વિશેષ સ્પષ્ટ જણાય છે. તથા રોગ નામનો દોષ આ દ્રષ્ટિમાં દૂર થાય છે. રાગદ્વેષરૂપ ચારિત્રમોહ એ જ ખરો રોગ છે. એ જીવને મુંઝવે છે. એ ચારિત્રમોહ મંદ થાય તેમ તેમ સ્થિરતા રહે છે અને ધ્યાનનું સુખ અનુભવી શકાય છે. આ દ્રષ્ટિમાં કલ્પિત સુખ માટે ઇન્દ્રિયોની પરવશતા કરવારૂપ દુઃખ નાશ પામે છે. અને આત્મામાંથી ઉત્પન્ન થતાં સ્વાધીન સુખને સંજ્વલન કષાયની ઘણી મંદતા થવાથી ધ્યાનમાં લાંબા કાળ સુધી તે અનુભવી શકે છે. જો કે પાંચમી દ્રષ્ટિમાં આત્માનો અનુભવ થયેલ છે, પણ અહીં ચારિત્રમોહના વિશેષ નાશથી સ્થિરતાનુણ ધ્યાન દ્વારા પ્રગટે છે, તેથી દેહને આધીન પરવશ પૌદ્ગલિક સુખ તે દુઃખરૂપ મનાય છે. આ દ્રષ્ટિમાં નિજવશ આત્મધ્યાનમાં જે સમાધિસુખ અનુભવાય છે તે સાચા સુખનું વર્ણન કઈ રીતે કરી શકાય તેમ નથી. જેમ શહેરમાં ઘનવાન નગરજનો જે સુખ ભોગવે તે ભીલ વગેરે જેણે કદી શહેર જોયું નથી તેને ખ્યાલ આવી શકે નહીં. અથવા પતિનું સુખ કેવું હોય તેનો ખ્યાલ કુમારિકાને આવી શકે

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623