________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
વિચારણા જાગે છે એથી, શ્રવણ-ભાવ વળી વધતો રે, વ્યસની સમ સંકટ ના લેખે, દૃઢ આસન-જય કરતો ૨. ૧૩
અર્થ :— ગોમય એટલે ગાયના છાણનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે તેમ આ તારા નામની બીજી દૃષ્ટિમાં બોધનું બળ પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વધારે વાર ટકે છે; અને ભવ્યાત્મા પોતાનું આત્મકાર્ય ગુપચુપ કર્યા કરે છે.
૫૮૪
ત્રીજી બલાવૃષ્ટિ :– હવે ત્રીજી બલા નામની દૃષ્ટિમાં વાગ્ધારા એટલે સત્પુરુષની વાણીની ધારાનું બાળ કાષ્ટઅગ્નિ સમાન હોય છે. જેમ કાષ્ટ એટલે લાકડાનો અગ્નિ બળી રહે છતાં પાછળ અગ્નિ રહે તે કામ આવે છે. તેમ ઉપદેશનું નિમિત્ત ન હોય તો પણ પહેલા સાંભળેલું યાદ આવે છે. અને સત્ની માન્યતા એટલે શ્રદ્ઘા દૃઢ થતી જાય છે. સત્સંગમાં ન હોય, અન્ય કાર્ય કરતા હોય તો પણ મુમુક્ષુતા ટકી રહે છે. તથા સંસારના કાર્યો પ્રત્યે વૈરાગ્યભાવ જાગૃત રહે છે.
સત્પુરુષના બોઘથી ઉત્તમ નવીન સુવિચારણા જાગે છે. તેથી આ દૃષ્ટિવાળાને સુશ્રુષા નામનો ગુન્ન પ્રગટે છે. તેથી સત્પુરુષનો બોધ સાંભળવાની વારંવાર પ્રબળ ઇચ્છા રહ્યા કરે છે કે ફરી મને ક્યારે બોઘ સાંભળવાનો યોગ મળશે. અને પુરુષાર્થ કરીને પણ તેવું નિમિત્ત શોધીને મેળવે છે. તે બોધ સાંભળવાની ઇચ્છા કેવી પ્રબળ હોય છે તેનું અત્રે દૃષ્ટાંત આપે છે.
જેમ કોઈ નીરોગી યુવાન પોતાની સ્ત્રી સાથે બધી સુખ સામગ્રી સહિત બેઠો હોય અને કોઈ દેવતાઈ સંગીત સંભળાય તો તે સર્વે મૂકીને તે સાંભળવા જાય. તેને તે વિશેષ પ્રિય લાગે છે. તેમ આ દૃષ્ટિવાળાને ભલે રાજકુમાર જેવું સુખ હોય તો પણ ચેન ન પડે અને તત્ત્વ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી ત્યાં જાય અને શ્રીગુરુનો સારી રીતે વિનય કરે એવો તે સુવિનીત બની જાય છે.
વળી શ્રવણ-ભાવ એટલે સાંભળવાની ઇચ્છા દિનોદિન વધતી જાય છે. તે કેવી રીતે? તો કે આ દૃષ્ટિવાળાને બોથ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી, બોધનો પ્રવાહ કૂવામાંથી આવતી પાણીની સેર જેવું કામ કરે છે. કુવાની શેરમાંથી જેમ નવું નવું પાણી આવ્યા કરે તેમ બોધ શ્રવણની ઇચ્છાથી તેને નવી નવી વિચારઘારાઓ આવ્યા કરે છે. બૌઘ સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે થલ ગ્રૂપ એટલે પાણી વિનાના ખાલી ખાડા જેવું નકામું છે; અર્થાત્ શુશ્રુષા ગુણ એટલે સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે નવીન વિચારણા ઉત્પન્ન કરી શકે નહીં. તેથી તે નકામું છે. જ્યારે શુશ્રુષા ગુણ એવો છે કે સાંભળવાની ઇચ્છા હોવા છતાં સાંભળવાનું ન મળે તો પણ તેને લાભનું કારણ થાય છે. સત્પુરુષના વચન પ્રત્યે બહુમાન રુચિ અને તે વચનોનું મનમાં પ્રામાણિકપણું રહેવાથી તેના સહેજે કર્મના આવરણ ઘટે છે, બોધપ્રાપ્તિના અંતરાય ટળે છે અને વિના સાંભળ્યે પણ તેની કાર્યસિદ્ધિ થાય છે.
તે પર એક દૃષ્ટાંત જણાવે છે. જેમ કોઈ માણસ રાજાની પાસે આવી ફરિયાદ કરી જાય, ત્યારે રાજા સુતા હોય, ઉંઘતા હોય તેથી કંઈ સાંભળે નહીં, પણ પેલો માન્નસ રાજાને ફરિયાદ કરી આવ્યો એમ જાણી તેનું મહત્ત્વ વધી જાય અને પ્રતિપક્ષી પણ ડરી જઈ ઘરમેળે જ ઝઘડો પતાવી દે. તેમ માત્ર બોઘ સાંભળવાની ખરી ભાવનાથી પણ જીવની કાર્યસિદ્ધિ થાય છે.
બોઘ સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય અને સાંભળવાનું મળે તો તેનું મન બહુ રીઝે અને તન ઉલ્લસે એવો ઉમંગ આવે છે. તે એકતાન સ્થિર થઈને બોઘ સાંભળે અથવા વાંચે તેથી થોડામાં તે બહુ સમજે છે.