Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 605
________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮૫ જેમ પ.પૂ.પ્રભુશ્રીજીને છ મહીને પરમકૃપાળુદેવનો પત્ર મળે તો તેમનું મન રાજી રાજી થઈ જાય કે જાણે આજે તો નિથાન મળી ગયા. આવી તત્ત્વ સાંભળવાની ઇચ્છા વિના આત્માના ગુણની ગમે તેવી ઉત્તમ કથા પણ બહેરા આગળ કરેલા ગાનની જેમ નિષ્ફળ જાય છે. વ્યસની માણસ જેમ આવેલા સંકટને ગણકારતો નથી; તેમ આ દૃષ્ટિવાળાને ઘર્મ આરાઘનમાં ઘણું કરી કોઈ વિધ્ન નડતું નથી. અને કદાચ નડે તો તેને તે ગણકારતો નથી. વળી અનાચાર એટલે પાપમય પ્રવૃત્તિને સર્વથા ત્યાગી સદાચારમાં પ્રવર્તવાથી તેનો પુણ્ય પ્રભાવ પણ વધ્યો હોય છે, તેથી કાઈ તેનો અપયશ બોલે તો લોકો જ તેનો વિરોધ કરે કે એ એવો હોય નહીં. એમ આ દૃષ્ટિવંતના મહાભાગ્યનો ઉદય પ્રગટ જણાય છે. જ આ સૃષ્ટિવાળો આસનનો દૃઢ જય કરે છે. આ સૃષ્ટિમાં અસત્ તૃષ્ણા સહેજે ઘટે છે. તેથી મન અને શરીરની ચપળતા દૂર થાય છે. મન બોઘમાં તન્મય થવાથી તેની અસર શરીર ઉપર પણ થાય છે. શરીર પ્રત્યે તેની વૃત્તિ ન જવાથી જે સ્થિતિમાં શરીર હોય તે સ્થિતિમાં તે સ્થિર રહે છે. એમ તન મનની સ્થિરતા થવી તે આસન નામનું અષ્ટાંગ યોગનું એક અંગ છે, જે આ દૃષ્ટિવાળાને પ્રાપ્ત થાય છે. આસનની સ્થિરતા થવાથી ક્ષેપ એટલે ઘાર્મિક ક્રિયામાં ત્વરા અર્થાત્ ઉતાવળ કરવાનો દોષ આ દૃષ્ટિવાળાને દૂર થાય છે. તેથી ભક્તિ, સ્વાધ્યાય આદિ કાર્યમાં ઘીરજથી સ્થિરતાપૂર્વક તે પ્રવર્તન કરી શકે છે. હવે આગળ વધી તે ચોથી દૃષ્ટિમાં આવે છે. ।।૧૩।। : દીપ-પ્રભાસમ દીસાવૃષ્ટિ, ભવ-ઉદ્દેગ બહુ ધારે, પ્રાણાયામ લહે જૈવ ભાવે રેચક તે પાપ નિવારે; સદ્વિચારરૂપ પૂરક જાણો, કુંભક તે બોથ ટકાવે, સદ્ગુરુ સેવે, વ્રત ના વોર્ડ પ્રાણ જતાંય નિભાવે. ૧૪ અર્થ :— ચોથી દીપ્તાસૃષ્ટિ :–આ ચોથી દૃષ્ટિ લગભગ સમકિત પાસેની છે. આ દૃષ્ટિનું નામ દીસા છે. એમાં બોધનું બળ દિવાના પ્રકાશ જેવું છે. દીવો જેમ સ્વપર પ્રકાશક છે, તેમ આ દૃષ્ટિવાળો જીવ પોતે બોધને સમજે અને બીજાને પણ સમજાવી શકે એવાં બોધના બળવાળો હોય છે. છતાં દીવાનાં પ્રકાશમાં દોરી જોઈ જેમ સાપની ભ્રાંતિ થાય; તેમ આ દૃષ્ટિમાં બોઘની સમજ છે પણ અંતરનું મિથ્યાત્વ હજુ ખસ્યું નથી અર્થાત્ પુદ્ગલમાં સુખ છે એવી ભ્રાંતિ તેને હજુ સર્વથા દૂર થઈ નથી. તો પણ આ દૃષ્ટિવાળાને શ્રવણ નામનો ગુણ પ્રગટ થયો છે. તેથી જ્ઞાનીપુરુષ દ્વારા સમજાવેલ બોધરૂપ મધુર પાણીનું સિંચન થતાં, તેમાંથી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ સમકિતના બીજ એટલે લક્ષણો પ્રગટે છે. તેથી ભવ-ઉદ્વેગ એટલે સંસાર પ્રત્યે તે બહુ વૈરાગ્યભાવને ઘારણ કરનારો હોય છે. તથા અતત્ત્વશ્રવણ કે કુસંગતિ આદિને તે ખારા પાણીની જેમ દૂરથી જ તજે છે. આ દૃષ્ટિવાળો જીવ શ્રીગુરુની ભક્તિ અદ્રોહપણે કરે છે. માત્ર સમકિત અર્થે વિનય સહિત શ્રી ગુરુની આજ્ઞા આરાઘવી તે અદ્રોહ ભક્તિ છે. હું જાણી ગયો એમ માની અહંકાર કરી શ્રી ગુરુ પ્રત્યે કષાયભાવ રાખે તો તે દ્રોહ કર્યો ગણાય છે. આ દૃષ્ટિવાળો શ્રી ગુરુની સાચી ભક્તિથી તીર્થંકર ગોત્ર સુધીનું પુણ્ય પણ બાંધી લે છે. ડીસા દૃષ્ટિમાં આવવાથી ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. તેથી મન બીજે જતું નથી. ઉત્થાન

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623