________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
એક દિવસ આદર્શ-ભુવનમાં, પૂર્ણ શરીર શણગારી, ભરતેશ્વર નિજ રૂપ નિહાળે, સમજણની બલિહારી રે. પ્રભુજી
અર્થ :– એક દિવસ આદર્શ એટલે અરિસા ભુવનમાં શરીરનો પૂર્ણ શણગાર સજી ભરતેશ્વરે પોતાનું રૂપ નિહાળ્યું. તે જોતાં જ વિચાર જન્મ્યો તે ભરતરાજાની સમજણની બલિહારી સૂચવે છે. ।।૩૭। મયૂર કળા કરી નીચું જોતાં, તુચ્છ પિચ્છ સમ સરતી અંગુલીથી રત્ન-મુદ્રિકા, કાર્ય અપૂર્વ સૂચવતી રે. પ્રભુજી
અર્થ ઃ– જેમ મોર કળા કરી નાચ કરતો હોય ત્યારે તુચ્છ એવું એક પીંછુ સરી પડે તેમ ભરતેશ્વરની આંગળીમાંથી રત્નની મુદ્રિકા એટલે વીંટી સરી પડી. તે અપૂર્વ એવા આત્મકાર્યને સૂચવનારી સિદ્ધ થઈ. ।।૩૮।।
ચંદ્ર-કલા ચંદ્રિકા વિના, દીસે દિવસે જેવી,
દર્પણમાં અંગુલી દેખી, ભરતે અશોભ્ય એવી રે. પ્રભુજી
અર્થ :— જેમ ચંદ્રની કલાઓ ચંદ્રિકા એટલે ચાંદની વિના, દિવસમાં શોભા પામે નહીં, તેમ ભરતરાજાએ મુદ્રિકા વિનાની આંગળીને દર્પણમાં અશોભ્યમાન દીઠી. ।।૩૯।।
કારણ શોધી નીચે જોતાં પતિત મુદ્રિકા દેખે, વિચાર-માળા ત્યાં ઊભરાતી, સમજણ લાવે લેખે ૨ે. પ્રભુજી
૫૬૩
અર્થ :— અહો! આ આંગળી શોભા રહિત કેમ છે ? તેનું કારણ શોધી નીચે જોતા મુદ્રિકાને પડેલી દીઠી. તે જોઈને વિચારની હારમાળા એક પછી એક ઊભરાવા લાગી. તેના ફળસ્વરૂપ ભરતેશ્વરે પોતાની સભ્યસમજણને લેખે લગાડી દીઘી. ।।૪૦।।
અદ્ભુત વિચા૨-પ્રેરક થઈ તે : “અશોભ્યતા છે શાની?
પ્રમાણ-ભૂત કરી સમાં આજે, વીંટી શાર્ની નિશાની રે?’’ પ્રભુજી
અર્થ :— તે મુદ્રિકા અદ્ભુત વિચારને પ્રેરણા આપનાર સિદ્ધ થઈ. આ આંગળીની અસુંદરતા ખરેખર શાને લઈને છે? તેનું પ્રમાણ શોધી આ વાતને જેમ છે તેમ આજે સમજુ કે આ વીંટી શાની નિશાની છે? એનાવડે હાથ શોભે છે કે કોઈ બીજી રીતે? ૫૪૧||
એમ વિચારી અન્ય અંગુલી, વીંટી રહિત કરે તે, તે પણ તેવી અડવી લાગે, અશોભ્ય હાથ ઠરે છે રે. પ્રભુજી
અર્થ :– એમ વિચારી ભરતેશ્વરે બીજી આંગળીને પણ વીંટીરહિત કરી કે તે પણ તેવી જ અડવી જણાઈ અર્થાત્ હાથ અશોભ્યમાન ઠર્યો. ॥૪૨॥
મણિ વિનાના ફણી સમા કર દેખી, મુકુટ ઉતારે,
કલશ વિના દેવાલય જેવી શરીર શોભા ઘારે રે. પ્રભુજી
અર્થ :– મણિ વિના સર્પની ફણા જેવા હાથ અશોભ્યમાન જોઈ, ભરતેશ્વરે મસ્તક ઉપરથી માણિક્યનો મુકુટ ઉતાર્યો કે જેમ કલશ વિના દેવાલય શોભે નહીં. તેમ મુકુટ વિના શરીર શોભારહિત જણાયું. ॥૪॥