Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 581
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૧ તેથી તીર્થ અગમ્ય થયું તે સ્ફટિક-શિખર જન દેખે, સ્ફટિકાદ્રિ, કૈલાસ કહે જન, અતિશય તીર્થ જ લેખે રે. પ્રભુજી અર્થ – એક એક યોજન ઊંચા પગથિઆના કારણે તે અષ્ટાપદ અગમ્ય તીર્થ બની ગયું. તે ઉપર મનુષ્યો જઈ શકે નહીં. પણ તેનું સ્ફટિક જેવું શિખર જોઈને લોકો તેને સ્ફટિકાદ્રિ એટલે સ્ફટિક જેવો અદ્રિ કહેતા પર્વત તથા કૈલાસ પર્વત પણ કહેવા લાગ્યા. તે અષ્ટાપદ તીર્થને લોકો અતિશયવાળું મહાન તીર્થ ગણવા લાગ્યા. //ર૩ll. પ્રથમ પૂજૉ કરી ભરતજીં હર્ષે સ્તવે ઋષભ સ્વામીને, જાણે પ્રગટ પ્રભુની સામે બોલે ઊભા રહીને રે : પ્રભુને અર્થ - મંદિરમાં સર્વ તીર્થંકર પ્રતિમાઓની પ્રથમ પૂજા શ્રી ભરતજીએ કરી. પછી તેઓ શ્રી ઋષભસ્વામીને હર્ષોલ્લાસપૂર્વક સ્તવવા લાગ્યા ત્યારે જાણે પ્રત્યક્ષ પ્રભુની સામે જ ઊભા રહીને બોલતા હોય એમ જણાયુ. ||૨૪|| “જગ-સુખ-સાગર અતિ ઉપકારી, સૂર્ય સમા હિતકારી, સચરાચર-જગ-ઉન્નતિ-કર્તા, અમને લ્યો ઉદ્ધારી રે. પ્રભુજી અર્થ – સ્તુતિ કરતા પ્રભુ પ્રત્યે ભરત ચક્રી બોલ્યા કે હે પ્રભુ! આપ જગતના જીવોને સુખ આપવામાં સાગર સમાન ઉપકારી છો, સૂર્ય સમાન વિશ્વનું હિત કરનારા છો. જગતમાં રહેલા સચર એટલે હાલતા ચાલતા તથા અચર એટલે એકેન્દ્રિયાદિ સર્વ જીવોની આપ ઉન્નતિ કરનાર છો. માટે અમારો પણ હે પ્રભુ આપ ઉદ્ધાર કરો. રપા નરકે પણ ક્ષણ સુખની લહાણી, પ્રતિ-કલ્યાણક કાળે પહોંચે પ્રભુજી આપ પ્રભાવે; સુદ્રષ્ટિ તમને ભાળે રે. પ્રભુજી અર્થ - ભગવાનના પ્રત્યેક કલ્યાણક કાળે નરકમાં પણ ક્ષણ માત્ર સુખની લ્હાણી આપ પ્રભુજીના પ્રભાવે થાય છે. તે વખતે નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિ જીવો તમારી સ્મૃતિને પામે છે. ૨૬ાા આર્ય-અનાર્ય જનોને સરખા, પવન સમા ઉપકારી; મોક્ષ વિષે ઉપકારી કોને? ત્યાં ગયા શું વિચારી રે? પ્રભુજી અર્થ - હે પ્રભુ! આપ અહીં હતા ત્યારે આર્ય અનાર્ય સર્વ જનોને પવન સમાન સરખા ઉપકારી હતા. હવે મોક્ષમાં આપ કોનો ઉપકાર કરી શકો? ત્યાં શું વિચારીને ગયા? ગરબા આપ પ્રતાપે ઉત્તમ તે સ્થળ, મર્ય-લોક આ સાચો, વિશ્વ-હિતકર બોઘ તમારો, તેમાં મુજ મન રાચો રે. પ્રભુજી અર્થ - આપના પ્રતાપે આ મૃત્યુલોક પણ ઉત્તમ છે કે જે સ્થળમાં આપનો આખા વિશ્વને હિતકારી બોઘ મળી શકે. મારું મન તો આપના બોઘમાં જ રાચી રહો એમ ઇચ્છું છું. ૨૮ાા બોઘરૃપી કર લંબાવીને પ્રગટ હજી, પ્રભુ, તારો, રૂપસ્થ-ધ્યાને પ્રગટ દસો છો, એ આઘાર અમારો રે. પ્રભુજી અર્થ – હે પ્રભુ! બોઘરૂપી પ્રગટ હાથ લંબાવીને હજી મને તારો. રૂપસ્થ-ધ્યાને એટલે મૂર્તિસ્વરૂપે

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623