________________
૫ ૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
આપનું રૂપ આજે પણ પ્રગટ દેખાય છે. એ અમારે આઘારરૂપ છે. તેના આઘારે અમે તમારા ગુણોનું ધ્યાન કરીએ છીએ. રાજા
મમતારહિત થઈ પ્રભુ, આપે સૌ સંસાર તજ્યો છે,
તોપણ મુજ મન તમે તજો ના, મેં વિચાર ભજ્યો એ રે.” પ્રભુજી અર્થ - મમતારહિત થઈ હે પ્રભુ! આપે સકળ સંસારનો ત્યાગ કર્યો છે. તો પણ મારા મનમાંથી આપ જશો નહીં. એ વિચારને મેં ભજ્યો છે, અર્થાત વારંવાર વિચારીને મેં દ્રઢ કર્યો છે. [૩૦ના
ચોવીસે જિન સ્તવી અયોધ્યા, ગયા ઉદાસીન મનથી,
સમજાવે મંત્રી સૌ મળીને, નૃપને શાંત વચનથી રે : પ્રભુજી અર્થ - ભરતચક્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીસેય જિનેશ્વરોને ભાવભક્તિપૂર્વક સ્તવી ઉદાસીન મનથી અયોધ્યા ગયા. ત્યાં સર્વ મંત્રીઓ ભેગા થઈ શાંત વચનથી ભરતરાજાને સમજાવા લાગ્યા. /૩૧ાા
“હે ભરતેશ્વર, ઋષભપિતાએ, વ્યવહારનીતિ ચલાવી,
પશુ સમ જનને શિખામણ દઈ, દયા ઉરે અતિ લાવી રે. પ્રભુજી અર્થ - હે ભરતેશ્વર! ઋષભપિતાએ વ્યવહારનીતિ ચલાવી પશુને જેમ શિક્ષા આપે તેમ યુગલિકોને હૃદયમાં અત્યંત દયા લાવી સર્વ શિખામણ આપી છે. ૩રા
દીક્ષા લઈ, કેવળપદ પામી, બહુ જન ઘર્મી બનાવ્યા,
કૃતકૃત્ય થઈ, બહુ જન સંગે, મોક્ષનગર સિઘાવ્યા રે. પ્રભુજી અર્થ - અવસર આવ્ય દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, તીર્થંકર થઈને ઘણા જીવોને ઘર્મી બનાવ્યા. અંતે કરવાનું છે તે સર્વ કરી લઈ ઘણા જીવોની સાથે પ્રભુ મોક્ષનગરે પઘાર્યા છે. આ૩૩ાા
પરમ પ્રભુને પગલે ચાલો, શોક કર્યે શું વળશે?
ઉત્તમ ગુણ અંગીકૃત કરતાં, દોષ આપણા ટળશે રે.” પ્રભુજી અર્થ – એવા મહાન પ્રભુને પગલે ચાલવામાં આપણું હિત છે. શોક કરવાથી કંઈ વળે એમ નથી. ભગવાનના ઉત્તમ ગુણોને અંગીકાર કરવાથી આપણા દોષો ટળશે. ૩૪||
શોકાકુલ મન શાંત કરીને, ભક્તિમાં મન રાખે,
“જિનપતિ, જિનપતિ' જપતાં જપતાં, સ્વરૂપ-સુખ તે ચાખે રે. પ્રભુજી અર્થ - શોકાકુલ મનને શાંત કરી જો પ્રભુ ભક્તિમાં રાખે તથા જિનપતિ, જિનપતિ નામનો જાપ જપ્યા કરે તો પોતાના સ્વરૂપ-સુખનો સ્વાદ ચાખી શકે. ૩પા.
વાદ્ય, નૃત્ય, નાટક, સંગીતે વચન તનું વર્તાવે,
વૈરાગ્યે ભરપૂર ભરત-ઉર, ક્યાંય મીઠાશ ન લાવે રે. પ્રભુજી અર્થ :- વાદ્ય એટલે વાજિંત્ર, નૃત્ય, નાટક કે સંગીત આદિમાં વચન અને શરીર પ્રવર્તાવવા છતાં ભરતેશ્વરનું હૃદય વૈરાગ્યવડે ભરપૂર હોવાથી કોઈ પદાર્થમાં મીઠાશ લાવતું નથી. અર્થાત આસક્તિ પામતું નથી. ૩૬ાા