Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 589
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૯ વૈરાગ્યથી ભરપૂર ઘર્મદેશના વડે ભવ્ય પ્રાણીઓને એક લાખ પૂર્વ સુઘી સમજાવતાં અંતે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. II૭૮ શરદમેઘ સમ વૃષ્ટિ કરતા, કૈલાસે શૈલેશી અંતિમ ક્રિયા કરતા દીસે મુનિવર ભરત અલેશી રે. પ્રભુજી અર્થ - શરદઋતુના મેઘ સમાન બોઘની વૃષ્ટિ કરતાં કૈલાસ એટલે અષ્ટાપદ પર્વત ઉપર જઈ વિધિ સહિત ચર્તુવિઘ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે શ્રી ભરત મુનિવર શૈલેશીકરણની અંતિમ ક્રિયા કરતા અલેશી એટલે વેશ્યા વગરના થયા. II૭૯થા. ત્રણે યોગની ક્રિયા રોકી નિઃસ્પૃહ સિંહ સમા તે, તન-પિંજરમાં સ્થિર થઈ ઊભા, સુખી સર્વે વાતે રે. પ્રભુજી અર્થ :- મન વચન કાયાના ત્રણે યોગની ક્રિયાને રોકી નિસ્પૃહ એવા ભરત મહામુનિ, તનરૂપી પિંજરામાં જેમ સિંહ અલિપ્ત બેસી રહે તેમ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિરપણે ઊભા રહ્યા. તે સમયે તેઓ સર્વ પ્રકારે સુખી હતા. ૮૦ના આયુ-અંતે એક સમયમાં લોક-શિખર સિઘાવ્યા, ઇન્દ્રાદિ દેવો તે જાણી, ઉત્સવ કરવા આવ્યા રે. પ્રભુજી અર્થ - આયુષ્યના અંતે એક સમયમાં ભરત કેવળી લોકના શિખર ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ઇન્દ્રાદિ દેવોએ પણ આવી કેવળજ્ઞાનનો ઉત્સવ કર્યો. ભરતેશ્વરે સિત્તોતેર લાખ પૂર્વ કુમારપણામાં નિર્ગમન કર્યા, જ્યારે પિતાશ્રી ઋષભદેવ રાજ્ય કરતા હતા. શ્રી ઋષભદેવ દીક્ષા લઈ એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. ત્યારે એક હજાર વર્ષ સુઘી ભરતેશ્વરે માંડલિક રાજા તરીકે કાળ નિર્ગમન કર્યો. પછી છ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ જૂન એટલો સમય ચક્રવર્તીપણામાં પસાર થયો. કેવળજ્ઞાન થયા પછી એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિચરી ભવ્યોને બોઘદાન આપ્યું. એમ કુલ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મહાત્મા ભરતેશ્વર મોક્ષપદને પામ્યા. ૧૮૧ ઋષભસેન આદિ ગણઘર પણ સિદ્ધિ પામ્યા સર્વે, અર્કકીર્તિ આદિ રાજાઓ ઘારે ઘર્મ અગર્વે રે. પ્રભુજી અર્થ :- ઋષભસેન આદિ ગણઘરો પણ સર્વે મોક્ષ સિદ્ધિને પામ્યા. તથા અર્કકીર્તિ આદિ રાજાઓએ અભિમાન રહિત થઈ આત્મઘર્મને અંગીકાર કર્યો. II૮રા. ભારત-પવિત્રિત અરીસાભવને, અનેક વંશજ બૂકયા, સર્વ કર્મ હણવા તે વીરો, પૂર્ણ શક્તિએ ઝૂઝયા રે. પ્રભુજી અર્થ :- ભરતેશ્વરે કેવળજ્ઞાન પ્રગટાવી જે અરીસાભવનને પવિત્ર કર્યું તે જ અરીસાભવનમાં તેમના અનેક વંશજો બૂઝયા. ભરતેશ્વરના રાજ્યાસન ભોગીઓ ઉપરાઉપરી એ જ આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. અંતિમ દંડવીર્ય રાજા સુઘી કેવળજ્ઞાન પામ્યા. સર્વ કર્મો હણવા અર્થે તે વીરો પોતાની પૂર્ણ શક્તિનો ઉપયોગ કરી કર્મોની સામે ઝૂક્યા અને તેનો પરાજય કરી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. I૮૩મા

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623