Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 579
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૫૯ અર્થ :- પિતા શ્રી ઋષભદેવની મોક્ષ મેળવવાની જ ભાવના હતી તે ફળી. માટે તે સંબંધી કિંચિત પણ શોક કરવો ઘટારત નથી. માત્ર કોઈ શત્રુ હોય તે બીજાને સુખી જોઈ કદી શોક કરે; પણ આપણે તો પ્રભુના સ્વજન છીએ માટે પ્રભુ અનંતસુખને પામ્યા એમ જાણી સર્વને આનંદ થવો જોઈએ. લા. પિતા-સ્નેહ તો અલ્પ સમયનો, સ્નેહ દેવનો લાંબો, ગર્ભકાળથી સેવા કરતા, જાણી અમૃત-આંબો રે. પ્રભુજી અર્થ - આપણો પિતા તરીકેનો સ્નેહ તો અલ્પ સમયનો છે, જ્યારે દેવોનો ભગવાન પ્રત્યેનો સ્નેહ તો ઘણા લાંબા કાળનો છે. તે દેવો, ઇન્દ્રો આદિ ભગવાનને અમૃતનો આંબો જાણી ગર્ભકાળથી તેમની સેવા કરે છે. ||૧૦ના. ગાઢ ભક્ત સુર ભસ્મ કરી તન, નૃત્યાનંદ કરે છે, વીતી વાત વિસારી, ભક્તિ કરતાં શોક ટળે છે રે. પ્રભુજી અર્થ - એવા ગાઢ ભક્ત દેવો પણ ભગવાનના શરીરનો અગ્નિસંસ્કાર કરી, નિર્વાણકલ્યાણક નિમિત્તે નૃત્ય કરી આનંદ કરે છે. તેમ તમે પણ ભગવાનનો દેહ છૂટી ગયો એ વાતને વિસારી ભગવાનના શાશ્વત શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરી તેમની ભક્તિ કરો તેથી તમારો પણ આ શોક ટળી જશે. ૧૧ાા પિતા પ્રથમ જિન, તમે ત્રિજ્ઞાની, શાને શોક વઘારો? શીધ્ર ઇન્દ્ર અગાઉ મોક્ષે આપ જનાર, વિચારો રે. પ્રભુજી અર્થ - આપણા પિતા આ અવસર્પિણી કાળના પ્રથમ જિનેશ્વર છે. અને તમે મતિશ્રુતઅવધિ એવા ત્રણ જ્ઞાનના ઘર્તા છો. તો આ શોકને હવે શા માટે વઘારો છો. ઇન્દ્ર કરતાં પણ આપ પહેલા શી મોક્ષે જનાર છો; તેનો વિચાર કરો. ||૧૨ાા તમે સંસારસ્વફૅપ સમજો છો, હે! ભરતેશ્વર ભાઈ, કર્મ-ભારથી ભૂલો શાને? કોને કોની સગાઈ રે? પ્રભુજી, અર્થ - હે! ભરતેશ્વર ભાઈ, તમે તો આ સંસારનું સ્વરૂપ સમજો છો. તો કર્મના ભારથી હવે કેમ ભૂલો છો? આ સંસારમાં કોને કોની સગાઈ શાશ્વત રહી છે? I૧૩. અનંતકાળથી ભવ ભમતાં બહુ માતપિતા તો મળિયાં, મોહવશે મારાં માન્યાથી, નહિ ભવ-ફેરા ટળિયા રે. પ્રભુજી અર્થ - અનંતકાળથી આ સંસારમાં ભટકતાં ઘણા માતાપિતા મળ્યા. તેમને મોહવશ મારા માન્યાથી આ સંસારમાં જન્મમરણના ફેરા હજુ ટળ્યા નથી. /૧૪|| ઋષભદેવ ત્રિભુવનપતિનું તન કર્માધીન હતું તે, સદા રહે નહિ તે તો જાણો, કર્મો ગયે જતું તે રે. પ્રભુજી, અર્થ - ત્રિભુવનપતિ શ્રી ઋષભદેવનું શરીર તો કર્માઘાન મળેલું હતું. તે સદા રહી શકે નહીં એ તો તમે જાણો છો. કર્મો નાશ પામે તે શરીર પણ જતું રહે છે. /૧૫ જ્ઞાની ત્યાજ્ય ગણે શરીરાદિક, શરીર જણાતું નજરે, દર્શન હૃદયે નિત્ય કરીને, સુજ્ઞ શોક પરિહરે રે. પ્રભુજી શા

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623