Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 576
________________ ૫૫૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ કલ્પવૃક્ષનાં રે નવ-કુસુમો વડે વધાવે દેવી-દેવ, પુષ્પપુંજથી રે પ્રભુનો દેહ તો, ન દેખાતો; શી સેવ!જાગો અર્થ :– દેવ દેવીઓ કલ્પવૃક્ષના નવીન ફૂલોવડે પ્રભુના દેહને વધાવવા લાગ્યા. તેથી પુષ્પના પુંજોથી પ્રભુનો દેહ જ દેખાતો નથી. અહો! દેવોની પ્રભુ પ્રત્યે કેવી સેવા-ભક્તિ છે. ।।૧૧૨।। કિન્નર-લલના રે ભક્તિ તણાં ગીતો કરુણરસે શું ગાય! નાગ-કુમા૨ી૨ે નાચે કળા-ભરી, સૌને આશ્ચર્ય થાય. જાગો અર્થ :— કિન્નર જાતિની દેવીઓ ભક્તિના ગીતો એવા કરુણરસથી ગાય કે સહુના હૃદયને સ્પર્શી જાય. વળી નાગકુમારી દેવીઓ એવી કળાથી નાચે કે જે જોઈ સૌને આશ્ચર્ય થાય. ।।૧૧૩।। ચંદનકાષ્ઠે રે ચિતા કરી રૅડી, પધરાવે જિનદેહ, અગ્નિ-કુમારે રે મુકુટમણિ ઘસી પ્રભુ-પદે, લગાડી ચેહ. જાગો અર્થ :— ચંદના કાષ્ઠવડે રૂડી ચિતા બનાવી તેમાં પ્રભુના દેહને પધરાવ્યો. પછી ઇન્દ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાએ પ્રભુના ચરણે પોતાનો મુકુટ મણિ ઘસીને ચેહ એટલે ચિતામાં અગ્નિનો સંચાર કર્યો. ।।૧૧૪।। માનવભવ ના ૨ે જાણે મળ્યો ગણી, થરથરે ભવ-ભયભીત, ત્રાસી સંસારે ૨ે જ્વાળા પ્રભુ-પદે વળગે વા૨ અગણિત. જાગો અર્થ – મને માનવભવ મળ્યો નહીં એમ જાણીને સંસારના દુઃખોથી ત્રાસી ભયભીત થયેલી થરથરતી એવી જ્વાળા તે પ્રભુના ચરણમાં અગણિત વાર વળગવા લાગી, અર્થાત્ પ્રભુનું શરણ શોધવા લાગી. ।।૧૧૫।। જમણી બાજુ રે ગણઘરો ની ચિતા પૂજ્ય, મનોહર રચાય, ડાબી બાજું રે સર્વે મુનિ તણી ઉત્તર ક્રિયા કરાય. જાગો અર્થ :– પ્રભુની જમણી બાજુ પૂજ્ય ગણધરોની મનોહર ચિતા રચાઈ તથા ડાબી બાજુ સર્વે મુનિઓની ઉત્તર ક્રિયા એટલે છેલ્લી અગ્નિદાહની ક્રિયા કરવામાં આવી. ।।૧૧૬॥ કપૂર તથા ઘી રે જ્વાળા વઘારતાં ચિતામાંહિ હોમાય, જાય હ્યૂમાડો રે ગગનમાં ઊડતો, શું અગ્નિ-મલ મુકાય ! જાગો અર્થ :— અષ્ટાપદ પર્વત ઉપર દેવતાઓ ચિતામાં પુષ્કળ કપૂર તથા ઘી, જ્વાળાને વધારવા માટે હોમવા લાગ્યા. પ્રભુની ચિતાનો ધૂમાડો ઊડતો જાય છે. તે શું પ્રભુના દેહને સ્પર્શી અગ્નિનો મેલ ધૂમાડારૂપે થઈ ઊડી રહ્યો છે! ।।૧૧૭ના ચૌદશ કાળી રે માહ માસે હતી, મશાલ સમો કૈલાસ, દૂર દૂરથી રે દર્શન ઘણા કરે, જાણ્ણ કલ્યાણક ખાસ. જાગો અર્થ :– મહા મહિનાની કાળી ચૌદસના દિને પ્રભુના દેહનો અગ્નિ સંસ્કાર થયો ત્યારે કૈલાસ એટલે અષ્ટાપદ પર્વત સળગેલી મશાલ જેવો જણાતો હતો. દૂરદૂરથી અગ્નિની જ્વાળાઓને જોઈ, પ્રભુનું ખાસ નિર્વાણ કલ્યાણક જાણીને ઘણા લોકો દર્શન કરતા હતા. II૧૧૮।।

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623