________________
૨૪૬
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
હું છ પદનો નિશ્ચય થવા બળવાન યત્નો આદરું, પણ માર્ગ-દર્શક આપ તેમાં, વચન અનુભીનું ખરું. ૧
=
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં હું હૃદયમાં ઉલ્લાસભાવ ધારણ કરીને નમસ્કાર કરું છું. જન્મ જરા મરણથી રહિત એવા પરમપદરૂપ મોક્ષપદને પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, એ વાતને અંગીકાર કરીને, હું છ પદના નિશ્ચયને દૃઢ કરવા માટે બળવાન પ્રયત્નો આદરું, પણ હે કૃપાળુ! આપના જેવા અનુભવી પુરુષોના વચનની માર્ગદર્શકરૂપે તેમાં અત્યંત આવશ્યક્તા છે, કેમકે હું મોક્ષમાર્ગનો સાવ અજાણ છું. ||૧||
શ્રી સત્પુરુષોનાં વચન અર્મી તુલ્ય મુદ્રા એ, અહો!
શ્રી સત્સમાગમ એ અહો! મુજ લક્ષ ચોરાશી દહો;
એ લક્ષ ચોરાશી ભી નરભવનકનારે આવતા સુષુપ્ત ચેતનને હજીયે દેહ-ભાવો ભાવતા. ૨
અર્થ - · અહો ! શ્રી સત્પુરુષોના અમૃત સમાન વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, અહો કહેતા તે આશ્ચર્યકારક છે કે જે મારા ચોરાશી લાખ જીવયોનીમાં થતા અનાદિકાળના પરિભ્રમણને ટાળવા સમર્થ છે. એ ચોરાશી લાખ જીવયોનીમાં ભમી ભમીને હવે આ મનુષ્યભવરૂપી સમુદ્રના કિનારે આવી પહોંચ્યું છું, છતાં હજીએ સુષુપ્ત એટલે મોહનીદ્રામાં સુતેલા એવા મારા આત્માને દેમાં રમણતા કરવાના જ ભાવો પ્રિય લાગે છે.
“અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્ઝમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તો !'' (વ.-૬૩૪) ||૨||
જાગ્રત કરાવે આત્મ-ભાવો. સત્પુરુષો બોધી, જો, ભાન ભૂલવે સંગ અવળા, સ્થિરતા સત્સંગથી;
પ્રેરે સ્વભાવ અપૂર્વ ને નિર્દોષ દર્શન માત્રથી, પ્રીતિ સ્વરૂપ તણી જગાવી અપ્રમત્તે સાંકળી. ૩
અર્થ :– સત્પુરુષો પોતાના બોધબળે મારા આત્મભાવોને જાગૃત કરે છે છતાં ‘અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.' તે ભાવોની જાગૃતિ સત્સંગવડે થઈ શકે. સત્પુરુષોના વચનામૃતો, પૂર્વે કદી પ્રાપ્ત થયા નહીં એવો અપૂર્વ આત્મસ્વભાવ તેને પામવાની પ્રેરન્ના આપે છે તથા વીતરાગ મુદ્રા દર્શનમાત્રથી પણ નિર્દોષ છે, તે પોતાના વીતરાગ સ્વરૂપની પ્રતીતિ એટલે શ્રદ્ધા જાગૃત કરાવી, સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલી સંયમરૂપ ઘ્યાન અવસ્થાને પ્રગટાવવા સમર્થ છે. ।।૩।। વીતરાગ, નિર્વિકલ્પ ભાવ જગાવી દે એ પૂર્ણતા, અંતે અયોગી ભાવથી દે પુર્ણ સુખે સ્થિરતા. આવા અપૂર્વ સુયોગનો લઈ લાભ ના અટકું હવે, પુરુષાર્થ કરી તેવો બનું, બીજા બીજું છોને લવે. ૪