________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૧૩
આસ્રવ કરાવે છે.
પાંચમું આયુષ્યકર્મ બેડી સમાન છે. બેડીથી બંધાયેલ પ્રાણી બીજે જઈ શકે નહીં, તેમ જીવ નરક, તિર્યંચ, મનુષ્ય કે દેવ આ ચાર ગતિમાંથી આયુષ્ય પૂર્ણ થયા પહેલા એકથી બીજી ગતિમાં જઈ શકે નહીં. આ કર્મ આત્માના અક્ષય સ્થિતિગુણને રોકે છે તથા નવીન કર્મના આસ્રવનું કારણ થાય છે. ૬૧ાા
ત્રાણું ભેદો નામના જી, ચિત્રકાર દૃષ્ટાંત,
ઉચ્ચ, નીચ બે ગોત્ર છે જ, ઘટાદિ વાસણ-જાત. જીંવ, જોને. અર્થ :- છઠ્ઠી નામકર્મના ત્રાણું ભેદ છે. આ કર્મ ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર, મનુષ્ય, દેવ, હાથી, નારકી આદિના ચિત્રો દોરે તેમ નામકર્મ અરૂપી એવા આત્માના શરીર, જાતિ, ગતિ આદિના અનેક રૂપો તૈયાર કરે છે. આ કર્મ આત્માના અરૂપી ગુણને રોકે છે, તથા નવીન કર્મનો આસ્રવ કરાવે છે.
સાતમાં ગોત્રકર્મના બે પ્રકાર છે. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. આ કર્મ કુંભારના ઘડા જેવું છે. કુંભાર એક જ માટીમાંથી ઘડા બનાવે છતાં એક ઘડાનો ઉપયોગ ઘી ભરવા માટે થાય છે અને બીજાનો ઉપયોગ નીંદ્ય એવા દારૂ ભરવા માટે પણ થાય છે. તેમ જીવ આ કર્મના આધારે ઉચ્ચ, નીચ કુલમાં જન્મ પામે છે. આ કર્મ આત્માના અગુરુલઘુ ગુણને રોકે છે અને નવીન કર્મ આસ્રવનું કારણ બને છે. ફરા
“અંતરાયના પાંચ છે જી ભેદો; વારે જેમ
ઇનામ દેતાં નૃપને જ પ્રઘાન, વિધ્રો તેમ. જીંવ, જોને અર્થ - આઠમા અંતરાયકર્મના પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. આ કર્મ રાજાના ભંડારી જેવું છે. રાજાને દાન દેવાની ઇચ્છા હોવા છતાં ભંડારી તેમાં વિપ્ન ઉપસ્થિત કરે, તેમ આ કર્મ આત્માના અનંત વીર્ય ગુણને રોકે છે. તથા નવીન કર્મ આસ્રવનું કારણ બને છે. જેમ ભોજ રાજાને દાન આપતાં તેનો પ્રઘાનમંત્રી વિપ્ન કરે છે. અને કહે છે કે આપત્તિકાળ માટે ઘનનો સંગ્રહ કરો. પણ રાજા કહે આપત્તિ આવશે ત્યારે ઘન હશે તે પણ જતું રહેશે. માટે છે ત્યાં સુધી દાન કરી પુણ્યનો સંગ્રહ કરી લેવો, જેથી આપત્તિ પણ દૂર ભાગશે. ૬૩ાા
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને જી પ્રદેશ એવા ચાર,
મુખ્ય બંઘના ભેદ છે જી; વિશેષથી વિસ્તાર. જીંવ, જોને અર્થ :- આત્માને કર્મબંઘ મુખ્ય ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંઘ, અનુભાગબંઘ અને પ્રદેશબંઘ. (૧) પ્રકૃતિબંધ એટલે બંઘાતા કર્મોનો કેવો સ્વભાવ છે તેનું નક્કી થયું છે. જેમકે જ્ઞાનાવરણીય કર્મનો આત્માના જ્ઞાનગુણને રોકવાનો સ્વભાવ છે તે (૨) સ્થિતિબંઘ એટલે બંઘાયેલું કર્મ કેટલા કાળ સુધી આત્મપ્રદેશોની સાથે રહી પોતાનો વિપાક બતાવશે તેની કાળમર્યાદાનું નિશ્ચિત થવું તે (૩) અનુભાગબંઘ એટલે બંઘાયેલા કર્મો, કાળમર્યાદા સુધી તીવ્ર રસ કે મંદ રસે કેવા રસપૂર્વક આત્માને સુખ દુઃખનો અનુભવ કરાવશે તે. (૪) પ્રદેશબંધ એટલે બંધાયેલા કોં કેટલા પુદગલ સ્કન્ધના બનેલા છે તેના નાના મોટા જથ્થાનું પ્રમાણ નક્કી થવું તે. આત્મા સાથે કમોંનો પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘ મન વચન કાયાના યોગથી થાય છે અને સ્થિતિબંઘ તથા અનુભાગબંઘ કષાયના પરિણામથી થાય છે. ૬૪
અરૂપી ગુણ જીવનો જી, સર્વ શરીર-રહિત, કર્મબંઘ ટાળી વરે જી, સિદ્ધિ તે જીંવ-હિત. જીંવ, જોને.