Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 554
________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૩૫ અર્થ :- કર્મરૂપી પુદગલ સમૂહના સંગથી આ જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી, અનાદિકાળથી અજ્ઞાનવશ ચારગતિમાં ભટક્યા કરે છે. જીવના જાણપણાના જ્ઞાનગુણને લીધે આ દેહને દેખી, મોહે એટલે વિપરીત જ્ઞાનના કારણે આ દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. એ જ જીવનું અજ્ઞાન છે. //૮૮ાા. દેહાધ્યાસે દેહ-સુખાદિ, શોથે જીવ અનાદિ રે, દેહ વેદના-મૂર્તિ માનો, દે ક્ષણિક સુખાદિ રે. પરોવ૦ અર્થ - આપણો આત્મા અનાદિકાળના દેહાધ્યાસને લીધે આ દેહને કેમ સુખ ઊપજે તેના કારણોને જ શોધ્યા કરે છે. પણ આ દેહને વેદનાની મૂર્તિ માનો, કેમકે રોગ વૃદ્ધાવસ્થાને રહેવાનું સ્થાન આ દેહ જ છે, તથા મળમૂત્રની ખાણ છે. આ દેહ જીવને શાતાવેદની કે અશાતા વેદનીના ક્ષણિક સુખ દુઃખાદિને આપનાર છે. ૮૯ો. સદ્ગુરુ-સેવાયોગે, બોથે, મોહ-જોર હઠી જાતું રે, વિપર્યાસ અનાદિ ટળતાં, સ્વરૅપ શુદ્ધ સમજાતું રે. પરો. વ. અર્થ :- સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાનો યોગ બનતા તથા તેમના બોઘથી દર્શનમોહનું જોર હઠી જાય છે. તેથી અનાદિકાળનું વિપર્યાસ એટલે વિપરીતપણું ટળી જઈ જીવને પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. ૯૦ગા. પરને પર જાણ્યું પર-સુખની ઇચ્છા સહજે છૂટે રે, દુઃખદાય જો યથાર્થ જાણે, વ્યર્થ કોણ શિર ફૂટે રે? પરો. વ૦ અર્થ - જ્ઞાની પુરુષના બોઘે જ્યારે આત્મા સિવાય બીજું બધું પર જણાય છે ત્યારે દેહાદિ પરવસ્તુમાં સુખની કલ્પના સહજે છૂટી જાય છે. જો શરીરાદિમાં મારાપણું કરવું એ ખરેખર દુઃખદાયી છે એમ જો જણાય તો વ્યર્થ તે શરીરાદિના સુખ માટે કોણ માથા ફોડી કરે? કોઈ ન કરે. II૯૧ાા જન્મ-જરા-મરણાદિક દુ:ખો મોહ-વશે જીંવ વેઠે રે, જીવ નિરંતર રાગ-દ્વેષથી દુઃખી, કેદી પેઠે રે. પરો. વ૦ અર્થ :- જન્મ જરા મરણાદિના દુઃખો આ જીવ માત્ર મોહને વશ થઈ વેઠે છે. પરપદાર્થો અર્થે નિરંતર આ જીવ રાગદ્વેષ કરી કેદીની પેઠે કર્મોથી બંઘાઈને ચાર ગતિમાં દુઃખી થયા કરે છે. II૯૨ા. ચારે ગતિમાં દુઃખો દેખો, ક્યાંય નથી સુખી આત્મા રે, મુક્ત-દશામાં સુખ નિરંતર પામે છે પરમાત્મા રે. પરોવ અર્થ - ચારે ગતિમાં જીવ માત્ર દુઃખોને ભોગવે છે; તેનો વિચાર કરો. આ સંસારમાં આત્મા ક્યાંય સુખી નથી. કોંથી સંપૂર્ણ મુક્ત થયેલ દશામાં નિરંતર સુખ છે. તે નિરંતર સુખમયદશાને પરમાત્મા પામે છે. II૯૩ા. નરક દુઃખ સમ ગર્ભવાસે મુક્ત જીવ નહિ પેસે રે, આધિ, વ્યાધિ, ઉપાધિ ત્યાં ના, જરા-મરણ નહીં લેશે રે. પરોવ. અર્થ - નરકના દુઃખ સમાન ગર્ભાવાસ છે. કમોંથી મુક્ત થયેલ જીવ ફરી ગર્ભમાં જન્મે નહીં. મોક્ષમાં આધિ, વ્યાધિ કે ઉપાધિ નથી. તથા જરા કે મરણના દુઃખ પણ લેશ માત્ર ત્યાં નથી. ૯૪l

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623