________________
૫૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- સમવસરણમાં બિરાજમાન શ્રી ઋષભ પ્રભુને આખું વિશ્વ કુટુંબ સમાન છે. છતાં પૂર્વભવમાં “સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવેલ તેના પ્રયોગરૂપે અઠ્ઠાણું પુત્રોને ઉપદેશમાં જણાવે છે કે હે ભવ્યો! આ માનવભવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. ફરી ફરી આવા આત્મકલ્યાણ સાધક યોગ હાથમાં આવતા નથી. માટે હે જીવો! હવે જાગૃત થાઓ અને આ મોહરૂપી શત્રુને સર્વકાળ માટે પરો એટલે દૂર કરો. વા.
ચારે ગતિમાં રે ભય મરણાદિનો, દુર્લભ ત્યાં સુવિવેક,
અજ્ઞાને જો રે જીંવ બહુ આથડે, સુખ ઇચ્છે પ્રત્યેક. જાગો અર્થ - ચારે ગતિમાં મરણ, રોગાદિનો ભય રહેલો છે. ત્યાં જડચેતનાદિનો સુવિવેક પામવો દુર્લભ છે. સ્વસ્વરૂપના અજ્ઞાનવડે જીવ ચારેય ગતિમાં બહુ આથડે છે. પ્રત્યેક જીવ સુખને ઇચ્છે છે; છતાં તે મળતું નથી. રા.
દુઃખે બળતો રે આખોય લોક આ, સ્વકર્મ જ વૈરી-વર્ગ,
વેશ ઘરાવે રે વિપરીત ભાવના, બહુ કરતાં ઉપસર્ગ. જાગો. અર્થ :- આખો લોક ત્રિવિઘ તાપના દુઃખોથી બળે છે. તેનું કારણ પોતાના જ બાંધેલા કમ વૈરીવર્ગ એટલે વૈરીઓનો સમૂહ ભેગો થઈને ફળ આપે છે. તે કમ દેહમાં આત્મબુદ્ધિ તથા પરમાં મમત્વબુદ્ધિરૂપ વિપરીત ભાવના કરાવીને ચારે ગતિમાં નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરાવે છે. તથા અનેક પ્રકારના દુઃખો આપી બહુ ઉપસર્ગ કરે છે. [૩]
વીર પુરુષો રે શત્રુ શોથીને, આણે તેનો જ અંત,
અનર્થકારી રે જન્મોજન્મ જે, દે દુઃખ રે! અત્યંત. જાગો. અર્થ - વીરપુરુષો તો આ રાગ, દ્વેષ કર્મરૂપી શત્રુઓને શોધી શોધીને, તેનો જ અંત લાવે છે. એ કર્મો જન્મોજન્મમાં અનર્થ કરનારા છે. અરે! એ આત્માને અત્યંત દુઃખના દેવાવાળા છે. જો
કષાય-અગ્નિ રે આશ્રિતને દહે, નિર્મળ કરવા વિચાર,
રાખો સર્વે રે, આ અવસરે હવે, નહિ સંસારે સાર. જાગો અર્થ - કષાયરૂપી અગ્નિ જે એનો આશ્રય કરે તેને જ પ્રથમ બાળે છે. માટે હે ભવ્યો! તમે સર્વે આ અવસરે તે કષાયોને નિર્મળ કરવાનો જ વિચાર રાખો. કેમકે આ સંસારમાં કંઈ પણ સાર નથી. આ સંસાર તો અનિત્ય, અશરણ અને અસાર છે. નેપાા
રાજી રાજ્ય રે શૂરવીર ના થતા, ઇચ્છે ન મોહ-વિલાસ,
પરિભ્રમણનાં રે પુષ્પો ઘરે ખરે! તૃષ્ણા-લતિકા ખાસ. જાગો. અર્થ - ખરા શૂરવીર પુરુષો રાજ્ય મળવાથી રાજી થતા નથી. તે રાજ્યના મોહ-વિલાસને ઇચ્છતા નથી. કેમકે ખરેખર આ રાજ્યની તૃષ્ણારૂપી લતિકા એટલે વેલ તે સંસાર પરિભ્રમણના પુષ્પોને ઘારણ કરીને રહેલ છે; અર્થાત જે રાજસુખ ભોગવવાની તૃષ્ણા રાખે તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. માટે રાજ્યસુખ ગ્રહણ કરવા યોગ્ય નથી. કા.
તૃષ્ણા ખાડી રે સ્વર્ગ-સુખો વડે, જો જરીયે ના પુરાય, તો આશા શી રે અહિંયા રાખવી? લ્યો અવિનાશી ઉપાય.” જાગો