________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨૧
ન્યાયાખ્યાય નિહાળજો જી, આજ્ઞાઘારક આપ,
રાજ્ય તજી સર્વે જતાં જી, વઘશે જન-સંતાપ. ઑવ, જોને. અર્થ :- ભરત!ન્યાય અન્યાયનું પુરું ધ્યાન રાખજો. તમે આજ્ઞાઘારક છો માટે કહીએ છીએ. સર્વે રાજ્ય તજીને એકસાથે જઈશું તો લોકોમાં સંતાપ બહુ વધી જશે. ૧૦૮.
રૌદ્ર બની વર્તાવશે જી, બળવંતો બહુ ત્રાસ.”
ભરત નિરુત્તરતા ગ્રહે છે, અને પ્રજાના દાસ. જીંવ, જોને. અર્થ :- બળવાન માણસો રૌદ્ર એટલે ભયંકર બની જઈ નિર્બળ ઉપર ઘણો ત્રાસ વર્તાવશે. માટે હાલમાં તેમની સંભાળ લેવી યોગ્ય છે. આ વચનો સાંભળી ભરત નિરુત્તર બની ગયા. તથા શ્રી ઋષભદેવ જિનેશ્વરની આજ્ઞાને શિરોધાર્ય કરી, મનમાં પ્રજા પ્રત્યે દાસભાવ રાખી, તેમની સેવા કરવા અર્થે રાજ્યતંત્ર સંભાળવાનો સ્વીકાર કર્યો. ૧૦૯ાા.
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૫
| (રાગ : દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણો રે)
બાહુબલિ આદિ પુત્રોને, દેશો પોતે આપે રે, સર્વ જનોને સંતોષી તે ભરત નરેશ્વર થાયે રે. પરોપકાર-કારક પરમાત્મા ઊડ્યા જગ ઉદ્ધરવા રે,
ઇન્દ્રિાદિકનાં આસન કંપે, આવે ઉત્સવ કરવા રે. પરોપકાર અર્થ :- શ્રી ઋષભ જિનેશ્વરે બાહુબલિ આદિ પુત્રોને દેશો વહેંચી આપી, સર્વ જનોને સંતોષી શ્રી ભરતને નરેશ્વર પદે સ્થાપિત કર્યા. પરોપકાર કરનારા એવા પ્રભુ હવે જગતનો ઉદ્ધાર કરવા માટે દીક્ષા લેવા તૈયાર થયા. તેથી ઇન્દ્રાદિકના આસન કંપાયમાન થવાથી તેઓ પણ દીક્ષા મહોત્સવ ઊજવવા બધા ત્યાં આવી પહોંચ્યા. ૧ાા.
સ્નાન, વિલેપન, વસ્ત્રાભૂષણ, નૃત્ય, ગીત સરસંગે રે.
જતી જ્યોતિ ઝબકે તે રીતે વૈભવ-ત્યાગ સુરંગે રે. પરો. અર્થ :- હવે પ્રભુના દીક્ષા મહોત્સવ પ્રસંગે વિલેપન સ્નાનાદિવડે અભિષેક કરી ઇન્દ્ર લાવેલા દિવ્ય વસ્ત્ર આભૂષણ ઘારણ કરાવી પ્રભુ સમક્ષ દેવતાઓએ નૃત્ય, ગીતાદિ કર્યા. પ્રભુએ પણ જેમ વીજળીની જ્યોત ઝબકારો આપી જતી રહે તેમ સર્વ વૈભવનો ઉત્સાહપૂર્વક ભાવથી ત્યાગ કર્યો. ગારા
સુદર્શના-શિબિકામાં બેસી ઉપવનમાં પ્રભુ આવે રે, અશોકવૃક્ષ નીચે શિલા પર આસન ઉચિત લગાવે રે. પરો.