________________
૩૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સાથે દીક્ષા ગ્રહણ કરી. સૌ પ્રેમપૂર્વક મુનિના આચાર પાળવા લાગ્યા. II૧ના
અમિતતેજ આદિ ગયા સર્વે નિજ નિજ સ્થાને રે,
પર્વે ઉપવાસો કરે, દેતા પાત્રે દાને રે. ૨ અર્થ - અમિતતેજ આદિ સર્વે પોત પોતાના સ્થાને ગયા. તેઓ પણ આઠમ ચૌદસ આદિ પર્વ દિવસોમાં ઉપવાસ કરવા લાગ્યા અને સુપાત્રે દાન આપી શ્રાવક ઘર્મનો ઉદ્યો કરવા લાગ્યા. રા.
જિન-પૂજા નિત્ય કરે, ઘર્મકથા પણ સુણે રે,
ભવ્ય ર્જીવોને બોઘ દે, રાચે પરના ગુણે રે. ૩ અર્થ - હવે અમિતતેજ હમેશાં જિનપૂજા કરે છે, ઘર્મ કથા પણ સાંભળે છે તથા અનેક ભવ્ય જીવોને ઘર્મનો ઉપદેશ આપે છે તથા પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ ઘરાવી પ્રમોદ પામે છે.
“ગુણી જનોકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે;
બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે.” -મેરી ભાવના સા. વિદ્યાઘર-ચક્રી સમો અમિતતેજ વિરાજે રે,
અનેક વિદ્યા સાઘતો, શ્રીવિજય-મૈત્રી છાજે રે. ૪ અર્થ - વિદ્યાઘરોનો રાજા અમિતતેજ ચક્રવર્તી સમાન રાજ્યસન પર વિરાજમાન છે. જે અનેક વિદ્યા સાધતો કાળ નિર્ગમન કરે છે. તેને ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય સાથે ગાઢ મિત્રતા છે. જો
અમરગુરુ મુનિને નમી બન્ને બેસી પૂછે રે ?
ત્રિપુષ્ટના ભવ આગલા, વાસુદેવ-સુખ શું છે રે?” પ અર્થ – અમરગુરુ મુનિનો સમાગમ થતાં બન્ને તેમને નમીને તેમની સમક્ષ બેસી, વિજયના પિતા ત્રિપુષ્ટ વાસુદેવના આગલા ભવો પૂછવા લાગ્યા તથા વાસુદેવ પદવીનું સુખ શું છે? તે જણાવવા કહ્યું. પાા
ઘર્મ-ફળો મુનિ વર્ણવે શ્રીવિજય તે યોગે રે,
ભોગ-નિદાન કરે અરે! ચિત્ત ઘરી સુખ-ભોગે રે. ૬ અર્થ - ત્યારે મુનિ ભગવંતે ઘર્મ આરાધનાનું આ ફળ છે એમ વર્ણન કર્યું. તે સાંભળીને શ્રી વિજયે વાસુદેવના સુખ ભોગ ભોગવવાની ઇચ્છાએ કરી મનમાં એવા ભોગનું અરે! નિદાન એટલે નિયાણું કરી લીધું.
એક દિવસ બન્ને સુણે વિમલમતિ મુનિ પાસે રે,
‘એક માસ આયુષ્ય છે” મુનિ બની લે સંન્યાસે રે. ૭ અર્થ - એક દિવસ વિમલમતિ નામના મુનિ પાસે પોતાનું માત્ર એક માસનું આયુષ્ય સાંભળીને બન્ને મુનિ બની, સંન્યાસ મરણ સ્વીકારી પાદોપગમન અનશન ગ્રહણ કર્યું. શા
(આનત સ્વર્ગે ઊપજી, સુર-સુખ બન્ને માણે રે,
પૂર્વ પુણ્ય ફળ બાકી તે, વિદેહ ક્ષેત્રે આણે રે. ૮ અર્થ - હવે બન્ને આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થઈ દેવતાઈ સુખને માણવા લાગ્યા. પૂર્વે કરેલા પૂણ્યના ફળો ભોગવવા બાકી હોવાથી ત્યાંથી તેમને મહાવિદેહ ક્ષેત્રમાં કમેં આપ્યા. ટાા