________________
૪૨૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શ્વાન મંત્રીનો તેની સાથે, બાયો લડવા દોડી,
પોતાના ક્રૂતરાના પક્ષે, લડ્યા દાસ શિર ફોડી. દેવા અર્થ:- જાફરિયાને જોઈ મંત્રીનો કૂતરો તેની સાથે લડવા દોડીને બાઝયો. બન્ને કૂતરાનો પક્ષ લઈ તેના દાસો પરસ્પર લડવા મંડ્યા અને એક બીજાના માથા ફોડી નાખ્યા. ૧૮
વાસ્તક-મંત્રી ચિંતવતો ત્યાં : દીર્ઘદ્રષ્ટિ મુનિ કેવા!
કરુણા કાજે ભિક્ષા ત્યાગે, ઘન્ય ઘન્ય મુનિ એવા. દેવા અર્થ - આ બધું જોઈ વાસ્તક-મંત્રી ચિંતવવા લાગ્યો કે અહો! આ મુનિ કેવા દીર્ઘદ્રષ્ટિવાળા છે. કે જેના જ્ઞાનમાં પ્રમાદથી ગળપણનું એક ટીપું પડવાથી કેટલા મહાદોષ ઉત્પન્ન થઈ શકે તે જણાય છે. તેથી કરુણાના કારણે જેણે ભિક્ષાનો પણ ત્યાગ કર્યો, એવા મહામુનિને ઘન્ય છે, ઘન્ય છે. ૧૯ાા
મંત્રી લીન થયા વિચારે, ગતભવ-સ્મરણે જાગ્યા,
સ્વયંબુદ્ધ થયા કેવળી ત્યાં, દેવો પૅજવા લાગ્યા. દેવા અર્થ - મંત્રી આવા વિચારમાં લીન થઈ જવાથી પૂર્વભવનું સ્મરણ થતાં જાગૃત થઈ ગયા. ત્યાં જ ક્ષપક શ્રેણી માંડી કોઈના ઉપદેશ વગર સ્વયંબુદ્ધ થઈ કેવળજ્ઞાનને પામ્યા. તેથી દેવો આવી તેમને પૂજવા લાગ્યા. ૨૦ાા.
મઘુ-બિંદુસમ અલ્પ શિથિલતા, યુદ્ધ ભયંકર ભાળી,
વિચારવાન જીવો મંત્રી સમ, દે સૌ દોષો ટાળી. દેવા અર્થ - સાકર મિશ્રિત ખીરના એક બિન્દુ માત્રની અલ્પ શિથિલતાથી થયેલ ભયંકર યુદ્ધને ભાળી વિચારવાન જીવો, મંત્રીની જેમ સર્વ દોષોને ટાળી પોતાના આત્માનું કલ્યાણ સાથશે. ૨૧
. (૩) માયા-મંડપ મયદાનવ-કૃત, સ્થળ-જળ એક જણાવે,
દુર્યોધન જળને સ્થળ જાણી, પટકુળ નિજ ભીંજાવે. દેવા અર્થ :- મયદાનવકૃત એટલે દાનવોના શિલ્પી દ્વારા બનાવેલ એક માયા મંડપ હતો. જેમાં સ્થળના ઠેકાણે જળ દેખાય અને જળના ઠેકાણે સ્થળ જણાય. ત્યાં દુર્યોધન જળને સ્થળ જાણી ચાલ્યો. તેથી પટકુળ એટલે તેના કપડાં ભીંજાઈ ગયા અને જ્યાં પાણી નહોતું ત્યાં પાણી દેખાવાથી કપડાં ઊંચા લીધા. ૨૨ા
દ્રિૌપદ યૌવન-મદમાં ભૂલી, સહજ હાસ્ય-સહ બોલી :
અંઘ પિતાના પુત્રો અંઘા,” વગર વિચાર્યું, ભોળી. દેવા. અર્થ :- દુર્યોધનના કપડાં ભીંજાયેલા જોઈ યૌવન-મદમાં ભૂલેલી એવી દ્રૌપદી સહજ હાસ્ય સાથે બોલી ઊઠી કે “અંઘ પિતાના પુત્રો અંઘા” એમ વગર વિચાર્યું તે ભોળીએ કહી દીધું. દુર્યોઘનના પિતા ધૃતરાષ્ટ્ર આંદળા હતા. તેથી તેં પણ આંઘળા જેવું વર્તન કર્યું; એવા ભાવમાં દ્રૌપદીએ કહ્યું. ૨૩
દુર્યોઘન-ઉર વેર વસ્યું તો, દ્રૌપદી ઈંતે જીતી; ભરી સભામાં માસિક-કાળે, ચીર તાણ્યાં; શી વીતી! દેવા