________________
૧૦૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
સંત-સમાગમ ના મળે જી, કુમાર્ગે મૂંઝાય, શ્રદ્ધે ના સન્માર્ગને જી, નહીં વાસના જાય. જીંવ, જોને
અર્થ :— ધનાદિનો યોગ મળ્યા છતાં, જો સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ ન મળે તો રૂઢીગત કુમાર્ગમાં જ જીવ મૂંઝાયા કરે છે. તેને સમાર્ગની શ્રદ્ઘા નહીં હોવાથી અનાદિની પાંચ ઇન્દ્રિયોની વાસના જાય નહીં. ।।૩૨।।
પાડાદિ પશુ હોર્મીને જી, પશુ-યોનિમાં જાય,
દુઃખ દીધે દુ:ખી થતા જી, સુખ દીર્ઘ સુખ થાય. જીવ, જોને
-
અર્થ :— ધર્મના નામે કુમાર્ગને અનુસરતો જીવ પાડાદિ પશુઓને યજ્ઞમાં હોમી કે બલિદાન આપી સ્વયં પશુયોનિમાં જન્મે છે, કારણ બીજાને દુઃખ આપવાથી સ્વયં દુઃખી થાય છે. અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખ પામે છે એવો સિદ્ધાંત છે. ।।૩૩।।
મુનિ અવગણી માયાવીને જી માની, હિંસા-૨ક્ત
ભવ તરવા ભવ જે મળ્યો જી, ખોવે ભવ-આસક્ત. જીવ, જોને
અર્થ :– આત્મજ્ઞાની મુનિઓની અવગણના કરી માયાવી કુગુરુઓને ગુરુ માની જે હિંસામાં રક્ત રહે, તેવા જીવો સંસારસમુદ્ર તરવા માટે મળેલ આ માનવદેહને ભોગાદિમાં આસક્ત રહી ખોઈ દે છે. તથા અનંત સંસાર વધારી ચારગતિમાં ભટક્યા કરે છે. માટે આત્માર્થી જીવે સદ્ગુરુને શોથી, તેમની આજ્ઞા ઉપાસી, આ માનવદેહ સફળ કરવો અવશ્યનો છે. ।।૩૪।
૪. દેવગતિ
કંઈ સુકૃત્ય કરી મરે જી ધરી અસમ્યક્ ભાવ,
નીચ દેવ પદ પામતા જી, અંત્યજ જેવા સાવ. જીવ, જોને
અર્થ : કોઈ જીવો સારા કામ કરી મરી જાય પણ અસમ્યક્ ભાવ એટલે મિથ્યાત્વયુક્ત તેમના ભાવ હોવાથી તે નીચ દેવની પદવીને પામે છે. તે અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં આવી શકે નહીં. ।।૩૫।।
વૈભવ ૫૨ના દેખીને જી, ઈર્ષ્યા-ખેદ-વિચાર, મરતાં ઝૂરે ઝૂરે તે ઘણું જી, કંપે કાય અપાર. જીવ, જોને
અર્થ :— દેવલોકના મિથ્યાત્વી દેવો બીજાના વૈભવને જોઈ ઈર્ષ્યા કરી મનમાં ઘણો ખેદ કરે છે. તેમજ મરણ સમય આવ્યે છ મહિના પહેલા માળા વગેરે કરમાવાથી અવધિજ્ઞાનને બળે પોતાનું મરણ જાણી બહુ દુઃખ પામે છે કે આ બધું મારું સુખ છૂટી જશે તેથી તે મરતાં ઘણું સૂરે છે અને તેની કાયા પણ અપાર કંપે છે. ૩૬ના
‘કલ્પવૃક્ષ-સુખ હા! જશે જી, વૈભવ દિવ્ય જનાર,
માળા આવી ક્યાં મળે જી? જશે દિવ્ય શણગાર.' જીવ, જોને
અર્થ :– હવે મરનાર દેવ વિચારે છે કે હા! મને મળતા આ કલ્પવૃક્ષના સુખ બધા અહીં જ રહી
=
જશે. આ દિવ્ય વૈભવનો પણ વિયોગ થશે. આવી માળા ફરીથી ક્યાં મળશે? આ દૈવી શક્કગાર પણ