________________
(૯૩) રસાસ્વાદ
૪૧૫
અર્થ :— નભ એટલે આકાશ. આકાશ દ્રવ્યમાં સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનો ગુણ છે. તેથી સમસ્ત વિશ્વનો, આકાશ દ્રવ્યમાં વાસ હોવા છતાં તે આકાશ દ્રવ્ય પોતાના સ્વભાવમાં સદા સ્થિત રહેવાથી તે અસંગી છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ કાળે ભળતું નથી. તે અપેક્ષાએ જોતાં વિશ્વનો આકાશ દ્રવ્યમાં પ્રવેશ હોવા છતાં પ્રવેશ નથી. કેમકે આકાશદ્રવ્ય વિશ્વના પદાર્થોમાં ભળતું નથી; અલિપ્ત રહે છે. તેમ પુદ્ગલ આદિ બધા દ્રવ્યોની વચમાં રહેલ આત્મા હોવા છતાં તે સર્વ દ્રવ્યથી ભિન્ન તથા સર્વ પર્યાયથી રહિત છે. તે અનંગી એટલે શરીર વગરનો અરૂપી પદાર્થ છે. જેની કોઈ કાળે ઉત્પત્તિ નથી એવો તે આત્મા કેવી રીતે મરે ? જેથી સિદ્ધદશાને પામેલ આત્મા મોક્ષમાં જઈ સદા આત્મસુખમાં નિવાસ કરે છે. “જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પદાર્થથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય?'' (વ.૧.૬૨૧) ||૧૪||
અઠો! એવી ઉત્કૃષ્ટ શાંતિ વિષે જે, અખંડિત લક્ષે સદા ઉલ્લાસે છે, નમસ્કારને યોગ્ય સંતો સદા તે, રસાસ્વાદ આત્મા તણો ચાખવા તે. ૧૫
• અહો ! આશ્ચર્યકારક, પરમસુખસ્વરૂપ, ઉત્કૃષ્ટ આત્મશાંતિને જે પામ્યા એવા ભગવંતને નમસ્કાર. તથા પરમ શુદ્ધ સ્વરૂપમાં અખંડપણે રહેવાનો લક્ષરૂપ પ્રવાહ જેનો સદા ઉલ્લાસમાન છે એવા સંત પુરુષો પણ સદા નમસ્કારને યોગ્ય છે. કેમકે તેઓ પણ આત્માના અનુભવસ્વરૂપ રસાસ્વાદને ચાખે છે. “પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર.’’ (વ.પૃ.૬૨૧) ।।૧૫।
ઘરો શક્તિ એવી તમે સર્વ ભાઈ, રહ્યા ઊંઘમાં ભાન ભૂલી છુપાઈ; ગણો છો સુખી શિર ઉપાધિ ઘારી, થરાતા નથી, ભાર લ્યો છો વધારી. ૧૬
અર્થ :— હૈ ભાઈ! તમે પણ આત્મઅનુભવરૂપ રસના આસ્વાદનની સર્વ શક્તિ ધરાવો છો. પણ મોહરૂપી નિદ્રાના કારણે પોતાના સ્વરૂપનું ભાન ભૂલવાથી એ સર્વ શક્તિઓ આત્મામાં જ છુપાઈને રહેલ છે. અજ્ઞાનવશ શિર ઉપર જગતની ઉપાધિને વહોરી પોતાને સુખી ગણો છો અને હજુ વિશેષ ઉપાધિનો ભાર વધારો છો; પણ તેથી ઘરાતા નથી. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિમુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.'' (વ.પૃ.૪૫૨) ૧૬||
વધુ મેળવીને થવા સુી માગે, ભિખારી જ રાજાધિરાજા ય લાગે;
અહો! જ્ઞાનીએ માર્ગ જુદો જ જોયો : 'ગ્રહો કાંઈ તો સુખનો માર્ગ ખોયો.' ૧૭
અર્થ :— જે વધુ પરિગ્રહ મેળવીને સુખી થવા માગે, તે રાજા હોય તો પણ ભિખારી છે. એક જે સંન્યાસીએ શિષ્યને બે આના આપી કહ્યું કોઈ ભિખારીને આપી દેજે. એક દિવસ રાજાને બીજાનું રાજ્ય લેવા જતાં જોઈ શિષ્યે વિચાર્યું કે આ ખરેખર મોટો ભિખારી છે. પોતાની પાસે આટલું બધું હોવા છતાં તે બીજાનું પણ લેવા ઇચ્છે છે ! ભિખારી કોણ ? ‘તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, સંતોષી નર સદા સુખી.' અહો ! જ્ઞાની પુરુષે તો સુખનો માર્ગ કોઈ જુદો જ જોયો. જ્ઞાનીપુરુષના મત પ્રમાણે સુખ મેળવવા કોઈ વસ્તુનું ગ્રહણ કરવું, એ સુખના માર્ગને ખોવા બરાબર છે, “સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને