________________
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
૪૧૯
દશાને પામી આત્મજ્ઞાની થયા.
કહે, “જીવ મરતો નથી, માનો સાચી વાત;
વ્યવહારે શાસ્ત્ર દયા, માત્ર બંઘ-પંચાત.” ૧૪ અર્થ – એકાંત નિશ્ચયવાદી કહે છે કે જીવ કદી મરતો નથી, એ વાતને સાચી માનો. શાસ્ત્રમાં જે વ્યવહારથી દયા પાળવા કહ્યું છે તે બઘી કર્મબંધની પંચાત છે; અર્થાત્ દયા પાળવાથી શુભકર્મનો બંધ થાય અને તેના ફળ ભોગવવા જીવને દેવગતિમાં ખોટી થવું પડે; પુણ્ય પણ મોક્ષ પ્રાપ્તિમાં બાઘક છે, એમ કહી પોતે અશુભમાં પ્રવર્તે છે.
બંઘદશા સમજે નહીં, તે શાથી મુકાય?
ભૂખ્યું પેટ ભલે રહે, શાને ખાવા જાય? ૧૫ અર્થ :- નિશ્ચયાભાસી જીવો, રાગદ્વેષના ભાવોથી થતી આત્માની બંઘદશાને યથાર્થ સમજતા નથી, તો તે કર્મબંઘથી કેવી રીતે મુકાય? એવા જીવોને કહ્યું હોય કે તમારું પેટ ભુખ્યું થાય ત્યારે ભલે તે ભુખ્યું રહે; તમે શા માટે ખાવા જાઓ છો? કેમ કે પેટ ભુખ્યું રહેવાથી કંઈ આત્મા મરતો નથી. તે તો અજર અમર છે; તો ખાવાની ફિકર શા માટે કરો છો? એમ મર્મવાળી વાતથી કદાચ ઠેકાણે આવે.
મરણ વખતની વેદના ઑવને કેવી થાય?
તેનો ખ્યાલ કરી જાઓ, તો હિંસા સમજાય. ૧૬ અર્થ - મરણ વખતની વેદના જીવને કેવી થાય? તેનો વિચારવડે ખ્યાલ કરી જુઓ તો હિંસાનું સ્વરૂપ સમજાય. ચંદ્રસિંહ રાજા શિકાર કરવા જતાં જ્યારે ગહન ઝાડીમાં સિંહ, સાપ અને પોતાની જ બહાર નીકળેલી તલવાર વચ્ચે સપડાઈને મરણ નજીક જાણી કેવા વિચારે તે ચઢી ગયો હતો કે હવે મને કોઈ મરણથી બચાવે તો તેને મારું સઘળું રાજ્ય, રાણીઓ સર્વ આપી દઉં અને તેનો જીવનપર્યત દાસ થઈને રહું. એમ આપણને પણ આજે કોઈ અવશ્ય મારી નાખશે એમ કલ્પના કરીને એકાંતમાં થોડીવાર વિચાર કરી જોઈએ તો મરણનો કેવો ભય જીવને લાગે છે તેનો ખ્યાલ આવશે. તો બિચારા નિરપરાધી જીવોને સમૂળગા પ્રાણથી હણી નાખતા તેમને કેટલું ભયંકર દુ:ખ થતું હશે? અહો આશ્ચર્ય છે કે એનો ખ્યાલ પણ પાપી જીવોને આવતો નથી.
જે અજ્ઞાની જીવને દેહ ઉપર છે પ્રેમ,
તેને કચરી મારતાં હઠે ન સમજું કેમ? ૧૭ અર્થ :- જે અજ્ઞાની જીવને આપણી જેમ પોતાના દેહ ઉપર હાડોહાડ પ્રેમ છે તેને પોતાના અલ્પ આનંદ ખાતર હણી નાખતાં સમજુ કહેવાતો માણસ કેમ પાછો હટતો નથી?
નથી આજ્ઞા ભગવંતની : “વ ફાવે તેમ';
પણ યત્નાથી વર્તતાં, પામો કુશળ-ક્ષેમ. ૧૮ અર્થ :- ભગવાનની આજ્ઞા તમે “ફાવે તેમ વર્તા” એવી નથી. પણ હાલતા, ચાલતા, ખાતા, પીતા, બોલતા કે કોઈ પણ વસ્તુ લેતા મૂકતા, મલ ત્યાગ કરતા વગેરે બધે સ્થળે જીવોની હિંસા ન થાય એવા ઉપયોગપૂર્વક, યત્નાસહિત વર્તવાની આજ્ઞા છે. એ કરશો તો તમે કુશળ-ક્ષેમ એટલે કલ્યાણને પામશે.