________________
(૯૨) વિભાવ
અશુદ્ધતામાં પણ ચિંતવતાં શુદ્ધપણું સમજાશે, નીચેના દૃષ્ટાંતે વિચારો, શુદ્ધિ સાબિત થાશે. ૭
૪૦૭
અ = સ્વગુણને છોડી પરગુણરૂપે જ્યારે જીવ પરિણમે ત્યારે કર્મબંધન થાય છે. એવું જે પરિણમન થવું તે આત્માની અશુદ્ધિ છે. કેમકે ત્યાં પદાર્થ પોતાના મૂળ સ્વભાવની શુદ્ધતા તજીને અશુદ્ધરૂપે પરિણમે છે. આત્માની અશુદ્ધતામાં પણ તેના મૂળ સ્વભાવને ચિંતવતા તેનું શુદ્ધપણું સમજવામાં આવશે. નીચેની ગાથામાં તેના દૃષ્ટાંતો આપ્યા છે તે વિચારો તો તમને પણ આત્મામાં મૂળ સ્વરૂપે રહેલી શુદ્ધતાની ખાત્રી થશે. ।।૭।।
ચાંદી આદિ સાથે ભળી સોનું ભિન્ન ભિન્ન રૂપ થારે, અન્ય ભેળને અવગણી સોની કીમતી કનક વિચારે; સુવર્ણ વર્ણ અનેક ઘરે પણ શુદ્ધ સુવર્ણે દૃષ્ટિ દેતાં, ભાસે ભેળ શૂન્યવત્, દેખે તેમ સુદૃષ્ટિ. ૮
અર્થ :— ચાંદી આદિ દ્રવ્યો સાથે ભળી સોનું અનેક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. પણ સોની સોનાને કસોટી પર કસી તેની પરીક્ષા કરતાં સમયે તે અન્ય ચાંદીના ભેળને અવગણી અર્થાત્ મનમાં તેને બાદ કરી કનક એટલે સોનાની કિંમત આંકે છે. સોનું, ચાંદી આદિના ભેળસેળને કારણે અનેક રંગ ઘરે છે પણ સોનીની શુદ્ધ સુવર્ણ ઉપર માત્ર સૃષ્ટિ હોવાથી તેને ચાંદી આદિના ભેળસેળ શૂન્યવત્ ભાસે છે. તેમ સમ્યદૃષ્ટિ મહાત્માઓની દૃષ્ટિ સુવર્ણ જેવા પોતાના શુદ્ધ આત્મા ઉપર હોવાથી તેમને આ કર્મોના ભેળસેળથી ઉત્પન્ન થતી શરીર આદિ વસ્તુઓ તુચ્છ અથવા શૂન્યવત્ ભાસે છે. IILII
ક્ષીર–નીરમાંથી ક્ષીર પીતા રાજહંસ ઉર ઘારો, તેમ કર્મસંયોગે તોયે આત્મા શુદ્ધ વિચારો;
સાધ્ય અર્થ અવિરોઘ રીતથી બતાવતાં દૃષ્ટાંતો વિચારવાં હિતકારી સર્વે, ભૂલવી વિભાવવાતો. ૯
અર્થ :– ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી. દૂધ અને પાણી ભેગા હોવા છતાં રાજહંસ તેમાંથી દૂધ પી જાય છે અને પાણીને રહેવા દે છે. તેમ આત્મા કર્મના સંયોગે ભલે આ દેહમાં રહેલો છે પણ મૂળ સ્વરૂપે જોતાં તો તે શુદ્ધ છે એમ વિચારો.
સાધ્ય એટલે સિદ્ધ કરવાયોગ એવા અર્થ એટલે આત્મ પ્રયોજનને અવિરોધ રીતે બતાવનાર સર્વે દૃષ્ટાંતોને વિચારવાં તે આત્મપ્રાપ્તિ માટે હિતકારી છે. તે વિચારી વિભાવની વાતોને ભૂલી સ્વભાવ સન્મુખ રહેવાથી જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે તે દૃષ્ટાંતો જણાવે છે ઃ– ।।ા
પદ્મપત્ર જલમગ્ન છતાંયે જલથી ભિન્ન ગણાયે, અસ્પૃશ્ય જલથી રહેવાનો તેમાં ગુણ જણાયે; સંસારી જીવ તેમ શરીરે મગ્ન છતાં છે ન્યારો, જૈવ-પુદ્ગલના સ્વભાવ જુંદા, ત્રણે કાળ ઉર ઘારો. ૧૦
અર્થ – પદ્મપત્ર એટલે કમળ જલમાં રહેલું હોવા છતાં તે જલથી જુદું ગણાય છે, કારણ તે જલને કદી સ્પર્શ કરતું નથી, અસ્પૃશ્ય રહેવાનો તેનો આ ગુણ છે.