________________
(૮૧) મહમ્મુરુષોની અનંત દયા
૩ ૦ ૫
અર્થ - ભગવાનની વાણી હિમાલયના બરફની સમાન શીતલ હોવાથી ત્રિવિઘ તાપને શમાવી શાંતિ આપનાર છે. જે સર્વ દિશાઓમાં એટલે સર્વ પ્રકારે સારરૂપ અર્થાત્ કલ્યાણને જ આપનારી છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સાગરમાં ભરતી લાવે તેમ ભગવાનની વાણી અંતરમાં નવા નવા ભાવો ઊભરાવી આનંદ પમાડનાર છે. શા.
ભાવ જ ચિંતામણિ ગણો જય ઇચ્છિત ફળ દેનાર રે ગુણ૦
મોક્ષ વરે કોઈ ભાવથી જય૦ સુર-સુખ કો વરનાર રે ગુણ૦ ૮ અર્થ - એ ઉત્તમ ભાવોને ચિંતામણિ રત્ન સમાન માનો કે જેથી સમકિત અથવા કેવળજ્ઞાનરૂપ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શુદ્ધભાવ ભાવી મોક્ષને પામે છે, અને કોઈ શુભભાવ ભાવી દેવલોકના ઇન્દ્રિયસુખને પામે છે. સર્વનું કારણ જીવના શુભાશુભભાવ કે શુદ્ધ ભાવ છે.
ભરૂચમાં ઘોડાને બોધ આપવા માટે શ્રી મુનિસુવ્રત ભગવાન ૬૦ યોજનનો વિહાર કરી આવ્યા. તેમની વાણી સાંભળી ઘોડો ખુબ આનંદ પામ્યો અને ઉત્તમભાવથી અનશન લઈ દેહત્યાગી દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મોક્ષને પામશે. ગમે તે ગતિમાં જીવ ઉત્તમ ભાવ કરે તે ઉચ્ચ દશાને પામે છે. માત્રા
ક્ષપક શ્રેણિ કોઈ ચઢે જય૦ સર્વજ્ઞ કોઈ થાય રે ગુણ
ઉપશમ શ્રેણીના બળે જયકોઈ અમોહીં જણાય રે ગુણ. ૯ અર્થ:- સત્પરુષે અનંત દયા કરી ચિલાતીપુત્રને ઉપશમ, વિવેક, સંવર ત્રણ શબ્દો આપ્યા. તેના વિચારવડે ક્ષપક-ક્ષેણી માંડી તે સર્વજ્ઞ થયા અથવા ગુરુ આજ્ઞાએ માત્ર “માષ તુષ' નું રટણ કરતાં શિવભૂતિ મુનિ કેવળી બની ગયા. કોઈ વળી ઉપશમ શ્રેણીનાં બળે આગળ વધી અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી જઈ છદ્મસ્થ વીતરાગ જેવા અમોહી જણાયા. આ બઘી દશા પ્રાપ્ત થવાનું કારણ મહપુરુષોની અનંત દયા છે. હા
દર્શનમોહ ખપાવતા જય૦ ક્ષય કરી આદિ કષાય રે ગુણ૦
ક્ષાયિક દર્શન પામતા જય૦ એવા જ્યાં નર-રાય રે ગુણ ૧૦ અર્થ - સપુરુષોની કૃપાદ્રષ્ટિથી, દર્શનમોહ એટલે મિથ્યાત્વને અને આદિ એટલે પ્રથમના અનંતાનુબંધી કષાયનો સાથે ક્ષય કરવાથી જીવ સમકિત પામે છે. જ્યારે શ્રેણિક જેવા મહારાજા ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી ક્ષાયિક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. /૧૦ના
અપ્રમત્ત મુનિ કો બને જય૦ સર્વવિરતિ ઘરનાર રે ગુણ
દેશ-વિરતિ કો આદરે જય૦ કોઈ સુદર્શન સાર રે ગુણ ૧૧ અર્થ - ભગવાનના ઉપદેશથી કોઈ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રમત્ત મુનિ બને છે, કોઈ સર્વ વિરતિવંત મુનિપણું અંગીકાર કરે છે, કોઈ આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક જેવા દ્વાદશવ્રતને ઘારણ કરી દેશ વિરતિવંત શ્રાવક બને છે. કોઈ અનાથીમુનિની કૃપાથી શ્રેણિક મહારાજા જેવા જગતમાં સારરૂપ એવા સુદર્શન એટલે સમ્યગ્દર્શનને પામે છે. ૧૧
સુર નર તિર્યંચો ઘણા જય૦ સમકિત સન્મુખ થાય રે ગુણ કૃષ્ણપક્ષી જીંવ કોઈ તો જય૦ શુક્લપક્ષી બની જાય રે ગુણ ૧૨