________________
૩ ૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ચરણકમળમાં હું અગણિત વાર પ્રણામ કરું છું. અહો! આશ્ચર્ય છે કે જેની આવા ભયંકર કળિકાળમાં પણ ઉન્મત્તતા એટલે મોહની ઘેલછાનો ક્ષાયિક ભાવે અંત આવી ગયો. જેને ક્ષાયક સમકિત થવાથી મિથ્યાત્વાદિ સાતે પ્રકૃતિઓ જડમૂળમાંથી નષ્ટ થઈ ગઈ તેથી ફરી કદી પણ મોહની ઘેલછાનો તેમને ઉદય થશે નહીં. ૧]
મોહ-ઘેલછા જગ આખામાં વ્યાપી રહી અપાર અહો!
જન્મમરણનાં દુઃખ કેટલાં તેનો નહીં વિચાર અહો! શ્રી રાજ, અર્થ :- મોહનું ગાંડપણ જગત આખામાં અપારપણે વ્યાપી રહ્યું છે. તેથી જન્મમરણના કેટલાં ભયંકર દુઃખ છે તેનો તેને અહો! વિચાર પણ આવતો નથી.
એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્ણાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) //રા.
| દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો!
મોહ-મદિરાના છાકે જીંવ જાણે ન ઠીક-અઠીક અહો! શ્રી રાજ અર્થ - દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે અને મરણ નજીક આવે છે. છતાં જીવ મોહરૂપી દારૂના છાકમાં એટલે નશામાં પોતાને માટે શું ઠીક અને શું અઠીક છે તે જાણી શકતો નથી. તેથી શરીરમાં અહંભાવ અને કુટુંબાદિમાં મમત્વભાવ કરી જીવ નવીન કર્મથી બંધાયા જ કરે છે. મારા
નજરે મરતા જન જગમાં બહુ દેખે તોયે અંઘ અહો!
વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો!શ્રી રાજ અર્થ - જગતમાં ઘણા લોકોને મરતા નજરે જુએ છે તો પણ અંઘ જેવો રહી પોતાને પણ એક દિવસ આ પ્રમાણે મરવું પડશે તેનો ખ્યાલ આવતો નથી. આ જીવની અનંતકાળની એવી વિપરીત દશા હોવાથી આના મૂળીયા ઘણા ઊંડા છે. તે સહજ રીતે નીકળી શકે એમ નથી.
કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે છે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે “એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ?” આમ થાય છે; પણ એમ નથી થતું કે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.” (વ.પૃ.૬૮૯) //૪ો.
કરે વાત-મરવાનું સૌને, લે નહિ નિજ સંભાળ અહો!
ખટકો ખટકે ઉરમાં જરી ના, વદે બહુ વાચાળ અહો! શ્રી રાજ અર્થ :- આપણે બધાને એક દિવસે મરવાનું છે જ એમ વાતો કરે, પણ પોતાના આત્માની સંભાળ લેતો નથી. તેનો જરીક પણ ખટકો મનમાં ખટકતો નથી કે મરી ગયા પછી હું કઈ ગતિમાં જઈને પડીશ. માત્ર વાચાળની જેમ અનેકવાર બોલ્યા કરે છે. પાા