________________
૨૫૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
કેાઈ વખતે પૂર્વ ભવમાં આત્મા નથી માર્યો ગયો, તો કેમ આ ભવમાં હવે આત્મા મરે? નિર્ભય થયો. ૧૫
અર્થ :— ‘આત્મા દ્રવ્યે નિત્ય છે’ આ આત્મા પૂર્વ ભવમાં હતો તેથી આજે છે, અને આજે છે તે સર્વ
-
કાળ રહેશે એવી દૃઢ શ્રદ્ધા જે હૃદયમાં ઘારણ કરશે તે આત્મા નિર્ભય થશે. અને પોતાને અમર માનવાથી તેને મૃત્યુ આદિ કોણ અને ક્યારે મારી શકે? 7 મે મૃત્યુ તો મિતિ:' મને મૃત્યુ જ નથી તો મારે તેનો ભય શો? પૂર્વે કોઈ પણ ભવમાં કોઈ પણ વખતે આત્મા માર્યો ગયો નથી તો હવે આ ભવમાં તે આત્મા કેમ મરે ? નહીં જ મરે. માટે એવી સાચી વાતને માન્ય કરવાવાળો તો નિર્ભય થઈ ગયો. ।।૧૫।।
જો જાય ચિંતા મરણની તો અન્ય ચિંતા ના કરે, શાને ચહે તે સંગ બીજા? તે અસંગપણું વર્ષ. દેહાદિ સંયોગો અવિનાશી માનતા વૈરાગ્ય જે, આત્મા મનોહર નિત્ય જાણી, ભાવતા સદ્ભાગ્ય તે. ૧૬
-
અર્થ :— જો મરણની ચિંતા સમ્યક્ત્તાનના બળે ટળી ગઈ તો તે રોગાદિ આવતાં પણ મરણનો ભય પામે નહીં. આવા પુરુષો રાગી કે મોહી જીવોના સંગને શા માટે ઇચ્છે? તે કાળે કરીને અસંગપણાને પામશે. જે વૈરાગી જીવો દેહ આદિના સંયોગોને વિનાશકારી માને છે, તે સદ્ભાગી જીવો આત્માને જ મનોહર અને નિત્ય જાણી પ્રતિદિન આત્મભાવનાને ભાવે છે કે ‘હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.’ એમ આત્મભાવના ભાવતાં, શુદ્ધના લક્ષે શુભમાં તે કાળ નિર્ગમન કરે છે. ।।૧૬।।
ત્રીજું પદ - આત્મા કર્તા છે
સર્વે પદાર્થોં કાર્ય પોતાનું સદા વિષે કરે, તે કાર્યથી જાણો બઘા જુંદાપણું પોતે ઘરે;
આત્મા કરે છે જાણવાનું કાર્ય જો નિજ ભાનમાં, વર્તે નહીં નિજ ભાનમાં ત્યાં કર્મ-કર અજ્ઞાનમાં, ૧૭
અર્થ :— જગતમાં રહેલા સર્વ પદાર્થો પોતપોતાનું કાર્ય સદા કર્યા કરે છે. જડ પદાર્થો જડરૂપે પરિણમે છે અને ચેતન પદાર્થો ચેતનરૂપે પરિણમે છે, તે તે કાર્યથી બધા પદાર્થો પોતપોતાનું અસ્તિત્વ જુદું ઘરાવે છે, આત્મદ્રવ્ય જ્યારે નિજ ભાનમાં હોય ત્યારે માત્ર જાણવાનું કાર્ય કરે છે; અર્થાત્ જ્ઞાતા દૃષ્ટા રહે છે. પણ જ્યારે આત્મા નિજ ભાનમાં નહીં વર્તે પણ વિભાવમાં પ્રવર્તે ત્યારે તે અજ્ઞાનવશ નવીન કર્મનો કર્તા બને
છે ।।૧૭।
રાગાદિની ક્રિયા વિભાવ જ કર્મયોગે જે થતી, તે તેલવાળા હાથ પર રજ જેમ કર્મો લાવતી; બંઘાય કર્યો જે શુભાશુભ, તે જ સુખદુખ આપતાં,
વિચિત્રતા જગમાં જણાતી ગૂઢ તે સમજાવતાં. ૧૮
અર્થ :- રાગદ્વેષાદિ ભાવોવર્ડ જે ક્રિયા થાય તે વિભાવ જ છે. તે કર્મના યોગથી થાય છે. જેમ