________________
૨ ૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ચોથું પદ - આત્મા ભોક્તા છે કર્તા પ્રમાણે જીવનું ભોક્તાપણું સમજાય છે, જેવું કરે તેવું સદા ફળ ભોગવે સૌ ન્યાય એ. વિભાવમાં વર્તે તદા કર્મો શુભાદિ ભોગવે,
વર્તે સ્વભાવે તો ચિદાનંદી સ્વભાવો ભોગવે. ૨૨ અર્થ - જીવમાં પરિણમન ક્રિયા કરવાનો સ્વભાવ છે, માટે તે કર્તા બને છે. અને કર્તા પ્રમાણે જીવનું ભોક્તાપણું સમજાય છે. જેવી ક્રિયા તે કરે તેવું ફળ સદા તે ભોગવે એવો ન્યાય છે. જ્યારે આત્મા વિભાવ ભાવોમાં વર્તે ત્યારે તે પ્રમાણે શુભ અશુભાદિ કર્મો બાંધી તેના ફળને ભોગવે છે. અને જ્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તે ત્યારે આત્માના ચિદાનંદમય સ્વભાવને ભોગવે છે. રા
વિકલ્પ કર્મોથી થતા કર્તા તથા ભોક્તા તણા, કર્મો ગયે સ્થિરતા સ્વભાવે, એ જ નિજભોગો ગણ્યા. ભાવો શુભાશુભ બીજ, ઊગે ચાર ગતિ સંસારની,
સુખ-દુઃખ પામ્યો ત્યાં ઘણું; ગતિ શાશ્વતી ભવપારની. ૨૩ અર્થ :- પૂર્વે બાંધેલા કર્મોના ઉદયે, વિભાવભાવથી જીવને કર્મ કરતી વખતે કે તે તેના ફળ ભોગવતી વખતે, સંસારી જીવને અનેક વિકલ્પો થાય છે. પણ તે કર્મો નાશ પામી જ્યારે આત્માની પોતાના સહજ સ્વભાવમાં સ્થિરતા થાય છે, ત્યારે તે પોતાના સ્વભાવનો જ ભોક્તા ગણાય છે. જે શુભાશુભ ભાવો થાય છે, તે ચાર ગતિરૂપ સંસારનું બીજ છે. તે શુભાશુભ કર્મના ફળમાં હું ચાર ગતિમાં ઘણું સુખદુઃખ પામ્યો. હવે શાશ્વતી ગતિ સમાન મોક્ષને પામી સંસારરૂપ સમુદ્રથી પાર ઊતરી જાઉં, એવી મારી અભિલાષા છે. ૨૩ી
માયાવી સુખો દેહનાં દુઃખો ગણો, ફળ કર્મના; લાગે સુખો એ મોહથી ત્યાં સુધી જીવ અથર્મમાં; દ્રષ્ટિ યથાર્થ થયે જણાશે હેય જગ-સુખ-દુઃખ જો,
જીંવ કર્મ-ફળસૌ યાર્થી, પુરુષાર્થ કરી શિવસેખ તો. ૨૪ અર્થ:- આ દેહના ઇન્દ્રિયસુખો તે માયા મોહ કરાવી જીવને દુઃખી કરનાર છે, માટે તેને દુઃખો જાણો. તે કર્મના ફળથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી જીવને મોહથી આ ઇન્દ્રિયસુખો સુખરૂપ લાગશે ત્યાં સુધી જીવ અઘર્મમાં છે અર્થાત્ વિભાવમાં છે, સ્વભાવમાં નથી. સગુરુ દ્વારા જ્યારે તેની દ્રષ્ટિ સમ્યક થશે ત્યારે તેને આ જગતના સુખદુઃખો હેય એટલે ત્યાગવારૂપ જણાશે. અને કર્મના ફળમાં સમભાવ રાખી, તે કમને સર્વથા ત્યાગી, સત્ય પુરુષાર્થ આદરીને તે જીવ મોક્ષસુખને પામશે. ૨૪
પાંચમું પદ - મોક્ષપદ છે શૃંગાર, કુતૂહલ ભાવ કે આનંદ ઇન્દ્રિયો તણો કાયા વિના નથી મોક્ષમાં, તો મોક્ષ એ શા કામનો? એવું ભવાભિનંદ બોલે, તે વિબુઘ વિચારશેઃ ઇન્દ્રિય-સુખ દુઃખના મૂળ, રોગના ઉપચાર છે - ૨૫