________________
૨૮૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ પાંચ સમિતિનો જિનેશ્વર ભગવંતે ઉપદેશ કર્યો છે તે અભુત સંકલનાથી કર્યો છે. સંયમપાલનમાં દેહાદિ સાધનરૂપ હોવાથી તેના નિર્વાહની પ્રવૃત્તિ છોડી શકાય એમ નથી. અને તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતર્મુખ રહી આત્માનું હિત થયા કરે એવી અભુત સંકલનાથી જે યોજના કરી છે તેને પાંચ સમિતિ કહેવાય છે. ૩૬
સ્થિતિ નિરંતર કરવી મુખ્ય અંતર્મુખ ઉપયોગ :
પરમ ઘર્મ નિગ્રંથ તણો તે; ક્ષણ ન બહિર્મુખ યોગે. હો ભક્ત અર્થ – હમેશાં અંતર્મુખ ઉપયોગ રાખવો અને ક્ષણ માત્ર પણ ઉપયોગને બહાર જવા દેવો નહીં એવા નિર્ગથ પુરુષનો પરમ ઘર્મ છે અથવા મુખ્ય માર્ગ છે.
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ઘર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે.” (વ.પૃ.૫૯૬) /૩ળા
સંયમ-સાઘન તન ટકાવવા, જડૅરી ક્રિયા પ્રવૃત્તિ,
નિમિત્ત બહિર્મુખ વૃત્તિનું ગણ, યોજી પાંચ સમિતિ. હો ભક્ત અર્થ - સંયમનું સાઘન આ શરીર હોવાથી તેને ટકાવવા માટે જરૂરી દેહની ક્રિયા કરવી પડે છે. તે કરતાં આત્માની વૃત્તિ બહિર્મુખ થવાનો સંભવ જાણી આ પાંચ સમિતિની ભગવાને યોજના કરી છે.
“કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે.” (વ.પૃ.૫૯૬) ૩૮ાા
અંતર્મુખ ઉપયોગ રહે ને ચાલું રહે પ્રવૃત્તિ,
ભવ તરવાની દાઝ ઘરે તો બની શકે એ રીતિ. હો ભક્ત અર્થ - આત્માનો ઉપયોગ હમેશાં અંતર્મુખ રહે અને ન છોડી શકાય એવી દેહાદિની પ્રવૃત્તિ પણ થઈ શકે. સંસાર સમુદ્ર તરવાની દાઝ જો હૃદયમાં રાખે તો આ રીતે અંતર્મુખ ઉપયોગ રાખતાં પણ પ્રવૃત્તિ થઈ શકે. IT૩૯
સ્થિતિ સહજ કેવળ અંતર્મુખ, જ્યાં કેવળ ભૂમિકા
મુખ્યપણે કહી; તોય સાતમે ગુણસ્થાને દીપિકા. હો ભક્ત અર્થ :- સ્થિતિ સહજ પ્રકારે કેવળ અંતર્મુખ તો જ્યાં કેવળજ્ઞાનની ભૂમિકા છે ત્યાં મુખ્યપણે રહી શકે અને સાતમા ગુણસ્થાનકમાં પણ નિર્મળ વિચારધારા બળવાન હોવાથી અંતર્મુખ ઉપયોગ ત્યાં પણ દીપિકા એટલે દીવાની જેમ પ્રકાશમાન હોય છે. “કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારઘારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે.” (વ.પૃ.૫૯૬) //૪
અંતર્મુખ ઉપયોગ તણી છે સબળ વિચારની ઘારા,
કર્મ-કારણે પૂર્ણ શુદ્ધ નહિ; સ્થિરપદ અનુભવનારા. હો ભક્ત અર્થ – સાતમા ગુણસ્થાનકે અંતર્મુખ ઉપયોગની સબળ વિચારઘારા હોવા છતાં કર્મના સભાવને કારણે ત્યાં આત્માનો પૂર્ણ શુદ્ધ ઉપયોગ નથી. તો પણ ત્યાં આત્મઅનુભવની ઘારામાં સ્થિતિ કરીને રહેલા છે. I૪૧ાા