________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
રાજ્ય-વ્યવસ્થા-વ્યય થકી બમણી આવક હોય, ની આવક વધુ હોય તો કર ઘટાડવા જોય. ૧૩
અર્થ :– રાજ્ય વ્યવસ્થામાં જે વ્યય થાય તે કરતા જો બમણી આવક હોય તો તે યોગ્ય છે. પણ તેથી જો નવી વધુ આવક હોય તો રાજાએ પ્રજા ઉપરના કર ઘટાડવા જોઈએ. ।।૧૩।। ત્રણ ભાગે વ્યય સૌ થતોઃ એક સેવકો કાજ, તથા રાજ્ય-વૈભવ વિષે; એકે નૃપકુળ-લાજ. ૧૪
અર્થ :— આવકના ત્રણ ભાગનો વ્યય આ પ્રમાણે થાય. એક ભાગ મંત્રીઓ વગેરે સેવકો માટે, બીજો ભાગ રાજ્ય વૈભવનો મોભો જાળવવા સેનાપતિ, સૈનિકો આદિ માટે, ત્રીજો ભાગ રાજ્યકુટુંબની લાજ રાખવા અર્થાત્ તેમની સાર સંભાળ માટે વપરાવો જોઈએ. ।।૧૪।।
રાજ્ય-પ્રજા-આબાદીમાં એક-અર્થ વપરાય,
બાર્કી-અર્થ ભંડારમાં સંકટ કાજ રખાય. ૧૫
અર્થ :– બાકીના ચોથા ભાગનો અડધો ભાગ તે રાજ્ય પ્રજાની આબાદીમાં એટલે તેમના સુખ માટે અને બાકીનો અડધો ભાગ તે સંકટના સમયે કામ આવવા માટે ભંડા૨માં રાખવો જોઈએ. ।।૧૫।। પ્રજા-ક્લેશકર કર કદી રાજાથી ન નખાય;
જે કરથી હિત સર્વનું, સંમતિ લઈ લેવાય. ૧૬
૨૨૪
અર્થ :– પ્રજાને ક્લેશ કરનાર એવો કર રાજાથી કદી નંખાય નહીં. જે કરવડે સર્વનું હિત હોય તેવું કર પણ પ્રજાની સંમતિ લઈ લેવું જોઈએ. ।।૧૬।
અપક્ષપાતે ન્યાય પણ સરળપણે દેવાય
તેવી વ્યવસ્થા રાખતો; સેવા-ભાવ સદાય. ૧૭
અર્થ :— અપક્ષપાતથી સ૨ળપણે ન્યાય દેવાય તેવી વ્યવસ્થા રાખી હતી. સદાય સર્વની સેવા થાય એવો ભાવ હૃદયમાં જાગૃત હતો. ।।૧૭।
નિયમિત દિનચર્યાં હતી : નિદ્વાર્થે બે પ્હોર,
રાજ્યતંત્રના પ્રહર બે, એક ઘર્મનો દોર. ૧૮
અર્થ :– નિયમિત મારી દિનચર્યા હતી. બે પહોર (છ કલાક) નિદ્રા માટે, રાજ્યતંત્ર ચલાવવા બે પહોર, અને એક પહોર ધર્મનો દોર ચલાવવા માટે રાખ્યો હતો. ।।૧૮।।
આહારાદિક એકમાં, એક ગંભીર વિનોદ,
વિદ્યા-યોજન એકમાં; વઘતો રોજ પ્રમોદ. ૧૯
અર્થ :– આહાર વિહાર નિઠારાદિ અર્થે એક પ્રહર, એક પ્રહર ગંભીર વિનોદ એટલે જ્ઞાનચર્ચારૂપી વિનોદ અર્થે અને એક પ્રહર ની વિદ્યા શીખવાના પ્રયોજન અર્થે રાખ્યો હતો. જેથી રોજ પ્રમોદ એટલે આનંદની વૃદ્ધિ થતી હતી. ।।૧૯।
ખરા વીર્યની ખામી ને સંકુચિત વિચાર, દુરાચાર, અનુદારતા વન-હાનિ કરનાર, ૨૦