________________
૨૪૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
બુઠ્ઠી બુદ્ધિ શિવભૂતિ તણી, ના શીખ્યા કોઈ શાસ્ત્ર, થાક્યા જ્ઞાની શીખવી શીખવી, બોલ કે મંત્ર માત્ર; ટૂંકો દીધો સરળ ગણી “મા રુષ મા તુષ” તેનેશ્રદ્ધા ધારી ભણ ભણ કરે બોલ એ રાત-દિને, ૫
અર્થ :- શિવભૂતિ નામના મુનિની જ્ઞાનાવરણીય કર્મના આવરણે બુદ્ધિ બુઠ્ઠી હતી. તેથી કોઈ શાસ્ત્ર શીખી શક્યા નહીં. જ્ઞાની ગુરુ તેમને શીખવી શીખવીને થાકી જઈ અંતે માત્ર મંત્રરૂપ થોડા બોલો આપ્યા. તે ‘‘મા રુષ મા તુષ’' એટલે કોઈ ઉપર રુષ એટલે રુષ્ટમાન થવું નહીં અર્થાત્ દ્વેષ કરવો નહીં અને કોઈ ઉપર તુષ એટલે તુષ્ટમાન થવું નહીં અર્થાત્ ૨ાગ કરવો નહીં; એવો ટૂંકો સ૨ળ ગણીને મંત્ર આપ્યો. તેને તે મુનિ શ્રદ્ધા રાખીને રાતદિવસ ભણ ભણ કરવા લાગ્યા. ।।૫।।
આઘાપાછી વચન ફરતાં “માષ દુર્ષ” રટાનું, જાણે પોતે વચન ગુરુનું ગોખવાનું ચલાવું; કોઈ બાઈ અડદ ઊપણે, જોઈ પૂછે : “કરો શું?'' બોલી બાઈ સરળ ગુણથી : “માત્ર તુષે મથું છું.'' ૐ
અર્થ :– આવરણવશાત્ તે મંત્રના વચનો પણ આઘાપાછા થઈ જતાં ‘માષ તુષ’ રૂપે તે શબ્દો રટાવા લાગ્યા. પણ પોતે શ્રી ગુરુના આપેલ શબ્દો જ હમેશાં ગોખે છે એમ માનવા લાગ્યા. એક વાર કોઈ બાઈને અડદ ઉપણતા જોઈ તેને પૂછ્યું કે તમે આ શું કરો છો? તે બાઈ સરળ ગુણથી એમ બોલી કે હું તો ‘માષ તુષે’ મથું છું, અર્થાત્ માત્ર એટલે અડદ અને તુષ એટલે તેના ફોતરાને હું મથીને જુદા પાડું છું, IIII
સારા ભાગ્યે સ્મરણ સરખું સુશી જાગ્યા મુનિ તે, મારે માટે વચન ગુરુનું એ જ અર્થે ઘટે છે; જુદો પાડું ગુરુ-વચનથી જીવ આ માષ જેવો, દેહે પૂર્યાં; સમજણ મળી, તુષ શો દેહ હોવો, ૭
અર્થ :— શુભ ભાગ્યોદયે આ વાત માત્ર સાંભળીને તે મુનિ જાગૃત થયા કે મારા માટે પણ શ્રી ગુરુનું આ વચન આવા કોઈ પ્રયોજન અર્થે જ છે. વિચાર કરતાં જણાયું કે શ્રી ગુરુના આ વચનથી હું પણ આ માય એટલે અડદ જેવા આત્માને આ દેહથી જુદો પાડું કે જે આ દેહરૂપ કેદમાં પુરાયો છે. આ દેહ તો એટલે ફોતરા જેવો છે. તેની મને આજે સમજણ મળી. IIII
તુષ
શ્રેણી માંડી શિવભૂતિ થયા કેવળી, વાત એવી; સાચા માર્ગે ગુરુવચનથી મંત્ર હૈ સિદ્ધિ તેવી એવી રીતે હજ્જુ નિકટ છે મંત્ર-માર્ગો યથાર્થ, આજ્ઞા પામી સુગુરુ તણી સૌ આદરો પુરુષાર્થ. ૮
અર્થ :— એમ વિચારતા વિચારતા શિવભૂતિ મુનિ શ્રેણી માંડીને કેવળી થઈ ગયા. આ વાત એવી છે કે જો માર્ગ સાચો છે અર્થાત્ શ્રી ગુરુ સાચા છે તો તેમના વચનને મંત્ર સમાન માની આરાધવાથી તે આત્મસિદ્ધિને આપે એવા છે. એવી રીતે હજી આ કાળમાં પણ યથાર્થ મંત્ર માર્ગોના આરાધનથી