________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨૩૫
=
અર્થ :– બ્રહ્મચર્યનું પાલન, જિન-ધ્યાન એટલે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું તથા કષાયોની મંદતા સાથે પરમાં જતી ઇચ્છાઓને રોકી તપ કરવું તે શુદ્ધ તપ નિર્જરાનું કારણ છે. બાકી તો બધા માત્ર લંઘન ગણાય છે. ।।૮૯૫
સુધા, અને તન-ત્કૃશતા, તપ-લક્ષણ ના જાણ;
બ્રહ્મચર્ય, ગુપ્તિ, ક્ષમા, જ્ઞાને તપ પિછાણ. ૯૦
અર્થ :— ક્ષુધા એટલે માત્ર ભૂખ સહન કરવી કે શરીરને કૃશ કરવું તે તપનું લક્ષણ નથી. પણ જ્ઞાનસહિત બ્રહ્મચર્ય, ત્રણ ગુપ્તિ અને ક્ષમાને ઘારણ કરી તપ કરવું તે સાચું તપ છે, અને તે તપ દ્વારા સાચી કર્મની નિર્જરા છે. તેને તું પિછાણ અર્થાત્ તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કર. ॥૯॥
પ્રભાવના કે ભક્તિથી પુણ્ય બહુ બંધાય,
પણ નિઃસ્પૃહ તપસ્વીને માત્ર નિર્જરા થાય. ૯૧
અર્થ – ધર્મની પ્રભાવના કે ભગવાનની ભક્તિથી અશુભ કર્મની નિર્જરા થઈ પુણ્યાનુબંધી પુણ્યનો ઘણો બંધ થાય. પણ આત્મજ્ઞાની નિઃસ્પૃહી તપસ્વીઓને તો માત્ર કર્મોની નિર્જરા થાય. ।।૯૧॥ કર્મ ખપાવે જ્ઞાન-તપ ક્ષણમાં દીર્ઘ સમૂહ,
ટો ન જે કોટી ભવે, કર્યું ક્રિયાનો વ્યૂ. ૯૨
=
અર્થ :– આત્મજ્ઞાનસહિત તપ કરનારા ક્ષણમાં કર્મના દીર્ઘ એટલે ઘણા સમુહને ખપાવે છે. જે કરોડો ભવ સુધી અનેક પ્રકારની ક્રિયાઓનો વ્યૂહ એટલે રચના કરીને પણ ખપાવી શકાય નહીં. ।।૯૨।। શ્રેણિરૂપ જે ધ્યાન-તપ કહે નિકાચિત કર્મ,
પ્રગટાવીને પૂર્ણતા આપે શિવપદ-શર્મ. ૯૩
અર્થ :— આઠમા ગુણસ્થાનથી ધ્યાનરૂપી તપની શ્રેણિ માંડી નિકાચિત કર્મોને પણ બાળી નાખે છે. પછી કેવળજ્ઞાનરૂપ પૂર્ણતાને પ્રગટાવી તે શિવપદ એટલે મોક્ષપદના શર્મ એટલે સુખને પામે છે. ।।૩।। આત્મા સાથે કર્મનો ખીર-નીર જેવો યોગ
બંઘ ચાર ભેદે કહ્યો, ભાવ-બંધ ઉપયોગ. ૯૪
અર્થ :– હવે બંધતત્ત્વ વિષે જણાવે છે કે આત્મા સાથે કર્મનો ક્ષીરનીર એટલે દૂધ અને પાણી જેવો સંબંધ છે. દ્રવ્યકર્મનો બંધ તે પ્રદેશબંઘ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ એમ ચાર પ્રકારે કહ્યો છે. જ્યારે આત્માનો શુભાશુભ ભાવમય રાગદ્વેષ સહિત ઉપયોગ તે ભાવબંધ કહેવાય છે. ।।૪। અશુદ્ધ ઉપયોગે પડે બંધ 'સ્થિતિ, 'અનુભાગ;
પ્રકૃતિ, પ્રદેશ યોગથી; સમજો જો સદ્ભાગ્યે, ૯૫
અર્થ :— આત્માના કષાયમય અશુદ્ઘ ઉપયોગથી કર્મનો સ્થિતિબંધ અને અનુભાગ બંઘ પડે છે. અને પ્રકૃતિબંઘ તથા પ્રદેશબંઘ તે મનવચનકાયાના યોગથી પડે છે. જો સદ્ભાગ્યનો ઉદય થાય તો આ વાતને જરૂર સમજી જીવનમાં ઉતારવા યોગ્ય છે, અર્થાત્ કષાયો ઘટાડવા યોગ્ય છે. ।।૫।।
સર્પ કૂંડાળું જો વળે વીંટાય આપી આપ,
તેમ જીવ નિજ ભાવથી રચે બંધ-સંતાપ. ૯૬