________________
(૬૬) વીરત્વ
૧ ૫ ૫
વિના આવરણ ટળે થશે ના અવધિ આદિ સૌ સુજ્ઞાનો,
સત્કારણ સેવ્યાથી કાર્યો જર્ફેર થનારાં મનમાં માનો. ૨૩ અર્થ :- ૨૧. અજ્ઞાન પરિષહ -- સત્સંગ કે સત્પરુષના યોગથી અજ્ઞાનના કારણોને દૂર કરવામાં ઢીલ થયે મુનિ મૂંઝાતા નથી. પણ આત્માને હિતકારી જે સત્સાઘનો હોય તેની સ્મૃતિ કરીને ઉપાસના કરે છે. કેમકે વિના આવરણ ટળે મશ્રિત અવધિ આદિ સમ્યકજ્ઞાનોની પ્રાપ્તિ થતી નથી પણ સમ્યક કારણો સેવવાથી ઉપરોક્ત જ્ઞાનોની પ્રાપ્તિ જરૂર થશે એમ મનમાં માન્ય કરવા યોગ્ય છે. સારા
‘તપ આદિથી સિદ્ધિ પ્રગટે” કહે, કરું હું ત૫ અતિ તોયે, ચમત્કાર આદિ ના દીઠું, ખોટાં આગમ આદિ હોયેએમ કદી મુનિ ના ચિંતવતા, સુપથ વિશેષ બળે તે સાથે,
તો દર્શન પરિષહ જીતે તે; થરવર મુનિને મોક્ષે લાશે. ૨૪ અર્થ :- ૨૨. દર્શન પરિષહ - શાસ્ત્રોમાં કહ્યું છે કે તપ આદિ કરવાથી લબ્ધિ સિદ્ધિઓ પ્રગટે છે અને હું પણ તપ આદિ ઘણા કરું છું છતાં કંઈ ચમત્કાર આદિ દેખાતા નથી. તો શું આગમ આદિ શાસ્ત્રો ખોટા હશે? એમ મુનિ કદી ચિંતવન કરતા નથી. પણ ભગવાનના કહેલા સન્માર્ગની વિશેષ બળપૂર્વક આરાધના કરે છે. તે મુનિ, દર્શન પરિષહને જીતે છે. એવા ધૈર્યવાન મુનિને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે. એમ વીતરાગ માર્ગને અનુસરનારા મુનિવરો ઉપરોક્ત બાવીસ પરિષહ રૂપી સેના ઉપર વિજય મેળવી પોતાના આત્મકલ્યાણને સાથે છે. ૨૪
જે મહાપુરુષો પોતાના આત્મવીરત્વથી બાવીસ પરિષહોને જીતે છે; તે જ વીરત્વ સર્વ આત્મામાં રહેલું છે. પણ અજ્ઞાની જીવ પોતાના આત્મવીર્યને કર્મ બાંધવામાં વાપરે છે; જ્યારે જ્ઞાની પુરુષો તે જ વીર્યને કર્મ છોડવામાં વાપરે છે. તે આત્મવીરત્વનું જીવને ભાન થાય, અને જ્ઞાન ધ્યાનથી શક્તિ પ્રમાણે તે વીરત્વને પ્રગટાવી ભવ્ય જીવો પોતાનું કલ્યાણ સાથે; તે અર્થે આ પાઠમાં તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવે છે.
(૬૬) વીરત્વ
(થાશું પ્રેમ બન્યો છે રાજ, નિર્વહેશો તો લેખે –એ રાગ)
દેજો સેવા શ્રી ગુરુરાજ જેથી નરભવ લાગે લેખે. કામ વિના મન રહે ન નવરું, આપ પદે અવ રાખું; .
પ્રપંચની આકુળતા ઓકી, સ્વરૂપસુખ હું ચાખું. દેજો, અર્થ:- હે પરમકૃપાળુ ગુરુદેવ હું આપની આજ્ઞા ઉઠાવું એવી સેવા મને આપજો કે જેથી આ મારો મળેલો દુર્લભ માનવદેહ સફળ થાય.