________________
૧૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અડોલ સ્થિરતા થાય ત્યારે તે યથાવાત ચારિત્ર પૂર્ણ પવિત્રતાને પામે છે. II૧૫ાા
રત્નત્રયી ત્યાં પૂર્ણ થઈ કે મોક્ષ તણી નહિ વાર જોને, પૂર્વપ્રયોગાદિક હેતુંથી સિદ્ધાલય-સંચાર જોને; ચોથા ગુણસ્થાનકથી માંડી ચૌદમે ગુણસ્થાન જોને,
સ્વરૂપસ્થિરતા વઘતી જાતી, પૂર્ણ થતાં ભગવાન જોને. ૧૬ અર્થ :- જ્યાં રત્નત્રયની પૂર્ણ પવિત્રતા થઈ કે ત્યાં મોક્ષ પ્રાપ્ત થવામાં કંઈ વાર નથી. પૂર્વે ઉપર ઊઠવાનો પ્રયોગ આદિ કરવાથી તેમજ આત્માનો સ્વભાવ પણ ઉર્ધ્વગમનરૂપ હોવાથી કર્મથી રહિત થયેલ આત્મા ઉપર ઊઠી સિદ્ધાલય સુધી સંચાર કરે છે. ચોથા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાન થતાં સ્વરૂપાચરણરૂપ ચારિત્ર પ્રગટ થયું, ત્યાંથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુઘી સ્વરૂપસ્થિરતા ક્રમશઃ વઘતી ગઈ અને અંતે તે સ્વરૂપસ્થિરતા પૂર્ણતાને પામવાથી તે આત્મા ભગવાન બની જઈ સિદ્ધાલયમાં પહોંચી અનંત સમાધિસુખમાં સર્વકાળને માટે બિરાજમાન થાય છે.
અવિરતિભાવને ટાળી પોતાના સહજ આત્મસ્વરૂપને પામવું એ જ ખરું અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન. અધ્યાત્મ વગરનું બીજું ગમે તેટલું જ્ઞાન હોય પણ તે મોક્ષમાર્ગમાં કામ આવતું નથી. માટે એ વિષેના ખુલાસા અત્રે આ પાઠમાં આપવામાં આવે છે :
(૭૦)
અધ્યાત્મા
||
(રાગ : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ અછો ત્રિભુવનપતિ.)
રાજચંદ્ર ભગવાન અધ્યાત્મયુગપતિ, તવ ચરણે સ્થિર ચિત્ત રહો, મુજ વિનતિ; પ્રણમું ઘર ઉલ્લાસ હૃદયમાં, આપને, આપની ભક્તિ અમાપ હરે ભવ-તાપને. ૧
અર્થ:- જે અનુષ્ઠાનોથી અર્થાત્ ક્રિયાઓથી પોતાનો આત્મા શુદ્ધ થાય તે બધું આચરણ અધ્યાત્મ ગણાય છે. આ કલિયુગમાં આત્મશુદ્ધિ અર્થે, આત્મા સંબંધી બોઘનો ઘોઘ વહેવડાવનાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન પ્રઘાનપણે હોવાથી તે આ યુગમાં અધ્યાત્મજ્ઞાનના યુગપતિ સમાન છે. એવા તવ એટલે આપના ચરણકમળમાં મારું મન સદા સ્થિર રહો અર્થાતુ આપના આજ્ઞારૂપ બગીચાને છોડી કદી બહાર ન જાઓ; એ જ આપ પ્રભુ પ્રત્યે મારી વિનંતી છે. આપની અભુત અધ્યાત્મશક્તિ જોઈ મારા હૃદયમાં પ્રેમ ભક્તિનો ઉમળકો આવવાથી આપના ચરણમાં પ્રણામ કરું છું. આપના પ્રત્યે અમાપ એટલે જેટલી ભક્તિ કરું તેટલી ઓછી છે, કારણ કે મારા સંસારના જન્મ જરા મરણ કે આધિવ્યાધિ ઉપાધિરૂપ તાપને સર્વ કાળ માટે અધ્યાત્મજ્ઞાનવડે દૂર કરનાર આપ જ છો. ||૧||
આગમ=વસ્તુ સ્વભાવ, અધ્યાત્મ=સ્વરૂપ છે, જીવ સંબંઘી બેય સદા સંસારીને. આગમ કર્મસ્વરૂપ, અપર શુદ્ધ ચેતના; દ્રવ્ય, ભાવરૂપ કર્મ દ્રવ્ય જડ-વર્ગણા. ૨