________________
(૬૫) પરિષત-થ
એવા મુક્તિના રાગી મુનિઓ સ્વભાવમાં સ્થિર થાય છે. હા
સ્ત્રીસંસર્ગ ગણે કર્દમસમ, મલિન, મોહક, જૈવ-ઘાતી રે, તો સંયમમાં સ્થિર રહે મુનિ, જગમાં પ્રસરે અતિ ખ્યાતિ રે, સિંહની સાથે અશસ્ત્ર લડતા, ફણિઘરશીર્ષ પગે પીલે રે, વજ્રસમી છાતી ઘા સતી તે-વા-નર સ્ત્રીવશ ખેલે રે. ૧૦
૧૫૧
અર્થ :– ૮. સ્ત્રી પરિષહ :– સ્ત્રીની સંગતિને બ્રહ્મચારી કર્દમસમ એટલે કીચડ સમાન મલિન માને છે. તે જીવને મોહ પમાડનાર છે, તે આત્માને રાગ કરાવી આત્મ ગુણોની ઘાત કરનાર છે. એમ માનનાર મુનિ સંયમમાં સ્થિર રહી શકે અને તેની ખ્યાતિ જગતમાં સર્વત્ર પ્રસરે છે. સિંહની સાથે શસ્ત્ર વગર લડતા કે કૃણિઘરશીર્ષ એટલે સર્પના માથાને પગથી પીલી શકે એવા કે વજસમાન છાતીવાળા જે શસ્ત્રોના ઘા સહન કરી શકે તેવા મનુષ્યો પણ સ્ત્રીને વશ થઈ પડી ગયા છે. ।।૧૦।
વિહારમાં પગપાળા ફરતા નીરખી પથદંડ-પ્રમાણે રે, જગા-જનોની તર્ફે આસક્તિ મુનિ ખેદ ન મનમાં આણે રે; કઠિન જર્મીન ૫૨ કોમળ ચરણે વગર પગરખે મુનિ ચાલે રે, પાલી, ગાડી, અશ્વ–ગજાદિની સ્મૃતિ ન મનમાં કર્દી સાલે રે. ૧૧
=
અર્થ :- ૯. ચર્યા પરિષહ :– ચર્યા એટલે વિહાર કરવો. વિહારમાં પથદંડ પ્રમાણે એટલે પગદંડી હોય તે પ્રમાણે નીચે જોઈ જોઈને પગપાળા ચાલે. લોકોની જગ્યાને કે ધર્મશાળામાં જ્યાં રહેતા હોય તેને છોડતાં આસક્તિ રાખી મનમાં ખેદ લાવે નહીં; ચાલવામાં કઠિન એવી જમીન ઉપર મુનિ શાલિભદ્રની જેમ કોમળ પગ હોય તો પણ પગરખા વિના ચાલે છે. તે વખતે પાલખી, ગાડી, ઘોડા, હાથી વગેરેની સવારીને કદી પણ મનમાં લાવતા નથી. ।।૧૧।।
ગિરિ, ગુફા, અટવી, સમશાને શાંત ચિત્તથી, આસન માટે, ત્રાસરૂપ ના બને કોઈને નિયત કાળ સુી તત્ત્વ વિચારે, સુરનર-પશુ-પ્રકૃતિકૃત વિજ્ઞો આર્વી પડે ને દુઃખ દે ભારે,
તો ય તર્જ ના સ્થાન મુનિ જે, તે ગુરુ વંદનયોગ્ય અમારે. ૧૨
=
=
અર્થ :- ૧૦. નૈષધિકી (એક સ્થાને બેસવાનો કે ઊભા રહેવાનો) પરિષહ :– પહાડમાં કે ગુફામાં, અટવી એટલે જંગલમાં કે સ્મશાન આદિ એકાંત સ્થળોમાં મુનિ અચળપણે શાંતચિત્તથી આસન ઘરીને બેસે તેથી કોઈને ત્રાસરૂપ થાય નહીં. અને નિશ્ચિત કાળ સુધી ત્યાં બેસી તત્ત્વ વિચારણા કરે, ત્યાં દેવતા, મનુષ્ય કે પશુની ક્રૂર પ્રકૃતિકૃત કોઈ વિઘ્નો આવી પડે કે ભારે દુઃખ આપી કોઈ ઉપસર્ગો કરે છતાં જે મુનિ તે સ્થાનને છોડે નહીં તે શ્રી ગુરુ અમારે વંદન કરવા યોગ્ય છે.
જેમ પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં કે ગુફામાં કે ઘર્મપુરના જંગલોમાં વિચરતા હતા ત્યાં જંગલી જાનવરો પણ આવતા હતા. અને પ.પૂ.પ્રભુશ્રીજી પણ જુનાગઢની ગુફામાં રહ્યા હતા કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પણ કુવાની પાળ ઉપર કે શીમરડા ગામમાં ઘરનાં છજા ઉપર આખી રાત ઊભા રહી ઘ્યાન કરતા હતા અને જ્યાં જાય ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ નાની ચટાઈ ઉપર જ બેસતા હતા. આ ત્રણેય પુરુષો નૈષેઘિકી પરિષહને સહન કરતા હતા. ।૧૨।