________________
મળતા અને સાંભળતા. એમની દૃષ્ટિમાં પુરુષ કે સ્ત્રી, બાળક કે બુઢ્ઢા, ગરીબ કે તવંગર સવર્ણ કે અંત્યજ, ગરીબ કે તવંગર, અભણ કે ભણેલા એવા કોઈ ભેદ ન હતા. સૌ માટે એમને હમદર્દી અને દિલચસ્પી હતી. તેઓ માણસ માત્રને ચાહતા હતા. એટલું જ નહિ માણસને કોઈ પણ વર્ણ, વર્ગ, વિચાર કે આસ્થાના લેબલ વગર માણસ તરીકે જોઈ શકતા હતા. તેઓ અન્યાયી અને શોષક એવી અંગ્રેજી સલ્તનતના વિરોધી હતા, પણ અંગ્રેજોના વિરોધી ન હતા. એમને ડૉ. આંબેડકર, મહમ્મદ અલી ઝીણા, સુભાષચંદ્ર બોઝ વગેરે અગ્રણી નેતાઓ સાથે વિચારોમાં અને માન્યતાઓમાં મતભેદ હતો. પરંતુ એમના વ્યક્તિત્વની ખૂબી એવી હતી કે મતભેદો હોવા છતાં સામી વ્યક્તિપણે એમને ચાહે અને આદર આપે. એનું કારણ એ હતું કે સામી વ્યક્તિમાં તેઓ પોતાનું મનુષ્યત્વ આરોપી શકતા હતા. નીલા નાગિની જેવું ભારતીય નામ ધારણ કરી હરિજનપ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ રહેલી, પરંતુ સ્વૈરવિહારી બની ગયેલી અમેરિકન યુવતીનો અંતરાત્મા જગાડી ગાંધીજીએ એને પુનઃ કેવી નિરામયી બનાવેલી એની વિગતો મહાદેવભાઈની ડાયરીમાંથી વાંચતા ગાંધીજીના આ ગુણવિશેષનો ખ્યાલ આવે છે. દ. આફ્રિકામાં એમની અંગત મંત્રી તરીકે કાર્ય કરતી યુવતી મિસ ગ્લેસીન, ભારતમાં એમની સાથે પડછાયાની માફક રહેતી ડૉ. સુશીલા નૈયર, મિસ હેડ અને યુવાન સેવિકાઓ ગાંધીજી સ્ત્રી નથી, પુરુષ છે એ વાતથી ક્યારેય સભાન કે સાવચેત રહી નથી, એવી જરૂર એમને પડી નથી. જે હિરજનબાળાને પુત્રી ગણી પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું હતું તેને તો બાપુના વાત્સલ્યનો અનુભવ મળ્યો જ હોય, પણ મનુબેન, આભાબેન, નારાયણ દેસાઈ જેવાં કેટલાંય અંતેવાસીઓને બાપુની નિર્વ્યાજ મમતાનો અને અનર્ગળ વાત્સલ્યનો અનુભવ પ્રાપ્ત થયો છે. બાળક સાથે બાળક જેવા, તરુણ-તરુણીઓ સાથે તેમના જેવા, યુવાન-યુવતિઓ અને વયસ્કો-પ્રૌઢો સાથે તેમના જેવા બાપુ થઈ શકતા. પ્રેમ, મૈત્રી, કરુણા અને માર્દવના ગુણો વડે સૌના હ્રદય તેઓ જીતી લેતા હતા. કોઈ શંકાશીલ, કોઈ વાંકદેખા, કોઈ સંશયગ્રસ્ત, કોઈ ભ્રષ્ટાચારી, કોઈ નાસ્તિક, કોઈ ખંધા કે લુચ્ચા એમની પાસે આવતા પણ અંતરઆત્માની મજબૂત ભોંય ઉપર ખડા રહી, સત્ય અને અહિંસાનો ધરમ કાંટો' રાખી, નિસ્વાર્થ અને નિર્લેપ રહીને બાપુ જ્યારે એ લોકોને મળતા ત્યારે એમના તનમનનાં ઉધમાતો અને તોફાનો શાંત થઈ જતાં. દક્ષિણ આાફ્રિકામાં તેઓ કાર્યરત હતા ત્યારે તો એમની ઉંમર નાની હતી પરંતુ તેઓ તમમનથી કેટલા સ્વસ્થ રહી શકતા હતા એ એમના મિત્ર મિસ્ટર પોલોકના પત્ની મિલિ ગ્રેહામ પોલાકનાં આ શબ્દોથી સ્પષ્ટ થાય છે, તેમણે કહ્યું હતું કે “આ તરુણ પાસે જવાથી મનના બધા જ વિકારો સમાપ્ત થઈ જતા.' આવો જ અભિપ્રાય ગોપાલકૃષ્ણ ગોખલેજનો છે. તેઓ લખે છે.
ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
: ‘‘મારી જિંદગીમાં બે માણસો - એક મારા સ્વ. ગુરુદેવ મહાદેવ ગોવિંદ રાનડે અને બીજા આ મોહનદાસ ગાંધી – મને એવા મળ્યા કે જેમની પાસે જવાથી મનના વિકારો સમાપ્ત થઈ જાય છે.'' જે વ્યક્તિ કોઈ સ્વાર્થ કે ગણતરી વગર માણસને માણસ તરીકે દિલ ફાડીને પ્રેમ કરે, એ વ્યક્તિ જ આ કક્ષા ને આ પદવી પામી શકે છે.
નિષ્કામ કર્મયોગી :
શ્રીમદ ભગવદ્ગીતા ગાંધીજીનો પ્રિય ગ્રંથ હતો. એ ગ્રંથમાંથી ગાંધીજીએ જે જીવનબોધ તારવ્યો તે અનાસક્ત કર્મયોગનો. જીવનનો હેતુ જ કર્મસાધનાનો છે. ભગવાને મનુષ્યને કર્મ કરવાનો અધિકાર આપ્યો છે એટલે માણસે ફળની અપેક્ષા રાખ્યા વગર, નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવું જોઈએ. વળી, જે કર્મ કરીએ તેમાં જેમ ભોક્તત્વની નહીં, - તેમ કતૃત્વની પણ ભાવના રાખવી જોઈએ નહીં. માણસે નિત્ય કર્મો ઉપરાંત નૈમિત્તિક કર્મો તો કરવાં જ પડે, પણ એ ઉપરાંત સમય સંજોગ અનુસાર આપાત્કાલીન ધર્મકાર્યો પણ કરવાં જોઈએ. શરીરને કષ્ટ આપીને, મહેનત કરીને જ આપણને ખાવાનો અધિકાર છે. સ્વાર્ષિક હેતુથી કરેલું કામ તે નિત્ય કે નૈમિત્તિક કર્મ પણ પારમાર્થિક ઇષ્ટિએ કરેલું કામ તે યજ્ઞ. મજૂરી કરીને પણ સેવાને અર્થે જીવવાનું છે. લંપટ થવાને કે દુનિયાના ભોગો ભોગવવા માટે જીવવાનું નથી. આવી સમજ હોવાને કારણે મૂડીની જગ્યાએ શ્રમ (શારીરિક અને બૌદ્ધિક) નો મહિમા કર્યો હતો. કામમાત્રને તેઓ ઈશ્વરદત્ત માનતા હતા, તેથી કોઈ કામમાં એમને શરમ અને સંકોચ ન હતાં. કોઈ કામ નાનું કે મોટું એમ લાગતું ન હતું. બધાં કામો એક સરખાં લાગતાં હતાં. તેઓ પોતે શાક સમારતા, રસોઈ કરતા, કુટિર બાંધતા, ઝાડુ કાઢતા, વાસણ કપડાં ધોતાં, રસોડા અને પાયખાના સાફ કરતા, રોગિષ્ઠોની સારવાર કરતા, સૂતર કાંતતા, બાળકોને રમાડતા અને ભણાવતા, અનેકોને મુલાકાત અને માર્ગદર્શન આપતા, પુત્ર અને પુત્રવધુથી માંડી સમાજના અગ્રણીઓને અને જિજ્ઞાસુઓને પત્રો લખતા, વ્યાયામ કરતા, પોતે જે પત્રો ચલાવતા તેના તંત્રી લેખો લખતા, બાગકામ કરતા, પ્રાર્થનાઓ કરતા, અનુવાદો કરતાં, કોમી દાવાનળો શાંત કરવા જગ્યા જગ્યાએ કૂચ કરતા, પક્ષનું અને આશ્રમોનું સંચાલન કરતા, આંદોલનોનું નેતૃત્વ કરતા, વ્રતધર્મોનું પાલન કરતા, બે પ્રતિપક્ષો વચ્ચે લવાદી કે સુલેહકાર બની સમાધાન કરાવી આપવાનું કાર્ય કરતા. વહેલી સવારથી મોડી રાત સુધી જાતજાતનાં કાર્યો કરતા. વળી, જે કામ કરતાં તેમાં શરીરમનથી તરૂપ થઈને કરતા. દલિતો, પીડિતો, વંચિતો, શ્રમિકો, ગ્રાન્ત અને ક્લાન્ત લોકોની સેવા કરવા હમેશાં તત્પર રહેતા. લક્ષ્મીનારાયણની સેવા કરતા એમને દરિદ્રનારાયણની સેવા અધિક પ્રિય હતી અને એમાં અવિરત મચ્યા રહેતી, જનરલ સ્મેપ્સ માટે
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૧૫