________________
શિષ્યાઓને પણ મોકલતા. આ રીતે સંઘ સેવા અને શાસન પ્રભાવના તેમના જીવનનું મહત્વનું અંગ હતું.
આત્મશુદ્ધિની તમન્ના :- સંયમી જીવનમાં દોષ સેવન ન થાય તે માટે સતત કાળજી હોવા છતાં અનિવાર્ય સંજોગોમાં કોઈ અપવાદનું સેવન થયું હોય, તો તેનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવાની તેમને હંમેશાં તીવ્ર ભાવના રહેતી હતી. જ્યારે જ્યારે ગુરુવર્યોના સાંનિધ્યમાં આવે, ત્યારે તુરંત જ દોષોની આલોચના કરી પ્રાયશ્ચિતનો સ્વીકાર કરતા. અંતિમ દિવસોમાં રાજકોટ સદર મુકામે અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ પ્રાયશ્ચિતરૂપે ઓળીની આરાધના કરી આ જીવનના દોષ સેવનનો દંડ અહીં જ સ્વીકારી લેવો છે. કંઈ બાકી ન રહે’ તેવી ભાવનાથી અંતિમ ક્ષણોમાં પણ ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. પાસે આલોચના, પ્રાયશ્ચિત કરીને આરાધક ભાવમાં
આગળ વધ્યા.
આ રીતે સંયમ પાલન કરવા-કરાવવામાં જાગૃત, રત્નાધિકોના વિનય વ્યવહારમાં તત્પર, જિનાજ્ઞા-ગુર્વાશા પાલનમાં સદાય પ્રસન્ન, સંઘ—સમાજના માર્ગદર્શક, ગુરુકુળનું ગૌરવ વધારવામાં સતત કાર્યરત, સફળ સંચાલક, અનેક જીવોના પ્રેરણા સ્રોત, સહનશીલતાની સાક્ષાત મૂર્તિ સમ તેઓશ્રીનું જીવન અનેક ગુણોથી ધબકતું હતું.
પૂ. મુક્ત લીલમ ગુરુણી દેવાના અંતેવાસી, ગુરુકુલવાસી સાધ્વીજીઓના સંરક્ષક, કર્મઠ યોગિની બનીને રહ્યા હતા.
અંતિમ આરાધના :– જીવન એક અભ્યાસ છે. મૃત્યુ તેની પરીક્ષા છે અને અખંડ સમાધિભાવ તેની સફળતાનું સર્ટિફીકેટ છે. પૂ. મહાસતીજીની નીડરતા અને નિર્ભયતા અજબ ગજબની હતી. તેઓશ્રીએ મોત સામે પડકાર કર્યો. પોતાની અંતિમ ક્ષણો સુઝી આવી હોય તેમ થોડા દિવસોથી વારંવાર કહેતા કે ‘મને ગુરુદેવ બોલાવે છે. હવે કાંઈ લાંબુ નથી.’ છેલ્લા દિવસોમાં તબિયત વધુ નાદુરસ્ત બનતા તા. ૧૨–૫–૦૩ એચ. જે. દોશી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ટ્રસ્ટી શ્રી વિનુભાઈદોશીની પ્રેરણાથી શ્રી વિભાકરભાઈ, સેવા બજાવી રહ્યા હતા. ડૉ. શ્રી હેમાણી તથા ડૉ. શ્રી કમલભાઈ દોશીની દેખરેખ નીચે ઉપચાર થઈ રહ્યા હતા. રોયલપાર્ક શ્રી સંઘ અને ગોંડલ રોડ વેસ્ટ સંઘ સતત સેવામાં હાજર હતો. ડૉકટરોના પુરુષાર્થ, સહુની સદ્ભાવના તેમ છતાં આયુષ્યના દલિકો પૂર્ણ થવાની તૈયારી થતી હોવાથી તબિયતે નાજુક વળાંક લેવા માંડ્યો. ત્યારે સ્વયં
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org