________________
છુટાવાળ, શ્વેત વસ્ત્ર પરિધાન કરી, સફેદ વસ્તુ વહોરાવે તો પારણું કરવું તેવો કઠિન અભિગ્રહ ધારણ કર્યો હતો.
દીક્ષા સમયથી જ કેરી સહિતના સર્વફળો, સૂકોમેવો વગેરે અનેકદ્રવ્યોનો ત્યાગ હતો. આ રીતે તપ સાથે ત્યાગ પણ ગજબનો હતો. આત્મ આરાધના – સહનશીલતા તે જ સાધુતાનું મુખ્ય અંગ છે. દેહના દર્દીને આત્મભાવે સહન થાય તો જ કર્મનિર્જરા થાય, દેહાધ્યાસ છૂટે તો જ આત્મસાધના થઈ શકે. આવી સમજણ તેમની પરિપક્વ હતી. અશાતાના જોરદાર ઉદયમાં પણ પોતાની વેદના કોઈને કળાવાનદેતેવી તેમની પ્રતિભા હતી.ત્રણ–ચાર ડીગ્રી તાવમાં પણ પ્રવચન,વિહારાદિતેમજ સાધુજીવનની સર્વ ક્રિયાઓ નિયમિતપણે કરતા હતા. અઠ્ઠમના વરસીતપ દરમ્યાન તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. તે પરિસ્થિતિમાં પણ પોતાના નિર્ણયમાં અડગ રહી વરસીતપની આરાધનાને અખંડ રાખી.
ક્યારેક અશાતાના ઉદયમાં શિષ્યાઓ આરામ કરવાનું કહે ત્યારે હંમેશાં કહેતા કે 'નશ્વર શરીરનો કસ કાઢી લેવા દ્યો. શક્તિ મળી છે તેનો પરાર્થે અને પરમાર્થે પ્રયોગ કરવા દ્યો. સંયમી જીવનમાં શક્તિ ગોપવવી, તે વીતરાગની ચોરી છે. આ રીતે પ્રતિકૂળતામાં પણ આત્મ જાગૃતિ રાખી સાધનાને દઢ બનાવી રહ્યા હતા. શાસન પ્રભાવના – વૈરાગ્યાવસ્થામાં જ ગુરુ પ્રાણ જેવા ગુરુના આશીર્વાદ પામીને તેમના જેવા વ્યવહારિક અને કોઠા સુઝ વાળા બનીને સમાજને ધર્મના માર્ગે વાળવા માટે જબરો પુરુષાર્થ કર્યો. સંયમ સાધના સાથે શાસન પ્રભાવનામાં પણ તેઓશ્રીનો અનેરો ઉત્સાહ હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ મધ્યપ્રદેશ જેવા ક્ષેત્રોમાં વિચરી, અનેક સ્થાને સંઘ, મહિલા મંડલ અને યુવક મંડળોની સ્થાપના કરી. રાજકોટ શ્રી રોયલપાર્ક મોટા સંઘના નૂતન ઉપાશ્રયમાં ઈ. સ. ૧૯૫ માં પ્રથમ ચાતુર્માસ કરી, દૂર-સુદૂર સુધી સ્વયં ગૌચરી જઈ અનેક ભાવિકોને ધર્મસ્થાનકમાં આવતા કરીને સંઘને મજબૂત બનાવ્યો, ગોંડલ રોડ વેસ્ટ સંઘ પણ તેમના પુરુષાર્થ અને પ્રેરણાના પરિબળે આજે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.
ગુરુપ્રાણના ખેડેલા ક્ષેત્રોને સદ્ધર બનાવવા ગમે તે ભોગે ગામડે-ગામડે વિચરી, નાના નાના ગામડાઓમાં પણ ચાતુર્માસનો લાભ આપતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org