________________
નવીનભાઈ, તારાબેન, શશીભાઈ, કિશોરભાઈ અને અશ્વિનભાઈ (ભગુભાઈ)ની વચ્ચે દેવીબેન દિવ્યતેજથી દીપતા હતા. દેવીબેને મોહમયી મુંબઈ નગરીમાં ફૈબા શાંતાબેનને ત્યાં રહી અભ્યાસ કર્યો. વૈરાગ્ય ભાવ – દઢ મનોબળ, બોલવાની છટા, હાજરજવાબીપણું, ઔત્પાતિકી બુદ્ધિ, કુનેહદષ્ટિ જેવા ગુણો સાવ બચપણથી જ દેવીબેનમાં જોવા મળતા હતા. અગિયાર વર્ષની આ બાલિકાએ અઠ્ઠાઈ તપ કરી, સોળ વરસે વરસીતપ આદર્યો. જેને તપ પ્રિય છે, તેને સંયમ પ્રિય બને તેવી ઉમદા ભાવના સાથે તપસમ્રાટ પૂ. ગુરુદેવે તેમને યોગ્ય પાત્રજાણી વૈરાગ્ય વાણીનો ધોધ વહાવ્યો અને આ જળમાં પ્લાવિત બની સતર વર્ષના પ્રભાબેન અને સોળ વર્ષનાદેવીબેન પણ વૈરાગી બન્યા. પૂ. પ્રાણ ગુરુદેવના સાંનિધ્યે વૈરાગ્યભાવ દઢ બનતો રહ્યો.
મોટાબેન લીલાવંતીબેન (પૂ. લીલમબાઈમ.) ઈ.સ. ૧૯૫૩માંદીક્ષિત બન્યા હતા. મોટી બેનનો સાથ છોડવો નથી તેવા દઢનિર્ણય સાથે પ્રભાબેન અને દેવીબેન વૈરાગ્યભાવમાં આગળ વધતા રહ્યા અને સં. ૨૦૧૫ અને ૧૩–૪–૫૯ને સોમવારે સાવરકુંડલા મુકામે તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના શ્રીમુખે દીક્ષા મંત્ર ગ્રહણ કરી. પ્રભાબેન અને દેવીબેન દીક્ષિત બન્યા. તેમની સાથે કંચનબેન રૂપાણી (પૂ.વસુંબાઈમા) પણ દીક્ષિત બન્યા.
પૂ. ગુરુદેવે દેવીબેનનું ઉષાબાઈ મ. નામ જાહેર કર્યું. પૂ. પ્રભાબાઈ મ. અને ઉષાબાઈમ. એ પ.પૂ. ફૂલકુંવરબાઈ મહાસતીજીના સાંનિધ્યમાં સ્થિત પૂ. મુક્તાબાઈ મ. તથા પૂ.લીલમબાઈમ.નું શિષ્યત્વ સ્વીકાર્યું. યોગાનુયોગ પણ કેવો! સંસાર પક્ષના મોટી બેન પૂ. લીલમબાઈ મ. સંયમપક્ષે બન્યા ગુરુ માતેશ્વરી! સાધકજીવનનો પ્રારંભ -પૂ. ઉષાબાઈ મહાસતીજીના સાધકજીવનનો પ્રારંભ થયો. વયોવૃદ્ધ પૂ. ફૂલકુંવરબાઈ મ. ના સંસ્કારથી પૂ.ઉષાબાઈ મ. એ સ્વચ્છેદનો ત્યાગ કરીને, ત્રણે યોગથી ગુરુ ચરણોમાં જીવન સમર્પિત કર્યું. ગુજ્ઞા તે જ મારો ધર્મ, નિર્વિકલ્પ ભાવે આજ્ઞા પાલન તે જ મારી સાધના, આવા મંત્રોને અંતરમાં અવધારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરવા લાગ્યા. શાન સાધના :- તીવ્ર મેઘા શક્તિના કારણે પાથર્ડ બોર્ડની સિદ્ધાંત
13 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org