________________
પૂ. બા. બ. ઉષાબાઈ મ. ના જીવનની યશોગાથા
તપસ્વી ગુરુદેવના કૃપાપાત્રી પૂ. ઉષાબાઈ મ. અમર બની ગયા રે, પૂ. મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યા મૃત્યુને જીતી ગયા રે, સંયમ સાધિકા સમતા સમાધિભાવે સ્વર્ગે સંચરી ગયા હૈ, ગોંડલ ગચ્છની યશોગાથાને અમર બનાવી ગયા રે.
અનંતકાલની રેતી પર પગલા પાડી કેટલાય આવ્યા અને કેટલાય ગયા. કેટલાયના નામ નિશાન મટી ગયા પરંતુ કેટલાક વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વના ધા૨ક મહામાનવો પોતાની આગવી અને અનોખી લાક્ષણિકતાઓથી ચિરંજીવી બની જાય છે.
નાવલી નદીના કાંઠે વસેલું સાવરકુંડલા ગામ, પોતાની ધાર્મિકતાના કારણે પ્રાણ ગુરુદેવનું લાડીલું ગામ બની ગયું. સોના જેવી શ્રદ્ધા અને ભક્તિભાવના કારણે પૂ. પ્રાણ ગુરુદેવ સાવરકુંડલાને સોનાના સુંડલા કહેતા હતા. ખરેખર! સાવરકુંડલાએ સોનાના આભૂષણ જેવા અનેક રત્નો શાસનના ચરણે ધર્યા છે.
દેવ-ગુરુ—ધર્મ પ્રત્યેની શ્રદ્ધા નસેનસમાં ભરી હતી, તેવા શ્રી અમરશી દેવકરણ તેજાણીના ત્રણ સુપુત્રો સાવરકુંડલામાં વસવાટ કરતા હતા. શ્રી જમનાદાસભાઈ અને વ્રજકુંવર બેન, શ્રી રૂગનાથભાઈ અને શિવકુંવર બેન, શ્રી સોમચંદભાઈ અને લલિતાબેન, આ ત્રણે ભાઈઓએ માત્ર શાસન, સંઘ કે સંતોની સેવા જ કરી નથી પરંતુ પોતાના કાળજાના કટકા જેવી સુપુત્રીઓ શાસનને સોંપી છે.
જન્મ-બાલ્યકાલ :– સાવરકુંડલા મુકામે સં. ૧૯૯૬, તા. ૧૬–૧૦–૧૯૪૦ના શરદ પૂર્ણિમાના દિવસે માતા લલિતાબેનની કુક્ષિએ દેવીબેને જન્મ ધારણ કર્યો. પિતૃકુળ સાથે માતૃકુળ(મોસાળ) ભુરખીયા નિવાસી શ્રી વનમાળી દાસ નથુભાઈ પરિવાર અને મામા શ્રી ભોગીભાઈ, શ્રી હસમુખભાઈ તથા શ્રી રમણભાઈના સંસ્કાર વારસાને ઝીલતા દેવી બેન વૃદ્ધિ પામવા લાગ્યા. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોમાં દેવીબેન ત્રીજા સંતાન રૂપ હતા. યથા નામ તથા ગુણા. પોતાનાથી મોટા ચંદુભાઈ, જયાબેન અને નાના
Jain Education International
12
For Private & Personal Use Only
www.jainelibrary.org